ક્રિકેટનો દડો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2402:8100:3982:AC0:3209:59EB:12D2:B18A (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૩:
{{Portal|Cricket}}
 
'''ક્રિકેટ દડો''' એ એક પ્રકારનો સખત અને કડક દડો છે જેનો ઉપયોગ [[ક્રિકેટ|ક્રિકેટ]] રમવા માટે થાય છે. પ્રથમ શ્રેણીના ક્રિકેટના સ્તર પર રમવા માટેના કોર્ક અને લેધરના બનેલા ક્રિકેટના દડા માટે અનેક નિયમો ઘડાયેલા છે. જોકે આમ છતાં અનેક ભૌતિક પરિબળોની મદદથી પ્રમાણિત દડા સાથે છેડછાડ કરીને બોલિંગને વધારે ધારદાર કરવાના અને બેટ્સમેનને મૂંઝવણમાં મૂકી દેવાના પ્રયોગો થતા રહે છે. દડો હવામાં અને મેદાનમાં કઈ રીતે ઉછળે છે એનો મોટો આધાર દડાની સ્થિતિ અને દડો ફેંકનારા બૉલરના પ્રયાસો પર હોય છે. જ્યારે ક્રિકેટના દડાની ઉપર અનુકૂળ પરિસ્થિતી મેળવવા માટે કામ કરવામાં આવે છે ત્યારે ફિલ્ડીંગ બાજુએ અનુકૂળ પરિસ્થિતી એક ચાવીરૂપ ભૂમિકા બને છે. ક્રિકેટનો દડો એવું પ્રાથમિક માધ્યમ છે જેને ફટકારીને રન લેવું સલામત છે કે પછી દડાને બાઉન્ડ્રીની બહાર મેળવી શકાય છે એ નક્કી કરીને પછી બેટ્સમેન રન બનાવી શકે છે.
 
ટેસ્ટ ક્રિકેટ અને બીજી સ્થાનિક કક્ષાએ રમાતી મોટાભાગની રમત અનેક દિવસો સુધી ચાલે છે અને એમાં વપરાતો દડો પરંપરાગત રીતે લાલ રંગનો હોય છે. ઘણી એક દિવસીય ક્રિકેટ મેચોમાં, દડાનો રંગ સફેદ હોય છે. આ સિવાય તાલીમ દરમિયાન અથવા તો બિનસત્તાવાર મેચોમાં વિન્ડ બૉલ અથવા તો ટેનિસ દડાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ક્રિકેટ મેચો દરમિયાન દડાની ગુણવત્તા એ રમવા માટે નકામો થઈ જાય એ સ્તર સુધી બદલાતી હોય છે અને આ બદલાવના દરેક તબક્કા દરમિયાન એના ગુણધર્મોમાં સતત ફેરફાર થતો રહે છે જેની મેચના પરિણામ પર ભારે અસર પડે છે. આ કારણે જ મેચ દરમિયાન ક્રિકેટના સત્તાવાર નિયમોમાં જેટલી મંજૂરી આપવામાં આવી છે એની લક્ષ્મણરેખાની બહાર દડામાં ફેરફાર કરવા પર પ્રતિબંધ છે અને આ કારણે જ જ્યારે દડા સાથે નિયમોની બહાર જઈને છેડછાડ કરાય છે ત્યારે બૉલ ટેમ્પરિંગનો મુદ્દો અગણિત વિવાદોનું કારણ બને છે.