શિવનાથ નદી

ભારતની નદી

શિવનાથ નદીમહા નદીની મુખ્ય સહાયક નદી છે. આ નદી રાજનાંદગાંવ જિલ્લાના અંબાગઢ તાલુકામાં આવેલ દરિયાઈ સપાટીથી ૬૨૫ મીટર ઊંચાઈ પર આવેલ પાનાબરસ પહાડી ક્ષેત્રમાંથી નીકળે છે અને બલૌદાબાજાર તાલુકા નજીક મહા નદીમાં ભળી જાય છે.[] તેની મુખ્ય ઉપનદીઓ લીલાગર, મનિયારી, આગર, હાંપ સુરહી, ખારુન અને અરપા વગેરે છે. તેની કુલ લંબાઈ ૨૮૦ કિલોમીટર છે. મહા નદી અને શિવનાથ નદી જ્યાં જોડાય છે, તે સ્થળ જૈસર ગામની નજીકમાં છે. આ નદીના કેટલાક ભાગોમાં માત્ર વરસાદની ઋતુમાં જ હોડીઓ ચાલે છે. અને ક્યાંક-ક્યાંક કેટલાક ભાગોમાં જુલાઇ થી ફેબ્રુઆરી સુધી હોડીઓ ચાલે છે.

સંદર્ભો

ફેરફાર કરો
  1. "છત્તીસગઢની નદીઓ" (અંગ્રેજીમાં). છત્તિસગઢ કલ્ચર. મૂળ માંથી 2009-11-14 પર સંગ્રહિત. મેળવેલ ૧૨ ઓગસ્ટ ૨૦૦૮.