વેબ શોધ એન્જીન
વેબ શોધ એન્જિન એ વર્લ્ડ વાઈડ વેબ (World Wide Web) પર વિવિધ માહિતી શોધવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. શોધ લીસ્ટને સામાન્ય રીતે યાદીમાં દર્શાવવામાં આવે છે અને જેને સામાન્ય રીતે હીટ્સ કહેવામાં આવે છે. જે માહિતી મળે છે તેમાં વેબ પૃષ્ઠ (web page), છબીઓ, માહિતી અને અન્ય પ્રકારની ફાઈલો હોય છે. કેટલાક શોધ એન્જિનો ન્યુઝબુક, ડેટાબેઝ અને અન્ય પ્રકારની ઓપન ડીરેક્ટરી (open directories)ઓની વિગતો પણ આપે છે. વ્યકિતઓ દ્વારા દુરસ્ત થતી વેબ ડાયરેક્ટરીઝ (Web directories)થી અલગ રીતે, શોધ એન્જિન ઍલ્ગરિધમનો અથવા ઍલ્ગરિધમ (algorithmic) અને માનવીય બાબતોના મિક્ષણનો ઉપયોગ કરે છે.
ઇતિહાસ
ફેરફાર કરોવેબ શોધ એન્જિન પહેલા વેબ સર્વરનું સમગ્ર લીસ્ટ હોતું હતું. આ લીસ્ટને ટીમ બેર્નર્સ-લી (Tim Berners-Lee) દ્વારા સંપાદિત કરવામાં આવ્યુ હતું અને CERN ના વેબસર્વર પર હોસ્ટ કરવામાં આવ્યું હતું. 1992નો એક ઐતિહાસિક સ્નેપશોટ[૧]વધુને વધુ વેબસર્વર ઓનલાઈન થવા લાગ્યા જેથી કેન્દ્રીય લીસ્ટ વ્યવસ્થિત રાખી શકાયું નહીં. NCSAની સાઈટ પર"વોટ્સ ન્યુ" ( "What's New!")લેબલ હેઠળ નવા સર્વર જાહેર કરવામાં આવતા હતા.પરંતુ આખી યાદી ક્યારેય અસ્તિત્વમાં ન આવી .[૨]
(વેબ પહેલા)ઈન્ટરનેટ પર શોધ માટે આર્ચી(Archie) (Archie)નો ઉપયોગ થતો હતો.[૩] નામ "v" વગર આર્કાઇવ તરીકે કહેવાય છે.મોન્ટેરિયલ ખાતેની મેકગીલ યુનિવર્સિટી (McGill University)ના એલન એમ્ટેજ(Alan Emtage) (Alan Emtage) દ્વારા 1990માં આની શોધ કરવામાં આવી જાહેર એફટીપી સાઈટ(FTP)(ફાઈલ ટ્રાન્સફર પ્રોટોકોલ (File Transfer Protocol))માં રહેલી હોય તેટલી ડિરેક્ટરી ડાઉનલોડ થાય છે. જે દ્વારા ફાઈલના નામ સાથેનો શોધી શકાય તેવો ડેટાબેઝ તૈયાર થાય છે. આર્ચી પાસે સાઈટમાં હોય તે કન્ટેન્ટનો ઈન્ડેક્ષ હોતો નથી.
