ગુજરાતી ભાષા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2405:205:C82D:D1FD:0:0:27D7:80B1 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વ...
ટેગ: Rollback
(સમાન સભ્ય દ્વારા કરેલી વચગાળાની ૩ આવૃત્તિઓ દર્શાવેલી નથી)
લીટી ૫૭:
=== મધ્યકાળની ગુજરાતી (ઈ.સ.૧૫૦૦-૧૮૦૦) ===
{{main article|મધ્યકાળની ગુજરાતી}}
મધ્યકાળની ગુજરાતી (ઈસ.૧૫૦૦-૧૮૦૦) [[રાજસ્થાની ભાષા]] થી અલગ પડી.
 
 
=== આધુનિક ગુજરાતી (ઈ.સ.૧૮૦૦-અત્યારે) ===
{{main article|આધુનિક ગુજરાતી=ગુજરાતી ભાષા આજે}}
{{Empty section}}
 
ગુજરાતી ભાષાનું શું ભવિષ્ય હશે તો ભવિષ્ય જ કહી શકે. સમસ્યા એ છે નાના કસ્બાઓમાં સ્ટાન્ડર્ડ અંગ્રેજી શાળાઓમાં શીખવી શકે તેવા શિક્ષકો મળતા નથી અને ત્યાંનો માહોલ પણ પૂર્ણ રીતે ગુજરાતી હોય છે જેને કારણે બાવાના બેય બગડે તેવો ઘાટ બાળકોનો થાય છે
 
ફર્સ્ટ લેન્ગ્વેજ કે માતૃભાષા એ બાળકને જન્મ સાથે ભેટના રૂપમાં માતા-પિતા તરફથી મળે છે તેમ કહી શકાય અથવા તો જે ભાષા બાળકના જન્મની સાથે આજુબાજુ બોલાય અને તેનાં આંદોલન, તરંગો બાળક મેળવે, સમજે અને મોટું થઈને બોલે તે ભાષા એટલે માતૃભાષા અથવા તો બાળક જે ભાષામાં પોતાને શ્રેષ્ઠ અને સહજ રીતે વ્યક્ત કરી શકે તે ભાષા એટલે માતૃભાષા. દરેક બાળકને માતૃભાષા શીખવા તેમ જ સમજવાનો તથા બોલવાનો હક્ક મળવો જોઈએ તથા દુનિયાભરની સ્થાનિક ભાષાના સંરક્ષણ હેતુસર યુનેસ્કોએ ૧૯૯૯માં ૨૧ ફેબ્રુઆરીને વિશ્ર્વ માતૃભાષા દિન તરીકે દુનિયામાં ઊજવાય તેમ જાહેર કર્યું અને ૨૦૦૦ની સાલથી ૨૧ ફેબ્રુઆરીએ માતૃભાષા દિન ઊજવવાની શરૂઆત થઈ. પણ શા માટે ૨૧ ફેબ્રુઆરી જ?
 
૧૯૪૭માં ભારતના ભાગલા પડ્યા તે બચ્ચા બચ્ચા પણ જાણે છે અને તેને કારણે અખંડ ભારતના સ્થાને ભારત અને પાકિસ્તાન એમ બે દેશ બન્યા.
પાકિસ્તાન દેશના બે હિસ્સા બન્યા જેનું ભૌગોલિક સ્થાન એકબીજાથી ઘણા અંતરે હતું, પરંતુ બન્ને દેશની ફર્સ્ટ લેન્ગ્વેજ એટલે કે સામાન્ય બોલાચાલ તથા કોર્ટકચેરી અને ભણતરની ભાષા એક જ હોય તેવો ઠરાવ થયો અને તે માટે ઉર્દૂ ભાષાને પસંદ કરવામાં આવી. પણ પૂર્વ પાકિસ્તાનના મુખ્ય શહેર ઢાકાના વિદ્યાર્થીઓએ ઉર્દૂને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારવાનો વિરોધ કર્યો અને બંગાળી ભાષાને જ એટલે કે પોતાની માતૃભાષાને જ વહીવટી ભાષા તરીકે સ્વીકારવાનો આગ્રહ કર્યો. ૧૯૫૨માં ઢાકા શહેરમાં ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ભાષા આંદોલન શરૂ કર્યું. રેલીઓ અને મીટિંગ કરી અને માતૃભાષા બંગાળી જ વહીવટી ભાષા બને તે માટે લોકોમાં જનજાગૃતિ અભિયાન ચલાવ્યું. 👁👁તે સમયની પાકિસ્તાન સરકારે આ આંદોલનને કચડી નાખવા માટે કડક હાથે કામ લીધું અને જેને પરિણામે આંદોલન ચલાવતા વિદ્યાર્થીઓ પર પોલીસે ગોળી ચલાવી અને કેટલાક વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા જેને કારણે લોકોમાં રોષ ફેલાયો અને અવામી લીગ નામની પાર્ટીએ જ્યાં સુધી બંગાળી ભાષા વહીવટી ભાષા ન બને ત્યાં સુધી શાંત નહીં બેસવાનુ વ્રત લીધું. અંતે આંદોલનને પરિણામે ૧૯૫૬માં પૂર્વ પાકિસ્તાનમાં બંગાળી ભાષાનો વહીવટી ભાષા તરીકે સ્વીકાર કરવામાં આવ્યો. આ વિશ્ર્વના ઈતિહાસમાં ડોકિયું કરીએ તો જાણ થાય કે આ પૃથ્વી પર હજારો યુદ્ધો લડાયાં છે, પણ ૧૯૫૨ પહેલાં ક્યારેય કોઈ માતૃભાષાને બચાવવા માટે કોઈ યુદ્ધ લડાયું ન હતું તેથી ૨૧ ફેબ્રુઆરીને માતૃભાષા વિશ્ર્વ દિન તરીકે ઊજવવામાં આવે છે.
 
વિશ્ર્વમાં આજે કેટલી ભાષાનું અસ્તિત્વ છે તેનો ચોક્કસ આંકડો ઉપલબ્ધ નથી પણ એમ કહી શકાય કે અંદાજે ૬૦૦૦થી લઈને ૭૦૦૦ હજાર સુધીની ભાષા અસ્તિત્વમાં છે. જોકે આમાં દરેક ભાષાની જુદી જુદી બોલીઓનો સમાવેશ નથી કરવામાં આવ્યો. અને જેમ ગુજરાતીમાં કહેવાય છેને કે બાર ગાઉએ બોલી બદલાય બસ તેવું બીજી ભાષામાં પણ છે. એટલે અંદાજે એમ કહી શકાય કે જેટલી ભાષા તેટલી જ તે ભાષાની બોલીઓ કે તેથી વધુ પણ હશે. વિશ્ર્વમાં આજે લગભગ વીસ ભાષા એવી છે જેને પચાસ લાખ લોકો બોલે છે. બાકીના ભાષાને બોલવાવાળાની સંખ્યા ઓછી છે. અને અમુક ભાષા તો માત્ર દસ હજાર લોકો જ બોલે છે. અમુક ભાષા માત્ર ઘરમાં જ બોલાય છે તો અમુક ભાષા માત્ર વહીવટી કામકાજમાં જ વપરાય છે જેને પરિણામે તે ભાષા જતે દહાડે લુપ્ત થઈ જશે તેમ બને. તેનું મુખ્ય કારણ વૈશ્ર્વીકરણ તેમ માનવું પડે, કારણ કે રોજબરોજ તમે ધંધાર્થે કે કામકાજ કે શિક્ષણ માટે જે ભાષાનો પ્રયોગ કરો તે જ ભાષા લોકો બોલવાના છે જેને પરિણામે રોજબરોજ ન બોલાતી હોય કે વ્યવહારમાં જે ભાષાનો ઓછો ઉપયોગ થતો હોય તે ભાષા જલદી ડેન્જર ઝોનમાં આવી જાય તેમાં નવાઈ નથી.
 
હવે વાત કરીએ ગુજરાતી ભાષાની. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતના ૪.૫% ટકા લોકો ગુજરાતી ભાષા બોલે છે. પૂરી દુનિયામાં ૬૫.૫% લાખ લોકો ગુજરાતી ભાષાનો ઉપયોગ કરે છે. અને વિશ્ર્વની સૌથી વધુ બોલાતી સ્થાનિક ભાષાઓમાં ગુજરાતીનો ક્રમાંક ૨૬મો છે. અને બહુ અભિમાનપૂર્વક કહેવું હોય તો નરસિંહ મહેતા, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, મહમ્મદ અલી ઝીણા, રતન ટાટા, ધીરુભાઈ અંબાણી વગેરે જેવા ઈન્ટરનેશનલ આઈડેન્ટિકલ પર્સનાલિટીઝની માતૃભાષા પણ ગુજરાતી હતી કે છે. પણ ગર્વની વાત બાજુ પર મૂકીને જોઈએ તો આજે ગુજરાતી ભાષાની પરિસ્થિતિ કેવી છે?
 
