શ્રી હરિલીલામૃત
શ્રી હરિલીલામૃત સ્વામિનારાયણ સંપ્રદાયનો ધાર્મિક ગ્રંથ છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણ ૪૯ વર્ષના જીવન-કવનની અણમોલ કડીઓ પુર્વ સાહિત્યમાં અસ્પૃષ્ટ હતી, તેથી જેમણે ભગવાનના દર્શન થયા હતા તેવા ભાવિકોની પ્રાર્થના પ્રમાણે વડતાલ ગાદીના તૃતીય આચાર્ય શ્રીવિહારીલાલજી મહારાજ દ્વારા આ ગ્રંથની રચના થઇ છે. આ ગ્રંથમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના એવા ચરિત્રો અને ઉપદેશોને સ્થાન મળ્યુ છે, જે આ ગ્રંથ પુર્વના ગ્રંથોમાં જોવા મળતા નથી. ઇ.સ.૧૮૮૪ થી ૧૮૯૪ સતત દશ વર્ષના પરિશ્રમના અંતે આ ગ્રંથરત્નની રચના થઇ છે. રચના આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજની છે છતાં તેની છંદ રચના ભક્તકવિ દલપતરામ દ્વારા કરવામાં આવી છે. કવિએ અહીં શબ્દ સૌષ્ઠવ,પદલાલિત્ય, ભાવ ગાંભીર્ય, ચિત્ર પ્રબંધ અને કરુણ, રૌદ્ર આદિ રસનું વર્ણન કર્યું છે. આ ગ્રંથમા ૧૦ કળશ અને ૩૨૨ વિશ્રામ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |