એમ. વિશ્વેશ્વરૈયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લેખનો વિસ્તાર કરેલ છે.
નાનુંNo edit summary
લીટી ૨૫:
 
== જન્મ અને શિક્ષણ ==
વિશ્વેશ્વરૈયાનો જન્મ હાલના કર્ણાટક રાજ્યનાં મુડેનહલ્લીમુદેનહલ્લાદી ગામમાં એક તેલુગુ બ્રાહ્મણ કુટુમ્બમાં થયો હતો. સર વિશ્વેશ્વરૈયાએ તેમનું પ્રાથમીક શિક્ષણ બેંગલુરુમાં( તત્કાલીન બેંગલોર) લીધુ હતુ ત્યારબાદ મદ્રાસ વિશ્વવિદ્યાલયમાંથી વિજ્ઞાનના વિષયમાં સ્નાતકની પદવી મેળવી હતી. સ્નાતકની પદવી બાદ તેઓ તત્કાલીન 'બોમ્બે યુનીવર્સીટી' સંચાલીત પૂણેની ઇજનેરી કોલેજમાંથી સિવિલ ઇજનેરીની પદવી હાંસલ કરી હતી.
 
== ઇજનેરી કારકિર્દી ==
વિશ્વેશ્વરૈયા સિવિલ ઇજનેરીની પદવી લઈને તેઓ મુંબઈ રાજ્યના જાહેર બાંધકામ ખાતામાં જોડાયા હતાં અને ત્યારબાદ ભારતીય સિંચાઈ આયોગમાં જોડાયા હતાં. તેંમના માર્ગદર્શન હેઠળ દખ્ખણનાં ઉચ્ચપ્રદેશમાં વિવિધ સિંચાઈ યોજનાઓ અમલમાં મુકી હતી. વિશ્વેશ્વરૈયા દ્વારા નિર્મીત સ્વંયસંચાલીત 'વોટર ફ્લડગેટ'ની રચના પુણે નજીક આવેલા ખડકવાસલા ખાતે કરવામાં આવી હતી જેનો બાદમાં ગ્વાલીયર અને ક્રુષ્ણરાજસાગર બંધના નિર્માણમાં કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓએ એડન( યેમન) શહેરમાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાનાં નિર્માણમાં તેમનું યોગદાન આપ્યુ હતું. આ ઉપરાંત હૈદરાબાદ શહેરની પૂર નિયંત્રણ યોજના અને વિશાખાપટ્ટનમ બંદરને ઘસારાથી થતુ નુકશાન રોકવાની પ્રણાલીને બનાવવામાં ફાળો આપ્યો હતો. તેમનાં મૈસૂર રાજ્યના દિવાનપણા હેઠળ મૈસુર રાજ્યના ઔદ્યોગિકરણ માટે મૈસૂર સોપ ફેક્ટરી, પેરાસીટોઈડ લેબ,મૈસૂર આયર્ન અને સ્ટીલ વર્ક્સ ,જયચંદ્રમહારાજેન્દ્ર પોલિટેકનીક, બેંગલોર ક્રુષિ વિદ્યાલય, વિશ્વેશ્વરૈયા ઇજનેરી મહાવિદ્યાલય અને સ્ટેટ બેંક ઓફ મૈસૂરની સ્થાપનામાં ભાગ ભજવ્યો હતો.
 
== મૈસૂર રાજ્યના દિવાન ==
૧૯૦૮ની સાલમાં તેઓએ સરકારી નોકરીમાંથી નિવ્રુત્તી લીધી હતી. શરુઆતમાં તેઓ હૈદરાબાદ રાજ્યમાં અને બાદમાં મૈસૂરરાજ્યમાં મુખ્ય ઇજનેર તરીકે જોડાયા હતાં. ૧૯૧૨ણિ સાલમાં તેઓ મૈસૂર રાજયના દિવાનપદે નિમાયા હતાં. તે સમયગાળા દરમ્યાન મૈસૂર રાજ્યમાં અનેક રેલ્વે લાઈન નાંખવામાં આવી હતી. ૧૯૧૯ની સાલમાં તેઓએ દિવાન તરીકે નિવ્રુત્ત થયા હતાં.
 
== અવોર્ડ અને સન્માનો ==
 
* ૧૯૧૧- તત્કાલીન બ્રિટીશ સરકાર દ્વારા 'ઓર્ડર ઓફ એમ્પાયર'નો ખિતાબ આપવામાં આવ્યો હતો.
* ૧૯૧૫- તત્કાલીન બ્રિટીશ સરકાર દ્વારા 'નાઈટહુડ'નો ખિતાબ આપવામાં આવ્યો હતો.
* ૧૯૫૫- ભારત સરકાર દ્વારા 'ભારત રત્ન'નો ખિતાબ આપવામાં આવ્યો હતો.
* ૧૯૨૩ માં ભારતની વિજ્ઞાન કોંગ્રેસના પ્રમુખ નિમાયા હતાં.
* લંડનની સિવિલ એન્જીન્યરીંગ ઇન્સ્ટીટુટ દ્વારા અને ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ દ્વારા માનદ સભ્યથી નિમણૂંક થઈ હતી.
* ૮ જેટલા વિશ્વવિદ્યાલયો દ્વારા 'ડોક્ટર ઓફ્ સાયન્સ' અને ' ડોકટર ઓફ લિટરેચર'ની પદવીઓ મળી હતી.
* તેમની યાદગીરીમાં કર્ણાટક રાજ્યની ટેકનોલોજી યુનિવર્સીટી,ઇજનેરી કોલેજ અને બેંગ્લોરનુ સંગ્રહાલય અને નાગપુરની ઇજનેરી કોલેજના નામો રાખવામાં આવ્યા છે.
* દિલ્હી - પિંક લાઈન ( વિશ્વેશ્વરૈયા સ્ટેશન- મોતી બાગ) અને બેંગલુરુની-પર્પલ લાઇન(વિશ્વેશ્વરૈયા સ્ટેશન- સેન્ટ્રલ કોલેજ )મેટ્રો રેલ્વે લાઇનના સ્ટેશનોના નામ તેમની યાદગીરીમાં રાખવામાં આવેલ છે.
 
== સંદર્ભ ==