ગ્રોફર (Gopher)(માર્ક મેકકેહિલ (Mark McCahill) દ્વારા યુનિવર્સિટી ઓફ મિન્નેસોટા (University of Minnesota) )નો ઉદભવ દ્વારા બીજા બે શોધ એન્જિન પ્રોગ્રામ વેરોનિકા (Veronica) અને જગહેડ (Jughead)બનાવવામાં આવ્યા, આર્ચીની જેમ, તેઓ પણ ગ્રોફેર ઈન્ડેક્ષ સિસ્ટમમાં પડેલા ફાઈલના નામ અને ટાઈટલ શોધતા હતા. વેરોનિકા (Very Easy Rodent-Oriented Net-wide Index to Computerized Archives) જે સમગ્ર ગ્રોફેર ઈન્ડેક્ષમાં હોય તેમાંથી ગોફેર મેનુ ટાઈટલનો કીવર્ડ શોધી આપતી હતી. જેગહેડ (Jonzy's Universal Gopher Hierarchy Excavation And Display) કેટલાક ચોક્કસ ગોફેર સર્વરમાંથી મેનુ માહિતી લેવા માટે આ ટુલનો ઉપયોગ થતો હતો. જ્યારે શોધ એન્જિન "આર્ચી(Archie)" (Archie)જેનો સંબંધ "આર્ચી કોમિક બુક" (Archie comic book) શ્રેણી સાથે નથી. "વેરોનિકા " (Veronica)અને "જગહેડ" (Jughead)આ શ્રેણીમાં પાત્રો હોય છે જેથી પુર્વગામીના રેફરન્સ માટે તેનો ઉપયોગ કરાયો હતો.
1993ના જુન મહિનામાં તે વખતે એમઆઈટી (MIT)માં અભ્યાસ કરતા મેથ્યુ ગ્રે(Matthew Gray)એ સૌપ્રથમ વેબ રોબોટ (web robot) બનાવ્યો જે પર્લ (Perl)બેઝ હતો જેનું નામ વર્લ્ડ વાઈડ વેબ વાન્ડેરેર (World Wide Web Wanderer) અને તેનો ઉપયોગ" વાનડેક્ક્ષ"( 'Wandex'.) કહેવાતા ઈન્ડેક્ષને જનરેટ કરવામાં થતો હતો. વાન્ડેરેરનો હેતુ વર્લ્ડ વાઈડ વેબનું કદ માપવાનો હતો જે તેને 1995 સુધી કર્યું. નવેમ્બર 1993માં અલિવેબ(Aliweb) (Aliweb)શોધ એન્જિન શરૂ થયુંઅલિવેબ વેબમાં વેબ રોબોટ (web robot)નો ઉપયોગ કરતો ન હતો, પરંતુ તેના બદલે વેબસાઈટના સંચાલક દ્વારા ઈન્ડેક્ષ ફાઈલને ચોક્કસ ફોર્મેટમાં સેવ કરવાના કાર્ય પર આધાર રખાતો હતો.
જમ્પસ્ટેશન(JumpStation) (JumpStation)(1993માં લોંચ કરવામાં આવ્યું[૪]) વેબ રોબોટ (web robot)નો ઉપયોગ વેબ પેજ શોધવા અને તેનો ઈન્ડેક્ષ બનાવવા કરતો હતો અને વેબ ફોર્મ (web form)નો ઈન્ટરફેસ તરીકે ક્વેરી પ્રોગ્રામ માટે ઉપયોગ કરતો હતો. જેથી આ WWWના ટુલમાં પ્રથમ વખત આ પ્રકારનું વેબ શોધ એન્જિન અસ્તિત્વમાં આવ્યું. (ક્રાઉલિંગ, ઈન્ડેક્ષિંગ અને સર્ચિંગ) જેનું વર્ણન નીચે કરવામાં આવ્યું છે. તે જે પ્લેટોફોર્મ પર ચાલતું હતું તેની મર્યાદિત ક્ષમતાને કારણે ઈન્ડેક્ષિંગ અને તેના લીધે શોધ પણ વેબ પેજ પર ઉપલબ્ધ ટાઈટલ અને હેડીંગ પુરતી જ સીમિત રહેતી હતી.
