પ્રભાશંકર પટ્ટણી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું સાફ-સફાઇ.
લીટી ૧:
{{માહિતીચોકઠું વ્યક્તિ |
નામ=પ્રભાશંકર પટ્ટણી |
ફોટો=SirPattani.jpg |
image_size= 75px |
ફોટોનોંધ=SirPattani.jpg |
જન્મ તારીખ= ૧૫ એપ્રિલ ૧૮૬૨ |
જન્મ સ્થળ=[[મોરબી]] |
મૃત્યુ તારીખ=૧૬ ફેબ્રુઆરી ૧૯૩૮ |
મૃત્યુ સ્થળ= |
પિતા= દલતપતરામ|
માતા= મોતીબાઈ |
વ્યવસાય= ભાવનગર રાજ્યના દિવાન (૧૮૬૨થી ૧૯૩૮) |
જીવનસાથી = કુંકી, રમા|
ખિતાબ = સર

[[ભાવનગર]] રાજ્યના દિવાન '''પ્રભાશંકર પટ્ટણી''' નો જન્મ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ પરિવારમાં, ૧૮૬૨માં, [[મોરબી]] ખાતે થયો હતો. તેઓ તેમની દુરંદેશી, વાકપટ્ટુતા, વ્યક્તિત્વ માટે ઓળખાતા હતા. [[બ્રિટીશરાજ]]થી છાનાં તેમણે પ્રખર ક્રાંતિકાર [[પૃથ્વીસિંહ આઝાદ]]ને ૧૨ વર્ષ સુધી [[ભાવનગર]]માં અજ્ઞાતવાસ આપ્યો હતો. તેઓ [[લોકશાહી]]ના સમર્થક હતા. ૧૯૨૪માં તેમણે પ્રથમ [[સાવરકુંડલા]] મહાલમાં પંચાયતી રાજ્યનો સફળ પ્રયોગ કર્યો હતો અને પછી તે મુજબ વહિવટી વ્યવસ્થા રાજ્યભરમાં સ્થાપવા કાયદો કર્યો હતો.<ref>શોધ નિબંધ - "ભાવનગર રાજ્યમાં દીવાન પરંપરા" - પ્રો. (ડૉ.) પી.જી.કોરાટ અને પ્રા. (ડૉ.) પારૂલ સતાશિયા, ભાવનગર યુનિ. દ્વારા.</ref>

Line ૨૯ ⟶ ૨૮:
૧૯૧૯માં ભાવસિંહજીનુ મૃત્યુ થયું તે પહેલાં મહારાજાએ મિત્ર પ્રભાશંકરને તેમના સગીર વારસદાર [[મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ|કૃષ્ણકુમારસિંહજી]]ના ઉછેર અને તાલિમની જવાબદારી આપી ગયા હતાં. કૃષ્ણકુમારસિંહજીનો ૧૯૩૧માં રાજ્યાભિષેક થયો ત્યાં સુધી પોતાની ફરજ બજાવી. ૧૯૩૮માં હરિપુરા કોંગ્રેસ સંમેલનમાં જતાં ટ્રેનમાંજ દેશપ્રેમી પ્રભાશંકર પટ્ટણીનું અવસાન થયું. કૃષ્ણકુમારસિંહજી મહારાજાએ સર પટ્ટણીના મોટા પુત્ર [[અનંતરાય]]ને દિવાનગીરી સોંપી. તેમના સાથીદાર તરીકે ભાવનગરના લોકપ્રિય ચીફ જસ્ટિસ [[નટવરલાલ સુરતી]]ને નાયબ દિવાન સ્થાને મુક્યા. ૧૯૪૭માં સ્વરાજ આવતાં મહારાજાએ ભાવનગર રાજ્ય નવોદિત ભારત ગણરાજ્યને સોંપ્યુ<ref>શોધ નિબંધ - "ભાવનગર રાજ્યમાં દીવાન પરંપરા" - પ્રો. (ડૉ.)પી.જી.કોરાટ અને પ્રા. (ડૉ.) પારૂલ સતાશિયા, ભાવનગર યુનિ. દ્વારા.</ref>.

