વૉલ્ટ વ્હિટમૅન

અમેરિકન કવિ, નિબંધકાર અને પત્રકાર (1819-1892)
(વૉલ્ટ વ્હિટમન થી અહીં વાળેલું)

વૉલ્ટ વ્હિટમૅન (૩૧ મે ૧૮૧૯ – ૨૬ માર્ચ ૧૮૯૨) એક અમેરિકન કવિ, નિબંધકાર અને પત્રકાર હતા.

વૉલ્ટ વ્હિટમૅન
વ્હિટમૅન ૧૮૮૭માં
વ્હિટમૅન ૧૮૮૭માં
જન્મવૉલ્ટ વ્હિટમૅન
(1819-05-31)31 May 1819
વેસ્ટ હિલ્સ, લૉંગ આઇલેન્ડ, ન્યૂ યૉર્ક, યુ.એસ.
મૃત્યુ26 March 1892(1892-03-26) (ઉંમર 72)
કૅમ્ડન, ન્યૂ જર્સી, યુ.એસ.
વ્યવસાય
  • કવિ
  • નિબંધકાર
  • પત્રકાર
સહી

વ્હિટમૅનનો જન્મ ૩૧ મે ૧૮૧૯ના રોજ વેસ્ટ હિલ્સ, લૉંગ આઇલેન્ડ, ન્યૂ યૉર્ક ખાતે થયો હતો. નવ સંતાનોમાં ત્રીજા જન્મેલા વૉલ્ટરે પોતાનું નામ પાછળથી 'વૉલ્ટર'ને બદલે 'વૉલ્ટ' રાખેલું. માતાનું નામ લૂઇસા વાન વેલ્સર અને પિતાનું નામ વૉલ્ટર વ્હિટમૅન હતું. નવ ભાઈ-બહેનો અને માતા-પિતા એમ અગિયાર વ્યક્તિઓના બહોળા કુટુંબમાં વ્હિટમૅનનો ઉછેર ખૂબ જ સામાન્ય કહી શકાય તેવી પરિસ્થિતિમાં થયો હતો. તેમના વડવાઓ મૂળ ઇંગ્લેન્ડમાંથી અમેરિકા આવીને કનેક્ટિકટ રાજ્યમાં અને પાછળથી હંટિંગ્ટનમાં સ્થિર થયેલા. ચાર વર્ષના વ્હિટમૅનને લઈ માતાપિતા બ્રુકલિનમાં રહેવા ગયેલાં.[][]

વ્હિટમૅન ૧૮૨૦ના દસકાના અંતમાં વિકાસ પામેલ ગુણાતીતવાદ (Transcendentalism) નામની દાર્શનિક ચળવળ અને તેની વિચારધારાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને તેથી જ આ ચળવળ સાથે જોડાયેલા અન્ય ફિલસૂફોની જેમ વ્યક્તિની આંતરિક શક્તિ ઉપર અડગ શ્રદ્ધા ધરાવતા હતા.[]

૨૬ માર્ચ માર્ચ ૧૮૯૨ના રોજ કૅમ્ડન, ન્યૂ જર્સી ખાતે તેઓ અવસાન પામ્યા હતા.

સાહિત્યિક પ્રદાન

ફેરફાર કરો

મે ૧૮૫૩માં ૧૬ વર્ષની ઉંમરે ન્યૂ યૉર્ક મિરરમાં વ્હિટમૅનની કવિતાઓ પ્રકાશિત થઈ.[]

અબ્રાહમ લિંકનના મૃત્યુ (૧૮૦૯)ના શોકમાંથી નીપજેલાં તેમના બે કરૂણપ્રશસ્તિ કાવ્યો 'વ્હેન લિલેક્સ લાસ્ટ ઈન ધ ડોરયાર્ડ બ્લૂઝ' અને 'ઓ કૅપ્ટન! માય કૅપ્ટન!' ૧૮૬૫માં પ્રસિદ્ધ થયેલા.[]

તેમના પત્રવ્યવહારના ૫ ગ્રંથો (૧૯૬૧–૧૯૬૯) અને તેમના ક્લેક્ટેડ રાઇટિંગ્ઝ (૧૯૬૩–૧૯૮૦)ના ૧૬ ગ્રંથો પ્રસિદ્ધ થયેલા છે.[]

લીવ્ઝ ઑફ ગ્રાસ

ફેરફાર કરો

લીવ્ઝ ઑફ ગ્રાસ (Leaves of Grass)ની પ્રથમ આવૃત્તિ ૧૮૫૫માં પ્રગટ થઈ જે અમેરિકન કવિતાના ઇતિહાસમાં મહત્ત્વની ઘટના બની રહી. તેમનું 'સૉંગ ઑફ માઇસેલ્ફ' કાવ્ય ખૂબ જાણીતું બન્યું. આ સંગ્રહની નવી આવૃત્તિઓ પ્રકાશિત થઈ તેમ એમાં નવા નવા કાવ્યો ઉમેરાતા ગયા હતા. લીવ્ઝ ઑફ ગ્રાસની ચોથી અને પાંચમી આવૃત્તિ અનુક્રમે ૧૮૬૭ અને ૧૮૭૧માં પ્રસિદ્ધ થઈ હતી. અમેરિકન કવિ અને ચિંતક રાલ્ફ વાલ્ડો એમર્સને આ કાવ્યસંગ્રહને 'બુદ્ધિ અને ડહાપણ'ના સર્વશ્રેષ્ઠ અમેરિકન ઉદ્‌ગાર[lower-alpha ૧] તરીકે નવાજ્યો હતો.[]

અમેરિકન સાહિત્યના ઇતિહાસમાં વૉલ્ટ વ્હિટમૅનને સમગ્ર રાષ્ટ્રની વિચારધારા, સંસ્કૃતિ અને આદર્શો સાથે સરખાવવામાં આવ્યા છે. એઝરા પાઉન્ડે તેમના માટે કહેલું, "હી ઇઝ અમેરિકા".[] વેસ્ટ હિલ્સના જે મકાનમાં વ્હિટમૅનનો જન્મ થયો હતો એ મકાનને રાષ્ટ્રીય સ્મારક તરીકે ન્યૂયૉર્ક રાજ્યએ જાળવી રાખ્યું છે.[]

  1. Ralph Waldo Emerson, who called it “the most extraordinary piece of wit and wisdom that America has yet contributed”[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ વ્યાસ, મનીષ (માર્ચ–એપ્રિલ ૨૦૨૧). પ્રજાપતિ, મણિભાઈ (સંપાદક). "વિશ્વસાહિત્યની અટારીએથી: વૉલ્ટ વ્હિટ્મન (અમેરિકા) (Walt Whitman)". સર્વ વિશ્વવિદ્યાલય-વૃત્ત: કડી સર્વ વિશ્વવિદ્યાલય, ગાંધીનગરનું વૃત્તપત્ર. ખંડ ૧૧ અંક ૨. ગાંધીનગર: કડી સર્વ વિશ્વવિદ્યાલય. પૃષ્ઠ ૨૦–૨૩.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ત્રિવેદી, વિ. પ્ર. (૨૦૦૬). "વ્હિટમૅન, વૉલ્ટ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૧ (વૉ - ષ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૧૩૫–૧૩૬. OCLC 162213102.
  3. Reynolds, David S. "Whitman, Walt." The Oxford Encyclopedia of American Cultural and Intellectual History. : Oxford University Press, . Oxford Reference. Date Accessed 1 June 2021