"ફુલ ટેક્સ્ટ " ધરાવતું ક્રાઉલર બેઝ શોધ એન્જિન વેબ ક્રાઉલર(WebCrawler) (WebCrawler) હતું. જે 1994માં બહાર પડ્યું. તેના પુર્વગામી કરતા ભિન્ન, જે દ્વારા વપરાશકર્તાના વેબ પેજના કોઈ પણ શબ્દની શોધ કરી શકતા હતા, જે બધા જ મોટા શોધ એન્જિન માટે એક પ્રમાણ બની ગયું હતું. આ ઉપરાંત તે લોકોમાં જાણીતું હોય તેવું પહેલું શોધ એન્જિન પણ બન્યું હતું. તેમજ 1994માં લાયકોસ(Lycos) (Lycos)(જેનો પ્રારંભ કાર્નેગી મેલોન યુનિવર્સિટી (Carnegie Mellon University)દ્વારા કરાયો હતો.)ને લોંચ કરવામાં આવ્યું અને કમર્શિયલ પ્રયત્નોમાં મોટું સ્થાન મેળવ્યું.
તેના બાદ તરત જ, ઘણા વેબ શોધ એન્જિન આવ્યા અને લોકપ્રિય થયા. જેમાંમેગેલન(Magellan) (Magellan), એક્સાઈટ(Excite) (Excite), Iઈન્ફોસિક(Infoseek) (Infoseek), ઈન્કટોમી(Inktomi) (Inktomi), નોર્થ લાઈટ(Northern Light) (Northern Light), અને અલ્ટાવિસ્ટા(AltaVista) (AltaVista).નો સમાવેશ થાય છે.યાહુ(Yahoo!) (Yahoo!)લોકોમાં તેમના રસની વસ્તુ ધરાવતા વેબ પેજ શોધવામાં લોકપ્રિય એન્જિનોમાં એક હતું. પરંતુ તે વેબ પેજની બધી જ ટેક્સ્ટને બદલે ફકત તેની વેબ ડાયરેક્ટરી (web directory) દ્વારા જ શોધ કરતું હતું. કીવર્ડ શોધને બદલે વપરાશકર્તાએ ડાયરેક્ટરી પણ જોવી પડતી હતી.
1996માં, નેટસ્કેપ (Netscape) સિંગલ શોધ એન્જિન આપવા માટે તપાસ કરતું હતું. પાંચ મોટા શોધ એન્જિન સાથે નેટસ્કેપ દ્વારા સોદો થાય તેના કરતા બીજી પણ રસની વાત હતી. નેટસ્કેપ શોધ એન્જિનના પેજને બદલે વારાફરતી દરેક પાંચ વેબ શોધ એન્જિનને વાર્ષિક પાંચ મિલિયન ડોલર મળવાના હતા. જે પાંચ શોધ એન્જિન હતા તે: યાહુ(yahoo) (Yahoo!), મેગેલન(Magellan) (Magellan), લાયકોસ(Lycos) (Lycos), ઈન્ફોસિક(Infoseek{) (Infoseek) અનેએક્સાઈટ(Excite) (Excite).
1990ના અંતિમ ભાગમાં જે ઈન્ટરનેટના માધ્યમ દ્વારા જે તારાઓ ચમકી ગયા હતા તેમાં વેબ શોધ એન્જિનનો પણ સમાવેશ થતો હતો. [૫]ઘણી કંપનીઓ આ ક્ષેત્રમાં પ્રવેશી અને કેટલીક કંપનીઓએ પ્રાથમિક જાહેર ભરણાં (initial public offering) દ્વારા સારા એવા નાણા એકઠા કર્યા કેટલીક કંપનીઓએ લોકો માટેના શોધ એન્જિનને બંધ કર્યું અને નોર્થ લાઈટ જેવી કંપનીઓએ માત્ર માર્કેટિંગ એન્ટરપ્રાઈઝ માટેની આવૃતિ ચાલૂ રાખી.ઘણી કંપનીઓ ડોટ કોમ બબલ (dot-com bubble)ની ઝપટમાં આવી ગઈ હતી, ધારણાઓ આધારિત આ બુમ 1999માં ટોચ પર પહોંચી અને 2001માં તેનો અંત આવ્યો.
