શર્યાતિ એ વૈવસ્વત મનુના દસ પુત્રોમાંનો ત્રીજો પુત્ર હતો. એ શૂરવીર અને વેદવેદાંગનો ઊંડો અભ્યાસી હતો. એને ઉત્તાનબર્હિ, આનર્ત, ભૂરિષેણ, હૈહય અને તાલજંઘ એમ પાંચ પુત્રો હતા તથા સુકન્યા નામની એક દિકરી હતી.[]

હિન્દુ ધર્મગ્રંથો અનુસાર, તેની પુત્રી સુકન્યાએ ધ્યાનમગ્ન ચ્યવન ઋષિની આંખોમાં કાંટા ખોસ્યા હતા, તેથી ક્રોધિત ચ્યવન ઋષિને શાંત કરવા માટે શર્યાતિએ સુકન્યાને ચ્યવન સાથે પરણાવી હતી તથા અશ્વિનીકુમારો દ્વારા ઋષિને યૌવન અપાવ્યું હતું. યૌવન પ્રદાન કરતી આ ઔષધી પછીથી 'ચ્યવનપ્રાશ' નામથી પ્રસિદ્ધ થઈ. ધર્મગ્રંથો અનુસાર, શર્યાતિ ઇન્દ્રનો મિત્ર હતો તથા ઈન્દ્ર તેને ઘેર સોમપાન કરવા વખતોવખત જતા હતા. તે એક પ્રસિદ્ધ યજ્ઞકર્તા રાજા હતો.[]

  1. ૧.૦ ૧.૧ શુક્લ, જયકુમાર ર. (૨૦૦૬). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૧. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ.