વિશ્વામિત્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : ઋગ્વેદના ત્રીજા મંડલના સૂક્તોના કર્તા, અયોધ્યાના [[સૂર્યવંશી]…
 
લીટી ૯:
આ પછી મહા તપોબળી વિશ્વામિત્રે સિદ્ધાશ્રમમાં ઘણા યજ્ઞો કર્યા. રાક્ષસોનું જોર બહુ વધી ગયું હતું અને યજ્ઞમાં આવી વિધ્ર કરતા. યજ્ઞના પ્રસંગમાં કોઈને શાપ દેવાય નહિ એવી શાસ્ત્રમર્યાદા હોવાથી વિશ્વામિત્રે દશરથ રાજા પાસેથી રામની માગણી કરી ને રામ લક્ષ્મણ પાસે ઘણા રાક્ષસોનો નાશ કરાવ્યો. વિશ્વામિત્રને ગાલ્લવ નામે પુત્ર હતો અને ગાલ્લવ નામનો એક શિષ્ય પણ હતો. તેને માધવીથી અષ્ટક નામે એક પુત્ર થયો હતો. વિશ્વામિત્રના કુળમાં પોતે સુદ્ધાં તેરે મંત્રદષ્ટા ઋષિ થઈ ગયા છે. વિશ્વામિત્ર પોતે, દેવરાત-શુન:શેપ, મધુચ્છંદ, અધમર્ષણ, અષ્ટક, લોહિત-રોહિત, ભૃતકીલ, માંબુદ્ધિ, દેવશ્રવા, દેવરત, ધનંજય, શિશિર, શાલકાયન. આ સિવાય પણ તેને ઘણા પુત્રો થયા છે: વિશ્વામિત્ર પ્રજાપક્ષી હતા, જે રાજાના રાજ્યમાં પ્રજાને દાદ મળતી ન હોય ને અધિકારીઓ જુલમી હોય તેની સામે પ્રજાપક્ષે થતા ને ભાષણોદ્વારા ટીકા કરી તૂટી પડતા. રાજાઓને સલાહ આપવામાં એ એક મોટા પ્રધાન જેવા હતા. તેમણે ધનુર્વેદ પ્રથમ ક્ષત્રિયોને શીખવ્યો હતો. તેમે ધનુવિદ્યાનો મહાન ગ્રંથ રચ્યો છે. તે વિદ્યામાં તેઓ ઘણા જ પ્રસિદ્ધ થયેલા છે. રાજાઓ એકાંતમાં તેની સલાહ લેતા અને વિશ્વામિત્ર દેશની પ્રજાની દાહ હૈયે ધરી તેમને સુખી કરવાને પ્રયત્ન કરતા. એ પ્રજાપક્ષી બ્રહ્મષિ સપ્તઋષિના રાજ્ય પંચમાં નિમાયા હતા. એ ચાલુ મન્વંતરમાં [[સપ્તષિ]]માં ગણાય છે. રાજ્ય જેવી સમૃદ્ધિ અને વૈભવને છોડી બ્રહ્મપદની પ્રાપ્તિમાં અને પ્રજાને સુખી કરવામાં એણે દેહ અર્પણ કર્યો હતો. ક્ષણિક વસ્તુઓ તેમને તુચ્છ હતી. તપ અને મનુષ્યનું કલ્યાણ કરવું એજ તેને પ્રિય હતું. તત્વજ્ઞાન અને ધર્મનીતિનો ઠેકઠેકાણે ઉપદેશ આપતા. એ પોતાના આત્મબળના પરાક્રમથી આર્યાવર્તમાં અમર કીર્તિ રાખી ગયા છે.
 
== સ્ત્રોત ==
* [http://www.bhagvadgomandal.com/index.php ભગવદ્ગોમંડલ], જ્ઞાનકોશ
* અંગ્રેજી વિકિપીડિયા
 
[[શ્રેણી:મહાભારત]]