શર્મન જોશી

ભારતીય અભિનેતા

શર્મન જોશી (જન્મ: એપ્રિલ ૨૮, ૧૯૭૯) એક ભારતીય ચલચિત્રો અને રંગમંચના અભિનેતા છે. તેમણે અભિનેતા તેમ જ નિર્દેશન માટે અંગ્રેજી, હિન્દી, મરાઠી અને ગુજરાતી ભાષા પર કામ કર્યું છે, પરંતુ મોટે ભાગે તેમના હિન્દી ચલચિત્રોમાં અભિનય માટે જાણીતા છે. શરમન જોષીએ તેના ચલચિત્રના અભિનયક્ષેત્રમાં પદાર્પણ ગોડમધર (૧૯૯૯) થી કર્યું હતું. તેમણે કારકિર્દીની શરૂઆત એક સહ-અભિનેતા તરીકે હિન્દી ચલચિત્ર સ્ટાઇલ (૨૦૦૧) થી કરી હતી; ત્યારબાદ સહાયક ભૂમિકાની પરંપરામાં તેમણે ઘણાં ચલચિત્રોમાં અભિનય કર્યો છે, જે પૈકી કેટલીક અત્યંત સફળ ફિલ્મો રહી છે, જેમ કે રંગ દે બસંતી (૨૦૦૬), ગોલમાલ (૨૦૦૬), લાઈફ ઇન એ... મેટ્રો (૨૦૦૭), ૩ ઇડિઅટ્સ (૨૦૦૯), ફેરારી કી સવારી (૨૦૧૨), હેટ સ્ટોરી ૩ (૨૦૧૫), અને ૧૯૨૦ લંડન (૨૦૧૬).[] તેમણે મુખ્ય ભૂમિકાઓ કાશી ઇન સર્ચ ઓફ ગંગા અને ૩ સ્ટોરીઝ એમ બે બોલીવુડ ફિલ્મોમાં કરેલ છે.[]

શર્મન જોશી
જન્મ૨૮ એપ્રિલ ૧૯૭૯ Edit this on Wikidata
મુંબઈ Edit this on Wikidata
જીવન સાથીPrerna Chopra Edit this on Wikidata
કુટુંબManasi Joshi Roy Edit this on Wikidata
વેબસાઇટhttp://www.sharmanjoshi.com/ Edit this on Wikidata

વ્યક્તિગત જીવન

ફેરફાર કરો

જોશી એક અભિનેતાઓ અને રંગમંચના કલાકારો ધરાવતા ગુજરાતી કુટુંબમાંથી આવે છે.[] તેમના પિતા, અરવિંદ જોશી, એક પીઢ ગુજરાતી રંગભૂમિના કલાકાર,[] તેમના કાકી સરિતા જોશી (ભોસલે) અને પિતરાઈઓએ મરાઠી અને ગુજરાતી રંગભૂમિ માટે અભિનય કર્યો છે. અભિનેત્રી માનસી જોષી રોય તેમના બહેન છે અને અભિનેતા રોહિત રોય તેમના સાળા છે.[]

શરમન જોષીએ હિંદી ચલચિત્રના પીઢ અભિનેતા પ્રેમ ચોપરાની પુત્રી પ્રેરણા ચોપરા સાથે લગ્ન કર્યા છે. આ દંપતિને ત્યાં એક પુત્રી ખ્યાનાનો જન્મ ઓક્ટોબર ૨૦૦૫માં અને જોડિયા પુત્રો, વાર્યન અને વિહાનનો જન્મ જુલાઈ ૨૦૦૯માં થયો હતો.[]

કારકિર્દી

ફેરફાર કરો

રંગમંચ (થિયેટર)

ફેરફાર કરો

શર્મન જોશી દ્વારા રંગમંચ માટે નિર્દેશન અને અભિનયક્ષેત્રે વિવિધ નાટકો કર્યાં છે. તેણે ઓલ ધ બેસ્ટ નાટકની ગુજરાતી આવૃત્તિના બહેરા પાત્રમાં લોકપ્રિય અભિનય કર્યો હતો, જે નાટકના ત્રણ વર્ષ દરમિયાન ૫૫૦ શો થયા હતા.[][]

