વિવેકાનંદ નીડમ્ (ગ્વાલિયર)

વિવેકાનંદ નીડમ્ભારત દેશના મધ્ય-ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યના ગ્વાલિયર શહેર સ્થિત એક અત્યંત મનોરમ્ય અને શાંત સ્થળ છે, જે ગ્વાલિયર રેલવે મથકથી લગભગ ૪ કિલોમીટર દૂર અને હરિશંકરપુરમના પાછલા ભાગમાં આવેલી એક સુરમ્ય ટેકરી પર આવેલું છે. અહિયાં પ્રાતઃકાળથી શરૂ કરી રાત્રિ સુધી, વિભિન્ન સુનિયોજિત કાર્યક્રમોના માધ્યમ દ્વારા આશ્રમ જીવનનો પરિચય કરાવવાનો ઉપક્રમ સંપન્ન થતો હોય છે. દૈનિક વ્યક્તિગત તેમજ સાર્વજનિક જીવનની કઠોરતા અને દોડાદોડને કારણે ઉત્પન્ન થતા તનાવોથી મુક્તિ અને વિશ્રાંતિ મેળવવા હેતુ પ્રશિક્ષણ સત્ર અહીં પરિચાલિત કરવામાં આવે છે.

વિવેકાનંદ નીડમ્ ખાતેના લગભગ ૩ એકર જેટલું ક્ષેત્રફળ ધરાવતા પરિસરમાં, વિભિન્ન પ્રજાતિઓની ૮૦૦૦ જેટલી વનસ્પતિઓ (છોડવાઓ તથા વૃક્ષો)નું ઉપવન તૈયાર કરવામાં આવ્યું છે. અંભોદ એક પેયજળ ધરાવતું જળાશય છે, જેના માધ્યમ વડે સંપૂર્ણ નીડમ્ પરિસરમાં શુદ્ધ તેમજ સ્વાદિષ્ટ પેયજળની આપૂર્તિ કરવામાં આવે છે.

સ્વામી વિવેકાનંદજીના આદર્શોંમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી આ કેન્દ્ર માત્ર ગ્વાલિયર શહેર જ નહીં પરંતુ ગ્વાલિયરથી બહાર જઇને પણ સમાજસેવાનાં વિભિન્ન મહત્વપૂર્ણ કાર્યોમાં પોતાનું યોગદાન આપતું રહ્યું છે, જેમાં પ્રાકૃતિક ચિકિત્સા, યોગ, ધ્યાન તથા અધ્યાત્મ જેવાં કાર્યો પણ સામેલ છે. મનુષ્યના શારીરિક, માનસિક અને આત્મિક વિકાસ એ વિવેકાનન્દ કેન્દ્ર, ગ્વાલિયરનાં મુખ્ય ધ્યેય છે. આવી ઉમદા દૃષ્ટિથી વર્ષ ૧૯૯૫માં વિવેકાનન્દ નીડમ્ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી, જે પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતી પહાડી પર નીરવ શાંત વાતાવરણમાં સ્થાપિત સાદગીપૂર્ણ, તનાવરહિત, પ્રદૂષણરહિત, મનોહર તેમજ સુરમ્ય વાતાવરણ પૂરું પાડતું એક સુપ્રસિદ્ધ સ્થળ છે.

ગતિવિધિઓ

ફેરફાર કરો

આ કેન્દ્ર દ્વારા કોઇપણ આયુ વર્ગના લોકો માટે વિભિન્ન સેવા ગતિવિધિઓનું નિયમિતપણે આયોજન કરવામાં આવે છે. જેના અંતર્ગત - કિશોર-કિશોરીઓ માટે "આવાસીય વ્યક્તિત્વ વિકાસ શિબિર", યુવાનો માટે "યુવા પ્રેરણા શિબિર", પ્રૌઢજનો માટે "આધ્યાત્મિક સાધના શિબિર", શિશુ સંસ્કાર વર્ગ, આરોગ્ય સેવા વગેરે. આ કેન્દ્રની માન્યતા છે કે ઉપરોક્ત કાર્યક્રમોના માધ્યમ દ્વારા વ્યક્તિમાં અહેલી સુષુપ્ત પ્રતિભા જાગ્રત કરવાનું શક્ય છે.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો