વુલ્ફગૅંગ પાઉલી

ઓસ્ટ્રિયન ભૌતિકશાસ્ત્રી

વુલ્ફગૅંગ અર્ન્સ્ટ પાઉલી (અંગ્રેજી: Wolfgang Ernst Pauli; જ. ૨૫ એપ્રિલ ૧૯૦૦, વિયેના; અ. ૧૫ ડિસેમ્બર ૧૯૫૮, ઝુરિચ) ઓસ્ટ્રિયન ભૌતિકવિજ્ઞાની હતા, જેમને પરમાણુ ભૌતિકશાસ્ત્રનો ખૂબ જ મહત્વનો અપવર્જનનો નીયમ શોધવા બદલ ૧૯૪૫ના વર્ષનુ ભૌતિકશાસ્ત્રનુ નોબેલ પારિતોષિક એનાયત થયુ હતુ.

વુલ્ફગૅંગ પાઉલી
જન્મની વિગત
વુલ્ફગૅંગ અર્ન્સ્ટ પાઉલી

(1900-04-25)25 April 1900
વિયેના, ઓસ્ટ્રિયા-હંગેરી
મૃત્યુ15 December 1958(1958-12-15) (ઉંમર 58)
ઝુરિચ, સ્વિટઝરલૅન્ડ
રાષ્ટ્રીયતાઓસ્ટ્રિયા
શિક્ષણ સંસ્થાલુડવિગ મૅક્સમિલન્સ યુનિવર્સિટી
પ્રખ્યાત કાર્યપાઉલીનો અપવર્જનનો નીયમ
પુરસ્કારો
વૈજ્ઞાનિક કારકિર્દી
ક્ષેત્રભૌતિકશાસ્ત્ર
શોધનિબંધAbout the Hydrogen Molecular Ion Model (૧૯૨૧)
ડોક્ટરલ સલાહકારઆર્નૉલ્ડ સૉમરફિલ્ડ
અન્ય શૈક્ષણિક સલાહકારોમૅક્સ બૉર્ન

પ્રારંભિક જીવન

ફેરફાર કરો

તેમનો જન્મ ૨૫ એપ્રિલ ૧૯૦૦ના રોજ વિયેનામાં થયો હતો. તેમના પિતા વુલ્ફગૅંગ જોસૅફ પાઉલી રસાયણશાસ્ત્રી હતા. પાઉલીએ ૨૦ વર્ષની નાની વયે વિશ્વકોશ માટે સાપેક્ષવાદના સિદ્ધાંત (theory of relativity) ઉપર ૨૦૦ પાનાનો વ્યાપ્તિલેખ લહ્યો હતો. ૧૯૨૩માં હૅમબર્ગની યુનિવર્સિટીમાં તેઓ વ્ય્ખ્યાતા બન્યા હતા અને તેના બીજા જ વર્ષે સૂચવ્યું કે, ક્વૉન્ટમ સિદ્ધાંતમાં, જેનું સાંખ્યિક મૂલ્ય +૧ કે -૧ હોઈ શકે તેવા ચોથા ક્વૉન્ટમ અંકની આવશ્યકતા હતી. ત્યારબાદ તેમને એ પણ શોધ્યુ કે આ બે મૂલ્યો ફર્મિયોન કણોના પ્રચક્રણ (spin)ની બે શક્ય દિશાઓ બતાવે છે. તેમણે ૧૯૨૫માં અપવર્જન સિદ્ધાંત જાહેર કર્યો, જે ઈલેક્ટ્રૉનને લાગુ પાડતાં, તત્વોના આવર્ત કોષ્ટક (periodic table)ના માળખાની યથાર્થતાની સ્પષ્ટતા કરતો હતો. આ નિયમની શોધ માટે, આઈન્સ્ટાઈને ને નોબેલ પારિતોષિક માટે તેમના નામની ભલામણ કર્યા બાદ,૧૯૪૫માં તેમને ભૌતિકશાસ્ત્રનુ નોબેલ એનાયત થયુ હતુ.[]

૧૯૩૦માં જ્યારે રેડિયોઍક્ટિવિટીના બીટા ક્ષયના પ્રયોગમાં 'ઉર્જા સંરક્ષણના નિયમ' નો ભંગ થતો હોય તેવું લાગ્યુ ત્યારે પાઉલીએ અશૂન્ય દ્રવ્યમાન અને શૂન્ય વિદ્યુતભાર ધારવતા ન્યુટ્રિનો નામના મૂળભૂત કણની પરિકલ્પના કરી હતી. ૧૯૩૩ ઍનરિકો ફર્મીએ આ કણ વિશેનો મૂળભૂત સિદ્ધાંત આપ્યો હતો. ૧૯૫૬માં રેઈન્સ અને કોવેન્સે ન્યુક્લિયર રિએક્ટરનો ઉપયોગ કરી પ્રાયોગીક રીતે ન્યુટ્રિનોની શોધ કરી હતી.[]

  1. ત્રિવેદી, ચંદ્રકાન્ત કે. (૧૯૯૯). ગુજરાતી વિશ્વકોશ. ૧૧. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૧૨૦-૧૨૧.
  2. છાયા, ડૉ. વિહારી (ડિસેમ્બર ૨૦૧૫). "ન્યુટ્રિનોની બદલાતી અવસ્થા". વિશ્વવિહાર. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૬-૮. ISSN 2321-6999.