ચલચિત્રો

ફેરફાર કરો

તેમણે વર્ષ ૧૯૯૯માં આર્ટ ફિલ્મ, ગોડમધરમાંં સૌપ્રથમ પદાર્પણ કર્યું હતું.[] આ પછી સ્ટાઇલ (૨૦૦૧), એન. ચંદ્રા દ્વારા નિર્મિત ચલચિત્રમાં તેમણે અભિનય કર્યો હતો. સ્ટાઇલ પછી તેમણે દ્વારા તે શ્રેણી (સિક્વલ)નું ચલચિત્ર એક્સક્યુઝ મી (૨૦૦૩) તેમ જ અન્ય હાસ્યપ્રધાન ચલચિત્ર જેમ કે શાદી નં ૧ (૨૦૦૫) માટે પણ અભિનય કર્યો છે.

૨૦૦૬ના વર્ષમાં તેમણે રંગ દે બસંતી ચલચિત્રમાં અભિનય કર્યો.[૧૦][૧૧] આ જ વર્ષે પાછળથી તેમણે હાસ્યપ્રધાન ચલચિત્ર ગોલમાલમાં અભિનય કર્યો. વર્ષ ૨૦૦૭માં લાઇફ ઈન એ ... મેટ્રો, ઢોલ અને રકીબમાં તેઓ દેખાયા. આ પછીના વર્ષે તેઓ શ્યામના પાત્રમાં હેલ્લો (ચેતન ભગતની નવલકથા વન નાઈટ @ ધ કોલ સેન્ટર પર આધારિત) માટે કામ કર્યું. જોષીએ વર્ષ ૨૦૦૮માં સોરી ભાઈ! ચલચિત્રમાં મુખ્ય અભિનેતા તરીકે ભૂમિકા કરી અને વર્ષ ૨૦૦૯માં તેમણે સફળ ચલચિત્ર ૩ ઇડિઅટ્સ (ચેતન ભગતની નવલકથા ફાઇવ પોઇન્ટ સમવન પર આધારિત)માં મુખ્ય ત્રણ પાત્રોમાંના એક તરીકે અભિનય કર્યો. તેમણે એક પોલિસ તરીકે શૃંગારિક-રોમાંચક ચલચિત્ર વજહ તુમ હો માટે પણ ભૂમિકા ભજવી હતી.

વર્ષ ૨૦૦૯માં તેમણે એક રીઅલ ટીવી પરના ગેમ શો પોકરફેઇસ: દિલ સચ્ચા ચેહરા જૂઠા માટે યજમાન તરીકે ભુમિકા નિભાવી હતી, જે એક બ્રિટિશ ગેમ શો પોકરફેઇસ પર આધારિત હતી.

તેમને આંતરરાષ્ટ્રીય ફિલ્મ અને ટીવી ક્લબ ઓફ એશિયન એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન દ્વારા આજીવન સભ્યપદ આપી સન્માનિત કરવામાં આવ્યા છે. શરમને તેની કારકિર્દીમાં એક જ પ્રકારના પાત્રો માટે પસંદ કરવામાં આવે છે તેવો ઉલ્લેખ કર્યો છે અને તે વિશે વાત તેણે જાન્યુઆરી, ૨૦૧૭ મુંબઈ ખાતે યોજાયેલ ટેડએક્સયુથ@ઓઆઇએસ ટેડએક્સ કોન્ફરન્સ વેળા કરી હતી.[૧૨][૧૩]

ફિલ્મોગ્રાફી

ફેરફાર કરો
વર્ષ શીર્ષક પાત્ર અન્ય નોંધ
૧૯૯૯ ગોડમધર કરસન
૨૦૦૧ લજ્જા પ્રકાશ
૨૦૦૧ સ્ટાઇલ બન્ટુ
૨૦૦૧ ઉર્ફ પ્રોફેસર (વિડિયો) રાજુ/રાજ સકસેના
૨૦૦૩ કહાં હો તુમ રાકેશ કુમાર
૨૦૦૩ એસ્ક્યુઝ મી બન્ટુ
૨૦૦૫ શાદી નં. ૧ આર્યન કપુર
૨૦૦૬ રંગ દે બસન્તી સુખી / રાજગુરુ
૨૦૦૬ ગોલમાલ લક્ષ્મણ નોમિનેશન—ફિલ્મફેર એવોર્ડમાં હાસ્ય અભિનેતા તરીકે શ્રેષ્ઠ અભિનય માટે
૨૦૦૭ લાઇફ ઇન એ... મેટ્રો રાહુલ
૨૦૦૭ રકીબ સિદ્ધાર્થ વર્મા
૨૦૦૭ ઢોલ પંકજ એ.કે.એ. પકિયા
૨૦૦૮ હેલ્લો શ્યામ (સેમ)
૨૦૦૮ સોરી ભાઈ! સિદ્ધાર્થ માથુર
૨૦૦૯ ઇડિઅટ્સ રાજુ રસ્તોગી નોમિનેશન—ફિલ્મફેર એવોર્ડમાં સહાયક અભિનેતા તરીકે શ્રેષ્ઠ અભિનય માટે

વિજેતા—આઈ આઈ એફ એ દ્વારા શ્રેષ્ઠ સહાયક અભિનેતા તરિકે

૨૦૧૦ તો બાત પક્કી! રાહુલ સકસેના
૨૦૧૦ અલ્લાહ કે બંદે વિજય કાંબલે
૨૦૧૨ ફેરારી કી સવારી રુસી
૨૦૧૨ ૩ બેચલર્સ અમિત
૨૦૧૩ વોર છોડ ના યાર કેપ્ટન રાજ : ભારતીય લશ્કર
૨૦૧૪ ગેંગ ઓફ ઘોસ્ટસ રાજુ રાઈટર
૨૦૧૪ સુપર નાની મન
૨૦૧૫ હેટ સ્ટોરી ૩ આદિત્ય દિવાન
૨૦૧૬ ૧૯૨૦ લંડન જય સિંઘ ગજ્જર
૨૦૧૬ વજહ તુમ હો એસીપી કબીર દેશમુખ
૨૦૧૮ ૩ સ્ટોરીસ શંકર વર્મા [૧૪]
આગામી કાશી ઇન સર્ચ ઓફ ગંગા કાશી [૧૫][૧૬]
આગામી બબલુ બેચલર [૧૭]
આગમી અજ્ઞાત [૧૮]

પ્લેબેક સિંગર

ફેરફાર કરો
વર્ષ ફિલ્મ ગીત
૨૦૦૯ ૩ ઇડિઅટ્સ (ગીત: "ગીવ મી સમ સનશાઇન, ગીવ મી સમ રેઈન")

ટેલિવિઝન

ફેરફાર કરો
વર્ષ ધારાવાહિક/ કાર્યક્રમ
૧૯૯૫ સ્ટેન્ડીંગ બોય: મહારાજા રણજિત સિંઘ
૧૯૯૯ ગુબ્બારે
૨૦૦૯ પોકરફેસ: દિલ સચ્ચા ચેહરા જૂઠા

પુરસ્કારો અને નામાંકનો

ફેરફાર કરો
વર્ષ પુરસ્કાર કાર્ય ચલચિત્ર પરિણામ
૨૦૦૭ ફિલ્મફેર એવોર્ડ શ્રેષ્ઠ હાસ્ય અભિનય બદલ ગોલમાલ નામાંકન
૨૦૧૦ ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેતા બદલ 3 ઇડિઅટ્સ નામાંકન
2010 આઈઆઈએફએ એવોર્ડ શ્રેષ્ઠ સહાયક અભિનેતા બદલ Won