2000ની સાલ દરમિયાન ગુગલ(Google) શોધ એન્જિને (Google search engine)આ ક્ષેત્રમાં આગળ પડતું સ્થાન મેળવી લીધું હતું. [સંદર્ભ આપો]કંપનીએ ઘણા બધા શોધના પરિણામમાં સારૂ પ્રદર્શન કર્યું હતું. જે માટે પુષ્ઠ ક્રમ (PageRank)નો નવીન ખ્યાલ કારણભૂત હતો. પુનરાવર્તન પામતું ઍલ્ગરિધમ નંબર, અન્ય વેબસાઈટોના પેજરેંક તેમજ લિંક જે સ્થળે હોય તેનો આધાર રાખીને વેબ પેજને રેંક આપતું હતું આ સ્થળે સારા અને ઈચ્છિત પેજ એકથી વધુ સાથે લિંક કરી દેવામાં આવતા હતા.ગુગલે(Google) તેના શોધ એન્જિનમાં ઓછામાં ઓછા ઈન્ટરફેસ રાખ્યા હતા. આનાથી ભિન્ન રીતે, તેની ઘણી હરીફ કંપનીઓએ શોધ એન્જિનને વેબ પોર્ટલ (web portal)માં ફીટ કરી દીધું હતું.
2000માં, યાહુ(yahoo)એ શોધ સુવિધા શરૂ કરી જે ઈન્કટોમી (Inktomi)ના શોધ એન્જિન પર આધારિત હતી. 2002માં યાહુ(yahoo)એ ઈન્કટોમી (Inktomi)ને અને ઓવરચર(Overture) (Overture)(ઓલધવેબ(AlltheWeb) (AlltheWeb) અને અલ્ટાવિસ્ટા(AlltheWeb) (AltaVista)ની માલિક કંપની)ને 2003માં હસ્તગત કરીયાહુ(yahoo) વપરાશકર્તાને 2004 સુધી ગુગલ(Google)ના શોધ એન્જિન સુધી પહોંચાડતું હતું, પરંતુ ત્યાર બાદ તેમણે હસ્તગત કરેલી કંપનીઓની ટેક્નોલોજી પર આધારીત પોતાનું શોધ એન્જિન શરૂ કર્યું.
માઈક્રોસોફ્ટે એમએસએન(MSN) શોધ લોંચ કર્યું(ત્યાર બાદ તેને લાઈવ સર્ચ (Live Search)તરીકે રીબ્રાન્ડેડ કર્યું) માઈક્રસોફટ 1998 સુધી ઈન્કટોમી(Inktomi) (Inktomi)ના શોધ પરિણામનો ઉપયોગ કરતું હતું. 1999ના શરૂઆતના તબક્કામાં આ સાઈટે લુકસ્માર્ટ(Looksmart) (Looksmart) અને ઈન્કટોમી(Inktomi) (Inktomi)ના પરિણામ પણ દર્શાવવા લાગ્યું હતું. 1999માં માત્ર થોડા સમય માટે અલ્ટાવિસ્ટા(AltaVista) (AltaVista)ના પરિણામનો ઉપયોગ કરવામાં આવ્યો 2004માં માઈક્રોસોફ્ટે પોતાની ટેક્નોલોજી તરફ વળવાની શરૂઆત કરી અને તેણે શોધ એન્જિનને પોતાના વેબ ક્રાઉલર (web crawler)(એમએસએનબોટ (msnbot))થી સજ્જ બનાવ્યું
2007ના અંતભાગ સુધીમાં વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય શોધ એન્જિન ગુગલ(Google) બની ગયું હતું.[૬] [૭]વિવિધ દેશોને લગતા ચોક્કસ શોધ સર્ચ એન્જિન પણ જાણીતા બન્યા દાખલા તરીકે બાઈદુ(Baidu) (Baidu) શોધ એન્જિન ચીન (People's Republic of China)માં અને guruji.com (guruji.com)ભારત (India)માં સૌથી વધુ લોકપ્રિય હતા.[૮]
વેબ શોધ એન્જિન કેવી રીતે કામ કરે છે?
