શ્રીધર વ્યાસ

૧૪ મી-૧૫ મી સદીના ગુજરાતી કવિ

શ્રીધર વ્યાસ ૧૪ મી-૧૫ મી સદીના પશ્ચિમ ભારતના એક ગુજરાતી કવિ હતા. તેઓ તેમણે રચેલી રણમલ્લ છંદ નામની વીરરસ ધરાવતી ઐતિહાસિક કવિતા માટે જાણીતા છે.[]

તેમના નિજી જીવન વિષે વધુ માહિતી ઉપલબ્ધ નથી. રાજદરબાર કે સમાજમાં ધાર્મિક અનુષ્ઠાન કરાવનાર બ્રાહ્મણોને વ્યાસની ઉપાધિ અપાતી. કનૈયાલાલ મુનશી તેમણે રાજકવિ તરીકે વર્ણવે છે.[][][] તેઓ ઈડરના રાઠોડ રાજપૂત સાશક, રણમલ્લ સાથે સંબંધ ધરાવે છે.[]

૧૪૦૦ની સાલમાં તેમના દ્વારા લખાયેલી રચના રણમલ્લ છંદ માટે તેઓ વિશેષ જાણીતા છે. આ રચના દીલ્હી સલતનત દ્વારા નિમાયેલા અણહિલવાડ (પાટણ)ના સૂબેદાર મુઝફ્ફર શાહ પ્રથમ (ઝફર ખાન)ના ઇ. સ. ૧૩૯૮માં અમદાવાદ ખાતે થયેલા પરાજયની વાર્તા વર્ણવે છે..[][][] પ્રાચીન ગુજરાતીમાં લખાયેલી કૃતિઓમાં આ એક ઉત્તમ કૃતિ માનવામાં આવે છે. આમાં અવહતથા નામની રાજ કવિઓ દ્વારા વાપરવામાં આવતી કૃત્રિમ વાણીનું મિશ્રણ છે. તેઓ આ યુદ્ધના પ્રત્યક્ષ સાક્ષી હોઈ શકે છે. આની સત્યતા સમકાલીન મુસ્લીમ લેખાણોથી પ્રસ્થાપિત થાય છે આથી આને એક ઐતિહાસિક કૃતિ પણ ગણી શકાય છે. આ કવિતા સંસ્કૃતના ૧૦ શ્લોકથી શરૂ થાય છે અને ત્યાર બાદ ૬૦ ગુજરાતી શ્લોક ધરાવે છે. આ કવિતાની કડીઓ ઘણા પર્શિયન અને અરબી શબ્દો ધરાવે છે. વીરરસ ઉપજાવવા વ્યંજનો તેમાં વપરાયા છે. તેમાં દર્શાવેલ લડાઈનું વર્ણન, નાયકનું ચિત્રણ અને પ્રાસ વગેરે ને કારણે આ કૃતિ ગુજરાતી સાહિત્યમાં અનન્ય છે. [][][]

તેમની રચના દશમ સ્કંધ એ ભાગવદ્ પુરાણના દસમા સ્કંધનું ગુજરાતી સંસ્કરણ છે. તેમાં ફક્ત ૧૨૭ કડીઓ છે અને તે હસ્ત પ્રત પણ ક્ષીણ થઈ ગઈ છે.[]

તેમણે શપ્તશતી છંદ અથવા ઈશ્વરી છંદની પણ રચના કરી છેજે દુર્ગા શપ્તશી (દેવી માહાત્મ્ય) પર આધારિત છે, તે માર્કંડેય પુરાણનો ભાગ છે. તેમાં ૧૨૦ કડીઓ છે.[]

આ પણ જુઓ

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. George Mark Moraes (1972). Historiography in Indian languages: Dr. G.M. Moraes felicitation volume. Oriental Publishers. પૃષ્ઠ 142.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ Lal (1992). Encyclopaedia of Indian Literature. Sahitya Akademi. પૃષ્ઠ 4607–4608. ISBN 978-81-260-1221-3.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ Milestones in Gujarati Literature: By Krishnalal Mohanlal Jhaveri. Gujarati Printing Press. 1924. પૃષ્ઠ 62.
  4. Mansukhlal Maganlal Jhaveri (1978). History of Gujarati Literature. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 17.
  5. Ayyappappanikkar (1 January 1997). Medieval Indian Literature: An Anthology. Sahitya Akademi. પૃષ્ઠ 455. ISBN 978-81-260-0365-5.
  6. Institute of Historical Studies (Calcutta, India) (1979). Historical biography in Indian literature. Institute of Historical Studies. પૃષ્ઠ 200.
  7. Sita Ram Sharma (1992). Gujarati. Anmol Publications. પૃષ્ઠ 56. ISBN 978-81-7041-545-9.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો