ખોડિયાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (talk)એ કરેલો ફેરફાર 871306 પાછો વાળ્યો ટેગ્સ: Undo Reverted |
નાનું 180.211.126.110 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. ટેગ્સ: Rollback Reverted |
||
લીટી ૨૩:
== મંદિરો ==
દોંગા પરિવારના રાજકોટ શહેરે આવેલ ખોડિયાર માતાજીનાં "અનુગ્રહ" મંદિરે લાખો શ્રધ્ધાળુંઓ દર્શને આવે છે. જેમાં [[ચુડાસમા]] [[રાજપૂત]] ભાલપ્રદેશમાં આવેલ ગોરાસુ ગામે ખોડિયાર માતાજીનાં મંદિરે બાધા આખડી છોડવા જાય છે. આ ઉપરાંત [[ગુજરાત]] રાજયમાં અલગ-અલગ સ્થળોએ અન્ય ઘણા સ્થાનકો આવેલા છે.
શ્રી ખોડિયાર માતાજીનાં મંદિરો [[ગુજરાત]] રાજયનાં [[સૌરાષ્ટ્ર]]માં મુખ્ય ત્રણ છે. જે [[ધારી]] પાસે ગળધરા, [[વાંકાનેર]] પાસે [[માટેલ (તા. વાંકાનેર)|માટેલ]] અને [[ભાવનગર]] પાસે [[રાજપરા(ટા) (તા. સિહોર)|રાજપરા]] ગામે આવેલા છે. તેમનાં આ સ્થાનકોએ પાણીનાં ધરાઓ આવેલા છે. આ ઉપરાંત પ્રાચીન વાવોમાં, ડુંગરોમાં, નદીકિનારે પણ ખોડિયાર માતાજીનાં સ્થાનકો જોવા મળે છે. તેમજ [[ગુજરાત]]નાં [[રાજકોટ જિલ્લો|રાજકોટ જિલ્લા]]માં [[સરધાર]] ગામ પાસેનાં [[ભાડલા (તા. જસદણ)|ભાડલા]] ગામે ખોડિયાર માતાજી તેમજ તેમનાં ૬ બહેનો અને ભાઈ મેરખીયાનું મંદિર આવેલું છે. આ ઉપરાંત [[પાટણ જિલ્લો|પાટણ જિલ્લા]]નાં [[સમી તાલુકો|સમી તાલુકા]]નાં [[વરાણા (તા. સમી)|વરાણા]] ગામે પણ ખોડિયાર ધામ આવેલ છે. જયાં ખોડિયાર જયંતિનાં દિવસે મોટો મેળો ભરાય છે. જે પણ પુરા [[ભારત]] માં પ્રખ્યાત છે. ખોડિયાર માનું એક ઐતિહાસીક મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારોલી ગામે આવેલુ છે. જ્યાં ખોડિયાર મા તેમજ ચામુડાં તથા અન્ય માનાં સથાનક આવેલાં છે. આ ઉપરાંત લેઉવા પટેલ સમાજે શ્રી ખોડીયાર માતાજીના મંદિરનું નિર્માણ કાગવડ ખાતે ૨૧ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ કરી હતી.
|