ફેરફાર કરોશોધ એન્જિન નીચે આપેલા ક્રમમાં કામ કરે છે.
wwwના ઘણા બધા વેબ પુષ્ઠો પરથી માહિતી એક્ઠી કરવામાં આવી હોય છે જે દ્વારા વેબ શોધ એન્જિન કામ કરે છે.આ પુષ્ઠ વેબ ક્રાઉલર (Web crawler)(કેટલીક વખત તેને સ્પાઈડર તરીકે પણ ઓળખાવાય છે) અને એમડાસ દ્વારા મેળવવામાં આવે છે, ઓટોમેટેડ વેબ બ્રાઉઝર દરેક લિંકને અનુસરે છે.રોબોટ્સ.ટીએક્સટી(robots.txt) (robots.txt)ના ઉપયોગ દ્વારા બાકાત રખાય છે. દરેક પૃષ્ઠ પરથી મેળવવામાં આવેલી માહિતીનું વિશ્લેષ્ણ કરાય છે અને નક્કી કરવામાં આવે છે કે તેને કેવી રીતે અનુક્રમણિકા (indexed)માં મુકવામાં આવશે.(દાખલા તરીકે, મથાળું, શીર્ષક, અને સ્પેશિયલ ફિલ્ડમાંથી લેવામાં આવેલા શબ્દોને મેટાટેગ્સ (meta tags)કહેવાય છે. વેબ પૃષ્ઠના ડેટાને બાદની પુછપરછમાં કામમાં આવે તે માટે અનુક્રમણિકા ડેટાબેઝમાં સંગ્રહ કરવામાં આવે છે.કેટલાક શોધ એન્જિન, જેમ કે ગુગલ(Google) (Google) મુળ પૃષ્ઠ(જેને કેચ (cache)કહેવાય છે)ના બધા જ ભાગને તેમજ વેબ પૃષ્ઠ અંગેની માહિતીનો સંગ્રહ કરે છે, જ્યારે અલ્ટાવિસ્ટા (AltaVista)તેઓએ શોધેલા દરેક પૃષ્ઠના દરેક શબ્દને સંગ્રહે છે. કેચ પૃષ્ઠ હંમેશા ચોક્કસ શોધ વાક્યને પકડી રાખે છે જે ખરેખરમાં અનુક્રમણિકામાં સમાવેશ કરાયો હોય છે.જેથી આ ત્યારે વધારે ઉપયોગી થઈ પડે છે જ્યારે ચાલુ પૃષ્ઠના વિષયમાં ફેરફાર કરવામાં આવે તો શોધની જે વ્યાખ્યા હોય છે તે ચાલુ રહેતી નથી. આ સમસ્યાને લિંકરૂટ (linkrot)ની હળવા પ્રકારની સમસ્યા ગણવામાં આવે છે, ગુગલ(Google) તેની વધતી ઉપયોગીતા (usability)ને તેના વપરાશકર્તાઓની અપેક્ષાઓને (user expectations)સંતોષીને મેળવે છે. ગુગલ શોધનો જે શબ્દ હોય છે તે પાછલા પૃષ્ઠ પર પણ ઉપલબ્ધ કરાવે છે. ગુગલ(google) હંમેશા ગ્રાહકને ઓછા આશ્રર્યચકિત કરવા સિંદ્ધાંત (principle of least astonishment)પર કામ કરે છે. સામાન્ય રીતે વપરાશકર્તા આશા રાખે છે કે શોધનો શબ્દ પાછલા પૃષ્ઠ પર હશે જ. હકીકતમાં જે ડેટા હોય છે તે અન્યત્ર પણ ઉપલબ્ધ ન હોવા છંતા, સર્ચના શબ્દની સુસંગતતાથી કેચ પેજ વધારે ઉપયોગી બને છે.
