અભિમન્યુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૩૫:
બીજે દિવસે કૌરવો જયદ્રથને અર્જુનથી સૌથી દૂર રાખે છે અને સંસપ્તક(જેને યુદ્ધભૂમિ માં યાતો વિજયી અથવા મૃત જ નીકળવાનું વરદાન છે) સહિત સર્વ લડવૈયાઓને અર્જુનને રોકવામાં લગાવી દેવામાં આવે છે. અર્જુન બીજે દિવસે કૌરવ સેનાને ચીરતો હજારો લાખો લડવૈયાને એકજ દિવસમાં મારી નાખે છે. સૂર્યાસ્ત નજીક હોવાં છતાં અર્જુનનો રથ ક્યાંય જયદ્રથની નજીક નથી પહોંચતો. અર્જુન પોતાની નિષ્ફળતા જોતો દુ:ખી થઈ જાય છે અને માનસિક રીતે પોતાને અગ્નિસ્નાન માટે તૈયાર કરે છે. કૃષ્ણ સર્વ શક્તિમાન હોવાથી તાત્પુરતુ સૂર્ય ગ્રહણ રચે છે. કૌરવો અને પાંડવો સૌ માને છે કે સૂર્યાસ્ત થઈ ગયો અને યુદ્ધના નિયમ અનુસાર યુદ્ધ બંધ થાય છે. બંનેં તરફના લોકો અર્જુનનો અગ્નિદાહ જોવા ભેગા થયાં. અર્જુનનો અગ્નિદાહ જોવા જયદ્રથ પણ ઉતાવળે આગળ આવી ગયો. કૃષ્ણએ પોતે રચેલી સ્થિતીનો ફાયદો જોઈ સૂર્યને ગ્રહણમાંથી બહાર આવે છે. કૌરવો સ્થિતીને સંભાળે તે પહેલાં જ કૃષ્ણ અર્જુનને પોતાનું ગાંડીવ સંભાળી ને જયદ્રથનો વધ કરવા જણાવે છે. અર્જુનના અચૂક બાણ જયદ્રથને નિહત્થો કરી દે છે અને તેના જયદ્રથને સૂર્યાસ્ત પહેલાં મારી અભિમન્યુની હત્યાનો બદલો લેવાનું કાર્ય પૂર્ણ થાય છે. સૂર્યગ્રહણ રચવાનું કારણ ઘણી જગ્યાએ અર્જુનને બચાવવા માટેની યોજના બતાવવામાં આવે છે કેમકે જયદ્રથને તેના પિતા દ્વારા વરદાન મળ્યું હતું કે જેના દ્વારા જયદ્રથનું માથું જમીન ઉપર પડશે તેનું તત્કાળ મૃત્યુ થશે. આથી જણે કરીને કૃષ્ણએ અર્જુન દ્વારા જયદ્રથનું નિશાન આસાનીથી સધાય અને તેનો જીવ ન જોખમાય એ ઉદ્દેશ્યથી આ સ્થિતિ નિર્માણ કરી. અર્જુનએ જયદ્રથનું માથું એવી કળાથી ઉડાવ્યું કે જેથી તે ઉડીને સીધું તેના પિતાના ખોળામાં જઈ પડે જેઓ વૃક્ષ નીચે બેઠા હતાં. ખોળામાં કંઈક પડેલું જોઈ તેના પિતા ચોંકી ઉઠ્યા અને ઊભા થઈ ગયાં.આમ કરતાં જયદ્રથનું માથું જમીન પર પડી ગયું અને તત્કાળ તેમનું મૃત્યુ થયું.
 
== તેના મૃત્યુની સમઝણસમજણ ==
અભિમન્યુ ચંદ્રદેવના પુત્ર વર્ચસનો અવતાર હતો. જ્યારે અન્ય દેવોએ તેના પુત્ર વર્ચસને પૃથ્વી પર અવતરવાની વાત કરી ત્યારે ચંદ્રદેવએ માત્ર ૧૬ વર્ષપૃથવીવર્ષ પૃથ્વી પર રહેવાની પરવાનગી આપી કેમકે તેથી વધુ સમય તેઓ તેનાથી અલગ ન રહી શકે. અભિમન્યુ યુદ્ધમાં મૃત્યુ પામ્યો ત્યારે ૧૬ વર્ષનો હતો.
 
મહાભારત યુદ્ધના પછી તેનો પુત્ર પરીક્ષીત એક માત્ર કુરુ વંશજ જીવંત રહ્યો અને પાંડવ કુળ આગળ ચલાવ્યું. અભિમન્યુને હમેંશા પાંડવ પક્ષના મહાન લડવૈયા તરીકે જોવામાં આવતો જેને સ્વેચ્છાએ પોતાના પ્રાણોની આહુતી આપી.