સંદર્ભો

ફેરફાર કરો
  1. "I find Lucknow very fancy: Sharman Joshi - Times of India". ટાઇમ્સ ઓફ ઈન્ડિયા. મેળવેલ ૨૦૧૮-૦૪-૦૮.
  2. "In Kashi, to play Kashi, Sharman says loving it to bits". હિંદુસ્તાન ટાઇમ્સ Times (અંગ્રેજીમાં). ૨૦૧૭-૦૯-૨૯. મેળવેલ ૨૦૧૮-૦૪-૦૮.
  3. http://indiatoday.intoday.in/story/i-give-a-lot-of-credit-to-my-gujarati-roots-says-sharman-joshi/1/322878.html
  4. "A Star on Wheels". તહલકા સામાયિક, Vol 9, Issue 25. ૨૩ જુન ૨૦૧૨. મૂળ માંથી 2012-10-29 પર સંગ્રહિત. મેળવેલ 2018-04-24. Check date values in: |date= (મદદ)
  5. "All in the family". ઈન્ડિયા ટુડે. મેળવેલ ૨૦૧૬-૦૭-૧૨.
  6. Soumyadipta Banerjee (૧૮ ડિસેમ્બર ૨૦૦૯). "It's all in Sharman Joshi's family". ડીએનએ (અંગ્રેજી સમાચારપત્ર). મેળવેલ ૨૦૧૧-૦૩-૧૭.
  7. IANS (૨૦૧૭-૧૨-૧૪). "Theatre is ruthless: Sharman Joshi". Business Standard India. મેળવેલ ૨૦૧૮-૦૪-૦૮.
  8. "Sharman Joshi brings an award-winning play to India". હિંદુસ્તાન ટાઇમ્સ (અંગ્રેજી સમાચારપત્ર) (અંગ્રેજીમાં). ૨૦૧૭-૦૪-૨૩. મેળવેલ ૨૦૧૮-૦૪-૦૮.
  9. "Sharman Joshi's profile". મૂળ માંથી 2008-04-22 પર સંગ્રહિત. મેળવેલ 2018-04-24.
  10. "Sharman Joshi: Delhi winter has a romanticism to it - Times of India". ટાઇમ્સ ઓફ ઈન્ડિયા. મેળવેલ ૨૦૧૮-૦૪-૦૮.
  11. "Aamir, Siddharth, Sharman: Rang De Basanti reunion after 10 years". ઈન્ડિયન એક્સપ્રેસ (અંગ્રેજીમાં). ૨૦૧૬-૦૧-૨૬. મેળવેલ ૨૦૧૮-૦૪-૦૮.
  12. TEDx Talks (૧૪ ફેબ્રુઆરી ૨૦૧૭), Breaking a typecast in performing art | Sharman Joshi | TEDxYouth@OIS, https://www.youtube.com/watch?v=JHwcTuTCZB4&t=1s, retrieved 2017-08-07 
  13. "TEDxYouth@OIS | TED". www.ted.com (અંગ્રેજીમાં). મેળવેલ ૨૦૧૭-૦૮-૦૭.
  14. "Sharman Joshi to anchor 2 debutants in '3 Storeys'". ડેઇલી સ્ટાર (અંગ્રેજી) (અંગ્રેજીમાં). ૨૦૧૮-૦૩-૧૦. મેળવેલ ૨૦૧૮-૦૪-૦૮.
  15. http://m.hindustantimes.com/lucknow/in-kashi-to-play-kashi-sharman-says-loving-it-to-bits/story-jaQG4cj0objYzTaKnejIJM.html
  16. Kumar, Dhiraj, Kaashi in Search of Ganga, Sharman Joshi, http://www.imdb.com/title/tt7274806/, retrieved ૨૦૧૮-૦૪-૦૮ 
  17. "I find Lucknow very fancy: Sharman Joshi - Times of India". ટાઇમ્સ ઓફ ઈન્ડિયા. મેળવેલ ૨૦૧૮-૦૪-૦૮.
  18. Hungama, Bollywood (2022-03-10). "Manasi Parekh to star in a family drama opposite Sharman Joshi : Bollywood News - Bollywood Hungama" (અંગ્રેજીમાં). મેળવેલ 2022-09-03.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો