શરદ ઠાકર

ગુજરાતી લેખક

શરદ ઠાકર ગુજરાતી ભાષાના કટાર લેખક અને સાહિત્યકાર છે.

શરદ ઠાકર
શરદ ઠાકર અમદાવાદના રાષ્ટ્રિય પુસ્તક મેળામાં, ૨૦૧૪.
શરદ ઠાકર અમદાવાદના રાષ્ટ્રિય પુસ્તક મેળામાં, ૨૦૧૪.
જન્મજુનાગઢ
વ્યવસાયડૉક્ટર, કટાર લેખક
શિક્ષણMBBS, MD
નોંધપાત્ર સર્જનોડોક્ટરની ડાયરી, રણમાં ખીલ્યું ગુલાબ
જીવનસાથીસ્મિતા ઠાકર

જીવન ફેરફાર કરો

શરદ ઠાકર વ્યવસાયે ગાયનેકોલોજીસ્ટ છે. તેમનો જન્મ સૌરાષ્ટ્રના જુનાગઢ શહેરમાં થયો હતો. તેમનું જુનાગઢની પ્રાથમિક શિક્ષણ તાલુકા શાળા નં. ૧ માં ત્યારબાદ હાઈસ્કુલ સ્વામી વિવેકાનંદ વિનય મંદિરમાં થયું હતું. MBBS ની પદવી તેમને જામનગર સ્થિત, એમ. પી. શાહ મેડીકલ કૉલેજ માંથી મેળવી અને ત્યાર પછી અમદાવાદ મ્યુનીસીપલ હોસ્પિટલ સંલગ્ન મેડીકલ કૉલેજમાંથી સ્ત્રી રોગ વિશેષજ્ઞની પદવી મેળવી. તેઓ વર્ષોથી અમદાવાદ ખાતે સ્થાયી થયેલ છે.

સર્જન ફેરફાર કરો

શરદ ઠાકરે ૬૪ પુસ્તકો લખ્યા છે.[૧] તેઓ દિવ્ય ભાસ્કર સમાચારપત્રમાં પ્રગટ થતી તેમની કટાર ડૉક્ટરની ડાયરી (બુધવાર, શરુઆત ૧૯૯૫) અને રણમાં ખીલ્યું ગુલાબ (રવિવાર, શરુઆત ૧૯૯૩) થી જાણીતાં છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "Dr.Sharad Thakar | Books For You". www.booksforyou.co.in. મેળવેલ ૭ જૂન ૨૦૧૮.