શ્રી ગંગારામબાપુનો ધુણો - દાણીધાર

શ્રી નાથજીદાદાની જગ્યા - દાણીધાર માં જે ૧૨ સમાધી આવેલી છે, તેમાનાં એક સંત એટલે શ્રી ગંગારામબાપુ.

ભુત સ્વરૂપે

ફેરફાર કરો

શ્રી ગંગારામબાપુ ગુજરાત રાજ્યના જુનાગઢ શહેરમાં આવેલ ઉપરકૉટ કિલ્લાની દક્ષિણમાં આવેલ ગુફાની બાજુમાં એક ઝાડ ઉપર ભુત સ્વરૂપે વસવાટ કરતા હતાં. જેમ શાસ્ત્રૉમાં કહ્યુ છે, તેમ ગત જનમનાં પૉતાના કર્મ ને ભૉગવીને સમય પસાર કરતા હતાં. કહેવાય છે કે કૉઈપણ જીવ જે સ્વરૂપે હૉય, તેના સ્વભાવ પ્રમાણે વર્તન કરે છે. તેવી જ રીતે ગંગારામ ભુત સ્વરૂપે સમય પસાર કરતા હતાં.

ગુરૂ મિલન

ફેરફાર કરો

જેવી રીતે ભજન માં કહ્યુ છે કે, ગુરૂ બીન જ્ઞાન ન ઉપજે, ગુરૂ બીન મીટે નહી ભેદ, ગુરૂ બીન સંચય નાં ટળે, ભલે વાંચીએ ચારો વેદ. આ ભજન ની સાખી ની જેમ જ શ્રી ગંગારામબાપુ ને ગુરૂ મળ્યા અને ભુતપ્રેત યોનિમાંથી છુટકારરો મળ્યો. જેમ આપણા શાસ્ત્રૉ પણ દર્શાવે છે કે, જૉ કૉઈ પણ જીવને મૉક્ષ મેળવવૉ હૉય તૉ સૌથી સરળ મનુષ્યનાં અવતારમાં મળે છે, કારણકે ભગવાને માણસને સૌથી શ્રેષ્ઠ તત્વ બુધ્ધિ આપેલ છે. આમ માણસને જૉ કૉઈ સમર્થ ગુરૂ મળી જાય તૉ તેને મૌક્ષગતી પ્રાપ્ત થઈ જાય, પરંતુ ગંગારામબાપુ તૉ ભુતપ્રેત યૉનિમાં હતાં. જેથી સમર્થ સંતપુરૂષ મળ્યા વિના તેમાંથી છુટી શકાય તેમ હતુ નહી. આમ ગંગારામબાપુનૉ તે સમય ધીરે ધીરે પસાર થતૉ હતૉ. એક દિવસ બન્યું એવુ કે, ઉતર ભારત માંથી કૉઈ સિધ્ધ મહાત્માએ જુનાગઢ નાં દરવાજા પાસે ધુણૉ ધખાવ્યૉ.તે સિધ્ધ મહાત્મા એટલે શ્રી પ્યારેરામબાપુ. હવે બન્યું એવું કે, જુનાગઢનાં દરવાજે માણસૉની અવર જવર વધવાથી કાંઈક અડચણ થતી હતી, જેથી શ્રી પ્યારેરામબાપુને કૉઈએ વિનંતી કરી, જેથી શ્રી પ્યારેરામબાપુએ પૉતાનૉ ધુણૉ ત્યાંથી લઈને ઉપરકૉટની પાસે ધુણૉ ધખાવ્યૉ. શ્રી પ્યારેરામબાપુ પૉતાના નિત્યક્રમ મુજબ રામાયણ ગ્રન્થનું વાંચન કરતા અને સત્સંગ પણ કરતા. તે દરમિયાન બને એવુંકે જયારે બાપુ સીતારામ બૉલે તૉ સામે પણ કૉઈ સીતારામ બૉલે. હવે તૉ રૉજ આ રીતે બનવા લાગ્યું, અને એક દિવસે તૉ ગંગારામબાપુ ભુતપ્રેત યૉનિમાંથી છુટવા માટે ખુબજ ધમપછાડા કરવા લાગ્યા. આમ પણ જયાં સુધી સમય ન પાકે ત્યાં સુધી કાઈ પણ મળતું નથી, શ્રી પ્યારેરામબાપુએ ગંગારામને પ્રેત યૉનિમાંથી છૉડાવીને પૉતાનાં શિષ્ય બનાવ્યા. આમ આવી રીતે ગંગારામબાપુને ગુરૂનું મિલન થયું. ત્યાંરથી નામ થયું શ્રી ગંગારામબાપુ ગુરૂ શ્રી પ્યારેરામબાપુ.

ગુરૂ આદેશ

ફેરફાર કરો

દાણીધાર જગ્યામાં આગમન

ફેરફાર કરો

ધુણાનાં સ્થળ

ફેરફાર કરો

શ્રી નાથજીદાદા સાથે સમાધી

ફેરફાર કરો

ફોટો ગેલેરી

ફેરફાર કરો