ગુજરાતની છેલ્લી વસ્તીગણતરી મુજબ હજુ ગુજરાતમાંથી ગુજરાતી ભાષાની શાળાઓની સંખ્યા અંગ્રેજી માધ્યમના પ્રમાણમાં ઘટી નથી પણ એવી શંકા સેવાઈ રહી છે કે આવનાર વર્ષોમાં ગુજરાતી ભાષાની શાળાઓની સંખ્યામાં જબરજસ્ત ઘટાડો થશે, કારણ કે અમદાવાદ,વડોદરા,સુરત કે રાજકોટ જેવાં મોટાં શહેરમાં જ નહીં પણ નાનકડા કસ્બા જેવા અમરેલી કે સુરેન્દ્ર નગર કે ભૂજમાં પણ સ્થાનિક લોકો વર્ષોથી સ્થાપિત ગુજરાતી શાળાના સંચાલકોને અંગ્રેજી માધ્યમ શાળા શરૂ કરવા આગ્રહ કરે છે જેને કારણે માત્ર ગુજરાતી મિડિયમ ધરાવતી પ્રતિષ્ઠિત શાળાઓને પણ અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવાની ફરજ પડી છે. વળી વક્રતા એ છે કે આવો આગ્રહ કરનાર માત્ર ઉચ્ચ મધ્યમ વર્ગ નહીં નિમ્ન કે ગરીબની વ્યાખ્યામાં આવતા વાલીઓ પણ છે.
એટલે હવે ગરીબ લોકોને પણ પોતાનું સંતાનોનું ભવિષ્ય અંગ્રેજી ભાષામાં સુરક્ષિત જણાય છે તેથી સરકારી સહાય વિનાની શાળાઓમાં મોંઘી ફી ભરીને પણ પોતાનાં બાળકોને ઈગ્લિંશ મિડિયમમાં ભણાવે છે. હવે ગુજરાતી ભાષાનું શું ભવિષ્ય હશે તો ભવિષ્ય જ કહી શકે. સમસ્યા એ છે નાના કસ્બાઓમાં સ્ટાન્ડર્ડ અંગ્રેજી શાળાઓમાં શીખવી શકે તેવા શિક્ષકો મળતા નથી અને ત્યાંનો માહોલ પણ પૂર્ણ રીતે ગુજરાતી હોય છે જેને કારણે બાવાના બેય બગડે તેવો ઘાટ બાળકોનો થાય છે. નથી તેમને સારું ગુજરાતી આવડતું કે નથી તેઓ એક વાક્ય સાચી રીતે અંગ્રેજીમાં બોલી શકતાં. તે વાત બધા જ સમજે છે પણ અંગ્રેજીનો કેફ યથાવત છે. પણ એક વાત ચોક્કસ છે કે જો ગુજરાતી ભાષાને બચાવવા માટે સઘન પ્રયત્ન નહીં કરવામાં આવે તો જતે દહાડે તે મૃતપ્રાય બનશે તે વાત નિર્વિવાદ છે. પણ તે માટે કોઈ એક વાલી કે માતા-પિતાને દોષ ન આપી શકાય.
 