==તેમના અવતરણો==
==ઉઘાડી રાખજો બારી==
પ્રભાશંકર પટ્ટણી દ્વારા લખાયેલું કાવ્ય (કાવ્યસંગ્રહ: ‘મિત્ર’, મરણોત્તર પ્રકાશન, ૧૯૭૦).

દુઃખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને,

વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી.

ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુઃખને દળવા,

તમારા કર્ણનેત્રોની ઉઘાડી રાખજો બારી.

પ્રણયનો વાયરો વાવા, કુછંદી દુષ્ટ વા જાવા,

તમારા શુદ્ધ હૃદયોની ઉઘાડી રાખજો બારી.

થયેલાં દુષ્ટ કર્મોના છૂટા જંજીરથી થાવા,

જરા સત્કર્મની નાની, ઉઘાડી રાખજો બારી.

==તેમના અવતરણો==
"ચારિત્ર્ય એટલે શું ? તો કે માણસ અંધારામાં રહીને જે કરે છે તે. એટલે કે અંધારામાં એકલા હોઈએ, કોઈ દેખે નહિ અને સામે સૌંદર્ય કે રત્નના ભંડાર આપણી માલિકીના ન હોય તેવા પડેલા હોય, છતાં તે લેવા હાથ લાંબો ન થાય કે મન ચંચળ ન થાય અને હલકું કામ ન કરે તેનું નામ ચારિત્ર્ય. ચારિત્ર્ય વગરનું વાચન તે મારે મન તો કોથળામાં રાખેલાં રત્ન જેવું-કિંમત વગરનું છે. વર્તન જાણવા માટે મિત્રો કોણ એમ પૂછવામાં આવે છે; પણ હું તો મિત્રો કરતાં તે ક્યાં પુસ્તકો વાંચે છે તે જાણું તો તુરત જ કહી દઉં કે આ ભાઈ આ સ્વભાવના કે આવા વર્તનવાળા છે. જે જાતનાં પુસ્તક વાંચે તે ઉપરથી તે માણસનું ચારિત્ર્ય કેવું છે તે ચોક્કસ કહી શકાય. તેથી જે પુસ્તકો ચારિત્ર્ય સુધારે નહિ, ઉપયોગી જ્ઞાન આપે નહિ તેવાં પુસ્તકો પુસ્તકાલયમાં નહિ જોઈએ. દરેક યુવક પુસ્તક વાંચે અને તેનો મંત્ર વા નિચોડ શોધી તે ચારિત્ર્યમાં ધારણ કરે તેનું નામ ખરું વાચન અને તે ઉદ્દેશ સફળ કરી શકે તેવી સંસ્થા હોય તે જ ખરું પુસ્તકાલય." – '''સર પ્રભાશંકર પટ્ટણી'''

Line ૫૪ ⟶ ૩૭:
* [[ભાવનગર]]

==સંદર્ભ==
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
[[શ્રેણી:ગુજરાતી વ્યક્તિત્વ]]
[[શ્રેણી:ભાવનગર]]

==સંદર્ભો==
{{Reflist}}
* સંકલન: ડો. કનક રાવળ – અસલ માહિતી: શ્રી.પિયુષ પારાશર્યના અને પટ્ટણી પરિવાર તરફથી.

==વધુ વાંચોવાચન==
* [http://divyabhaskar.co.in/2007/08/19/nanabhai_toral.html દિવ્ય ભાસ્કર દૈનિકનો લેખ]
* [http://gopalparekh.wordpress.com/2008/09/30/ekpushyanugamrut-yog%e0%aa%b8%e0%aa%a4%e0%ab%8d%e0%aa%af%e0%aa%95%e0%aa%a5%e0%aa%be%e2%80%94%e0%aa%ae%e0%ab%81%e0%aa%95%e0%ab%81%e0%aa%82%e0%aa%a6%e0%aa%b0%e0%aa%be%e0%aa%af-%e0%aa%aa%e0%aa%be/ સર પટ્ટણીના જીવન વિષયક એક સત્ય ઘટના, ચંદનના ઝાડ/લોકમિલાપ ટ્રસ્ટ-માંથી]

[[શ્રેણી:વ્યક્તિત્વ]]
[[શ્રેણી:ગુજરાતી વ્યક્તિત્વ]]
[[શ્રેણી:ભાવનગર]]