જ્યારે વપરાશકર્તા શોધ એન્જિન(પરંપરાગત રીતે કીવર્ડ (key word) દ્વારા) પોતાની પુછપરછ (query)ને લગતો શબ્દ મુકે છે, એન્જિન સૌપ્રથમ અનુક્રમણિકા (index)માં તપાસ કરે છે અને તેના માપદંડ મુજબ સૌથી નજીકના શબ્દ ધરાવતા વેબ પૃષ્ઠને પ્રદર્શિત કરે છે, સામાન્ય રીતે વિષયની સમરી અને દસ્તાવેજના ટાઈટલ અને તેના વાક્યને આધારે શોધ એન્જિન આ પેજ પ્રદર્શિત કરે છે. મોટાભાગના સર્ચ એન્જિનો વધુ શોધ પૂછપરછ (search query) માટે બુલેન ઓપરેટર (boolean operators), અને, અથવા અને નહીંનો ઉપયોગ કરે છે. કેટલાક શોધ એન્જિનો પ્રોક્સીમીટી શોધ (proximity search)કહેવાતી એડવાન્સ સિસ્ટમની સુવિધા આપે છે જે દ્વારા વપરાશકર્તા કીવર્ડના અંતરને વધુ ચોક્કસ રીતે માપી શકે છે.
શોધ એન્જિનની સફળતા અને ઉપયોગીતા જે પરિણામ નક્કી કરવામાં આવ્યું છે તેની સુસંગતતા (relevance) પર આધાર રાખે છે. ચોક્કસ શબ્દ કે વાક્ય ધરાવતા લાખો વેબ પૃષ્ઠ ઉપલબ્ધ હોય છે, જેમાં કેટલાક પૃષ્ઠ વધુ અન્ય કરતા વધુ સુસંગત, લોકપ્રિય અને સત્તાવાહી હોય છે. મોટાભાગનો શોધ એન્જિન ક્રમ (rank)પદ્ધતિનો ઉપયોગ કરીને પુછપરછના જવાબમાં "શ્રેષ્ઠ" પરિણામને પહેલા દર્શાવે છેશોધ એન્જિન કેવી રીતે નક્કી કરે છે કે કયું પૃષ્ઠ શોધને અનુરૂપ છે કે પછી કેવી રીતે પરિણામને દર્શાવવું, આ બધુ દરેક શોધ એન્જિનોની અલગ અલગ પદ્ધતિ હોય છે. નવી નવી ટેકનોલોજી આવતી જાય તેમજ ઈન્ટરનેટનો ઉપયોગ વધતો જાય તેમ તેમ આ પદ્ધતિમાં પણ પરિવર્તન આવે છે.
મોટાભાગના વેબ શોધ એન્જિન વેપારીક હોય છે જેથી જાહેરાત (advertising)ની આવક પર મોટો આધાર રાખતા હોય છે જેને પરિણામે તેઓ શોધ રીઝલ્ટમાં ઉંચા સ્થાને રહેવા માટે તેઓ જાહેરાતકારને પૈસા લેવાની પણ છુટ (pay money to have their listings ranked)આપે છે. જેઓ આ દ્વારા પૈસા નથી મેળવતા તેઓ નિયમિત શોધ એન્જિન પરિણામની સાથે સાથે શોધને લગતી જાહેરાતો (running search related ads)આપીને નાણા કમાય છે જ્યારે પણ જાહેરાત પર ક્લિક થાય ત્યારે શોધ એન્જિનને નાણા મળે છે.
2008 સુધીમાં વેબ શોધ પોર્ટલ ઉદ્યોગની આવક 13.4 ટકાના દરે વધવાની ધારણા રખાઈ હતી, જ્યારે બ્રોડબેન્ડ કનેક્શનની સંખ્યામાં વધારાનો દર 15.1 ટકા રહેશે તેવી ધારણા રખાઈ હતી. 2008 થી 2012 સુધીમાં આ ઉદ્યોગની આવકમાં 56 ટકા વધારો થવાની ધારણા રખાઈ છે, કારણ કે હજૂ પણ અમેરિકાના દરેક ઘરમાં ઈન્ટરનેટ પ્રવેશ્યું નથી જો એક વખત ઈન્ટરનેટ દરેક ઘરમાં પ્રવેશ થશે તો આવક ઘણી વધી જશે. આ ઉપરાંત, ઘરેલુ ઈન્ટરનેટ વપરાશકર્તા દ્વારા ઉપયોગમાં લેવાતા બ્રોડબેન્ડનો વપરાશ પણ વધી જશે, બ્રોડબેન્ડ સર્વિસનો ઉપયોગ 2012માં વધીને 118.7 મિલિયન સુધી પહોંચશે.આ બ્રોડબ્રેન્ડ ફાયબર ઓપ્ટીક અને હાઈ સ્પીડ કેબલ લાઈન પર ચાલતુ હશે.[૯]
વધુ જૂઓ
ફેરફાર કરો- અનુક્રમણિકા(શોધ એન્જિન) (Index (search engine))
- શોધ એન્જિનની યાદી (List of search engines)
- સ્થાનિક શોધ (ઈન્ટરનેટ) (Local search (Internet))
- મેટાશોધ એન્જિન (Metasearch engine)
- સાર્વજનિક શોધ (OpenSearch)
- શોધ એન્જિન માર્કેટિંગ (Search engine marketing)
- શોધ એન્જિન ઓપ્ટિમાઈઝેશન (Search engine optimization)
- શોધને લગતું માળખું (Search oriented architecture)
- પસદંગી આધારિત શોધ (Selection-based search)
- સિમૅન્ટિક વેબ (Semantic Web)
- સામાજિક શોધ (Social search)
- જોડણી તપાસવી (Spell checker)
- વેબ અનુક્રમણિકા (Web indexing)
- વેબ શોધ પુછપરછ (Web search query)
- વેબસાઈટ પાર્સ ટેમ્પ્લેટ (Website Parse Template)
સંદર્ભો
ફેરફાર કરોનોંઘ
ફેરફાર કરોઉપર આપવામાં આવેલા નિવેદનના સમર્થનમાં નીચેની નોંધ આપવામાં આવી છે. ખાનગી કંપનીઓની ગુપ્તતાને કારણે બધી જ હીકકત જર્નલમાં આવતી નથી, આ બધી હકિકતો જાહેર હોય છે તે જર્નલમાં મુકવામાં આવે છે.
- GBMW: 30 દિવસની શિક્ષાનો અહેવાલ, રે: કાર મેકર બીએમડબલ્યુએ તેની જર્મન વેબ સાઈટ bmw.de ગુગલ(Google)માંથી ડીલિસ્ટેડ કરાવી, જેમ કે : સ્લેસડોટ-બીએમડબલ્યુ(Slashdot-BMW) (05-ફ્રેબુઆરી-2006).
- ઈનસિઝ(INSIZ) એમએસએન(MSN)-ગુગલ(Google) -યાહુ(yahoo) દ્વારા કરાતા વધુમાં વધુ વેબપૃષ્ઠોની અનુક્રમણિકા( "100-કેબી લિમિટ"): વધુમાં પૃષ્ઠ-કદ (28-એપ્રિ-2006).
- ↑ http://www.w3.org/History/19921103-hypertext/hypertext/DataSources/WWW/Servers.html
- ↑ http://home.mcom.com/home/whatsnew/whats_new_0294.html
- ↑ "ઈન્ટરનેટ હિસ્ટ્રી - સર્ચ એન્જિન" ("Internet History - Search Engines")( શોધ એન્જિન વોચ (Search Engine Watch)), યુનિવર્સિટેઈટ લેઈડેન( Universiteit Leiden), નેધરલેન્ડ, સપ્ટેમ્બર 2001, વેબ: લેઈડેન-આર્ચી સંગ્રહિત ૨૦૦૯-૦૪-૧૩ ના રોજ વેબેક મશિન.
- ↑ "NCSAનું આર્કાઇવ, ડિસેમ્બર 1993 પૃષ્ઠમાં શુ નવું છે". મૂળ સંગ્રહિત માંથી 2001-06-20 પર સંગ્રહિત. મેળવેલ 2001-06-20.
- ↑ Gandal, Neil (2001). "The dynamics of competition in the internet search engine market". International Journal of Industrial Organization. 19 (7): 1103–1117. doi:10.1016/S0167-7187(01)00065-0. Cite has empty unknown parameters:
|month=
and|coauthors=
(મદદ)CS1 maint: discouraged parameter (link) - ↑ નિલશન નેટ રેટિંગ: ઓગસ્ટ 2007 સર્ચમાં ગુગલ(Google) ટોચ પર, માઈક્રોસોફ્ટનો હિસ્સો પણ વધ્યો સંગ્રહિત ૨૦૦૮-૦૯-૧૨ ના રોજ વેબેક મશિન, સર્ચએન્જિનલેન્ડ, સપ્ટેમ્બર 21, 2007
- ↑ "comScore: ઓગસ્ટ 2007 વિશ્વમાં ગુગલ(Google) શોધ ટોચ પર; બાઈદુ એ માઈક્રોસોફ્ટને પાછળ રાખ્યું". મૂળ માંથી 2008-09-27 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-15.
- ↑ "MSN Money - BIDU". MSN Money. મૂળ માંથી 2006-01-11 પર સંગ્રહિત. મેળવેલ 2006-05-11. સંગ્રહિત ૨૦૦૬-૦૧-૧૧ ના રોજ વેબેક મશિન
- ↑ માર્ચ 2008, ધ રીસેશન લીસ્ટ – 2008માં ટોચ પર રહેલી અને નિષ્ફળ ગયેલી ઈન્ડસ્ટ્રીઝનો ટોપ ટેન આંક[હંમેશ માટે મૃત કડી], આઈબીઆઈએસ વર્લ્ડ(IBISWorld)
ગ્રંથસૂચિ
ફેરફાર કરો- પહેલાના શોધ એન્જિનના ઇતિહાસ માટે વધુ માહિતી માટે, જૂઓશોધ એન્જિન બર્થ ડે(Search Engine Birthdays) સંગ્રહિત ૨૦૦૮-૧૦-૦૨ ના રોજ વેબેક મશિન (સર્ચ એન્જિન વોચ(Search Engine Watch{) (Search Engine Watch)), ક્રિસ શેરમાન( Chris Sherman), સપ્ટેમ્બર 2003.
- Steve Lawrence; C. Lee Giles (1999). "Accessibility of information on the web". Nature. 400: 107. doi:10.1038/21987. Cite has empty unknown parameters:
|quotes=
and|month=
(મદદ)CS1 maint: multiple names: authors list (link) - Levene, Mark (2005). An Introduction to Search Engines and Web Navigation. Pearson.
- Hock, Randolph (2007). The Extreme Searcher's Handbook.ISBN 978-0-910965-76-7
- Javed Mostafa (2005). "Seeking Better Web Searches". Scientific American Magazine. Unknown parameter
|month=
ignored (મદદ); Cite has empty unknown parameter:|quotes=
(મદદ) - Ross, Nancy (2000). "End user searching on the Internet: An analysis of term pair topics submitted to the Excite search engine". Journal of the American Society for Information Science. 51 (10): 949–958. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (મદદ); Cite has empty unknown parameter:|month=
(મદદ)CS1 maint: discouraged parameter (link) - Xie, M. (1998). "Quality dimensions of Internet search engines". Journal of Information Science. 24 (5): 365–372. doi:10.1177/016555159802400509. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (મદદ); Cite has empty unknown parameter:|month=
(મદદ)CS1 maint: discouraged parameter (link)
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- Search Engines at the Open Directory Project
- શોધ એન્જિનનો ઇતિહાસ સંગ્રહિત ૨૦૨૧-૦૪-૧૦ ના રોજ વેબેક મશિન