મૂળે ગુજરાતી પ્રજા વેપારી પ્રજા છે અને તેને માતૃભાષાને બચાવવી જોઈએ તે વાત એટલી મહત્ત્વની નથી લાગતી જેટલી તેને તેનો ધંધો-વ્યાપારને લગતો નફોતોટો લાગે છે. મોટા બિઝનેસમેન જ નહીં, નાના વેપારી પણ પોતાનાં સંતાનોને એટલે ઈગ્લિંશ મિડિયમમાં ભણાવે છે જેથી કરીને તેઓ અંગ્રેજી ભાષા પર કાબૂ મેળવે તો તેમનો બિઝનેસનો ફેલાવો દેશમાં જ નહીં વિદેશમાં પણ થાય. વાલીઓ અંગ્રેજી માધ્યમ જ કેમ પસંદ કરે છે તેનું બીજું કારણ એ છે કે આપણા દેશમાં ભાષામાં વિવિધતા હોવાથી દરેક કોમ્પિટિટિવ એન્ટ્રસ ટેસ્ટ કે એકઝામ અંગ્રેજીમાં જ લેવાય છે અને માત્ર અંગ્રેજીમાં જે તે અભ્યાસ ક્રમના પુસ્તક ઉપલબ્ધ છે. વળી વિદેશ ભણવા જવા માટેની કોમ્પિટિટિવ એન્ટ્રસ ટેસ્ટ પણ ઇંગ્લિશમાં આપવાની હોય છે જેને કારણે દસમા કે બારમા ધોરણથી સરેરાશ ગુજરાતી માધ્યમનો બાળક પાછળ પડે છે તેમ સામાન્ય પેરેન્ટસ વિચારે છે પણ હકીકત એ કહે છે કે દસમા-બારમા ધોરણની બોર્ડ એક્ઝામના ટોપ ટેન કે ટ્વેન્ટીમાં ગુજરાતી માધ્યમનું બાળક આગળ છે તેવું ગુજરાતના સેકેન્ડરી બોર્ડ એક્ઝામના આંકડા કહે છે.ગુજરાતી માતાપિતા અને શિક્ષકો જ ગુજરાતી ભાષાને બચાવી શકે પણ તે માટે ઉપાયો વિચારવાના બદલે આપણે છાશવારે ગુજરાતીમાં થતા અંગ્રેજી ભાષાનો વધુ પડતો ઉપયોગ વિશે જ વધુ વિવાદ કરવામાં રમમાણ રહીએ છીએ કે પછી આજકાલના વિદ્યાર્થીની ભાષા નબળી છે કે તેને જોડણીનું ભાન નથી તેમાં જ અટવાયા છીએ કે પછી સાર્થ જોડણી કોશ કે ઊંઝા જોડણી જ સરળ તેની લડાઈમાંથી જ પરવારતા નથી. કોઈપણ રીતે ભાષા બચે તે માટે પ્રયત્ન થવા જોઈએ.
 
અમેરિકામાં ભાષાની જોડણી બાળકો સાચી રીતે કરે, વળી તેમનું ભાષાનું શબ્દભંડોળ વધે તે માટે દર વર્ષે નેશનલ સ્પેલિંગ બી નામની નેશનલ લેવલની કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે. અને તે માટે હજારો ડોલરનાં ઈનામ જાહેર થાય છે. વળી સ્પર્ધા ૧૯૯૯થી ભારતીય મૂળનાં બાળકો જ જીતે છે. કેમ આપણે આપણી ભાષા માતૃભાષા બચાવવા કે તેના પ્રચાર કે પ્રસાર માટે આવી કોમ્પિટિશનનું આયોજન ન કરી શકીએ? સ્પેલિંગ બી કોમ્પિટિશન આપણી ભાષામાં પણ કરો જેથી બાળકો માતૃભાષાને જાણે ને સમજે. કેમ આપણે બાળકને માતૃભાષામાં ડોકટર કે એન્જિનિયરિંગનો અભ્યાસ ક્રમ પૂરો ન પાડી શકીએ? કોમ્પિટિટિવ એકઝામ ગુજરાતી ભાષામાં પણ શક્ય બની શકેને? માત્ર માતૃભાષા દિન ઊજવવાથી કશો ફેરફાર ન થાય સિવાય કે કોઈ નક્કર કામ થાય તો જ માતૃભાષા બચે ને તો જ,વેષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પારઈ જાણે રે.. ગામે ગામ ગુંજશે. અને તો જ ગુજરાતી ભાષા બચશે તો જ તેનાં થેપલાં-ઢોકળાં અને ખમણ રહેશે નહીંતર તો ન્યુ જનરેશન પિઝાને જ રોટલી ગણશે.
માણસ ભગવાનને માત્ર પોતાની માતૃભાષામાં જ વર્ણવી શકે છે: ગાંધીજી
 
== વસ્તીવિષયક અને વિતરણ ==