શ્રીસ્થલ સંગ્રહાલય

સિદ્ધપુર, ગુજરાત સ્થિત સંગ્રહાલય
(શ્રીસ્થળ સંગ્રહાલય થી અહીં વાળેલું)

શ્રીસ્થલ સંગ્રહાલય, જે સિદ્ધપુર મ્યુઝિયમ અથવા બિંદુ સરોવર મ્યુઝિયમ તરીકે પણ ઓળખાય છે, તે ગુજરાત રાજ્યના સિદ્ધપુરમાં બિંદુ સરોવર નજીક આવેલું સંગ્રહાલય છે. ૨૦૧૭માં ખોલવામાં આવેલા આ સંગ્રહાલયમાં પ્રદેશના ઇતિહાસ, ધાર્મિક મહત્વ તેમજ સમાજને પ્રસ્તુત કરતી ત્રણ ગેલેરીઓ છે.

શ્રીસ્થલ સંગ્રહાલય
પૃષ્ઠભૂમિમાં રૂદ્ર મહાલય મંદિરના પ્રવેશદ્વારની પ્રતિકૃતિ સાથે મ્યુઝિયમનો દરવાજો.
નકશો
જૂનું નામસિધ્ધપુર મ્યુઝિયમ, બિંદુ સરોવર મ્યુઝિયમ
સ્થાપના10 June 2017 (2017-06-10)
સ્થાનસિદ્ધપુર, ગુજરાત, ભારત
અક્ષાંશ-રેખાંશCoordinates: 23°54′33″N 72°21′48″E / 23.909244°N 72.363349°E / 23.909244; 72.363349
પ્રકારસ્થાનિક સંગ્રહાલય
માલિકગુજરાત પ્રવાસન નિગમ

ઇતિહાસ ફેરફાર કરો

રાજ્યના તત્કાલીન પ્રવાસન મંત્રી જયનારાયણ વ્યાસે ૨૦૧૦ના ઉત્તરાર્ધમાં સિદ્ધપુરમાં એક મ્યુઝિયમનો પ્રસ્તાવ મૂક્યો હતો.[૧] ૨૦૧૦માં તેનો અંદાજીત ખર્ચ ૬ કરોડ આંકવામાં આવ્યો હતો.[૨] મ્યુઝિયમની રૂપરેખા શિલાન્યાસ ડિઝાઇન કન્સલ્ટન્ટ્સ દ્વારા ૨૦૧૨માં તૈયાર કરવામાં આવી હતી.[૩] તેનું ઉદ્‌ઘાટન ૧૦ જૂન, ૨૦૧૭ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું.[૪]

સ્થાપત્યશૈલી ફેરફાર કરો

બિંદુ સરોવર એ ઉત્તર ગુજરાતનું ધાર્મિક રીતે મહત્વનું યાત્રાધામ છે, જ્યાં હિંદુઓ દ્વારા માતૃપક્ષના શ્રાદ્ધની વિધિ કરવામાં આવે છે. આ સંગ્રહાલય બિંદુ સરોવરના પરિસરમાં આવેલું હોવાથી સાતત્યને રજૂ કરવા માટે સરોવરની ધરીને અનુસરીને તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રાદેશિક ઇતિહાસ, સમાજ તેમજ ધાર્મિક મહત્ત્વને પ્રદર્શિત કરવા માટે ઇતિહાસ, સમાજ અને તીર્થ નામની ત્રણ ગેલેરીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.[૧] ગેલેરીઓ પાસે એક વિકર્ણીય માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે.[૫] પાણીના ધાર્મિક મહત્વ તેમજ આધ્યાત્મિક તત્ત્વને રજૂ કરવા માટે સંગ્રહાલયની આસપાસ જળાશયોનું નિર્માણ કરવામાં આવ્યું છે.[૫]

વિભાગ ફેરફાર કરો

પ્રથમ તીર્થ ગેલેરીમાં સિદ્ધપુરમાં થતી ધાર્મિક ક્રિયાવિધિઓને પ્રદર્શિત કરવામાં આવી છે.[૧] અહીં આવેલ વર્તુળાકાર ગર્ભગૃહ કુદરતી પ્રકાશ અને પાણીથી ઘેરાયેલું છે.[૫] આ જ વિભાગમાં જીવનની ઉત્પત્તિ અને અંતની પાણી સાથે સંલગ્ન વિધિઓ રજૂ કરવામાં આવી છે.[૧] અહીંના ભીંતચિત્રો શ્રાદ્ધ વિધિ સાથે સંકળાયેલી દસ પૌરાણિક કથાઓ અને દંતકથાઓનું વર્ણન કરે છે.[૧][૫]

ઇતિહાસ ગેલેરીમાં કલાકૃતિઓ, છબીઓ અને સંગ્રહો છે, જે પ્રાદેશિક ઇતિહાસને પ્રતિબિંબિત કરે છે. તેમાં મૂળ અને પ્રતિકૃતિરૂપ કલાકૃતિઓ તેમજ વિવિધ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંગ્રહોમાંથી મેળવવામાં આવેલી પ્રતિકૃતિઓનો સમાવેશ થાય છે.[૧] ગેલેરીની દિવાલ અને નમૂનાઓ વાસ્તુતત્ત્વમાં ઉમેરો કરે છે. પ્રદર્શન કુદરતી રંગોની ઝાંય તથા સફેદ લીસી અથવા ગ્રેનાઈટની ખરબચડી સપાટી ધરાવે છે. પ્રદર્શનની ગોઠવણ અને વિભાજન મુલાકાતીઓને પથદર્શનમાં મદદરૂપ બને છે.[૫]

ત્રીજી સમાજ ગેલેરી આ પ્રદેશના લોકોના સામાજિક અને સાંસ્કૃતિક પાસાઓને ઉજાગર કરે છે.[૧]

આ સંગ્રહાલયમાં ઐતિહાસિક કલાકૃતિઓ તેમજ રોજિંદા જીવનની વસ્તુઓનો સંગ્રહ પણ છે. આ ઉપરાંત, રૂદ્ર મહાલય મંદિરના પ્રવેશદ્વારની પ્રતિકૃતિ સંગ્રહાલયના પરિસરમાં બાંધવામાં આવી છે.[૧]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ Krishanan, K.; Mahesh, Vrushabh (2019-05-10). Coningham, Robin; Lewer, Nick (સંપાદકો). Archaeology, Cultural Heritage Protection and Community Engagement in South Asia. Durham UK: Palgrave Macmillan. પૃષ્ઠ 31–43. doi:10.1007/978-981-13-6237-8_3. ISBN 978-981-13-6237-8.CS1 maint: date and year (link)
  2. "Expression of Interest for Pre-qualification of Contractors" (PDF). Tourism Corporation of Gujarat Ltd. 2010. મૂળ (PDF) માંથી 2020-08-12 પર સંગ્રહિત.
  3. "Bindu Sarovar & Siddhpur Museum". Shilanyas Design Consultants. 2020-08-12. મેળવેલ 2020-08-12.
  4. "Rs 400 crore development works inaugurated/launched in Patan district". DeshGujarat (અંગ્રેજીમાં). 2017-06-10. મેળવેલ 2020-06-11.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ ૫.૪ "Bindu Sarovar Museum". Aakruti Architects. 2020-08-12. મૂળ માંથી 2020-06-11 પર સંગ્રહિત. મેળવેલ 2020-08-12.