વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ

વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કૉલેજ (વીજીઈસી), જે સરકારી ઇજનેરી કોલેજ, ચાંદખેડા (જીઇસી, ચાંદખેડા) તરીકે પણ ઓળખાય છે, અમદાવાદ જિલ્લાના ચાંદખેડા ખાતે આવેલી કોલેજ છે. વીજીઈસી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સાથે સંકળાયેલ છે. આ કોલેજની સ્થાપના ૧૯૯૪માં કરવામાં આવી હતી, જે એમ.એસ. બિલ્ડિંગ, સેક્ટર ૧૧, ગાંધીનગરથી સંચાલન કરી રહી છે. નવા કેમ્પસનું ઉદ્ઘાટન ૨૦૦૫માં ભારતના વડાપ્રધાન અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.

ઇતિહાસ ફેરફાર કરો

 
કોલેજનો વિદ્યાર્થી વિભાગ

વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કૉલેજ, અમદાવાદની સ્થાપના ઓગસ્ટ ૧૯૯૪માં કરવામાં આવી હતી, જેમાં એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચ શિક્ષણ આપવાનો ઉદ્દેશ હતો. આ સંસ્થા ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનીકલ એજ્યુકેશન (એઆઈસીટીઇ), નવી દિલ્હી દ્વારા માન્ય છે. આ કૉલેજને ટેકનિકલ શિક્ષણ કમિશ્નરની કચેરી, ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી સાથે સંકળાયેલ છે.

૧૯૯૪માં શરૂઆત થઇ ત્યારે, કોલેજમાં ત્રણ વિભાગો - ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલ એન્જિનિયરિંગ અને કેમિકલ એન્જિનિયરિંગ હતા. અન્ય વિભાગો પછીથી રજૂ કરવામાં આવ્યા હતા. ત્રણ વિભાગો એનબીએ માન્યતાપ્રાપ્ત છે. વિદ્યાર્થી વિભાગ જૂન ૨૦૦૫માં કોલેજ તેના નવા કેમ્પસ ખાતે ચાંદખેડા, અમદાવાદ ખાતે ખસેડવામાં આવી ત્યારે થયો હતો. નવા કેમ્પસમાં કુલ ૧૪ બ્લોક્સ છે, જેમાં બિલ્ડિંગ અંદાજે ૨૧,૦૦૦ ચો.મીટર વિસ્તાર ધરાવે છે.

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની નવી ઇમારત આ કોલેજના કેમ્પસમાં આવેલી છે.

બાહ્ય કડીઓ ફેરફાર કરો