સંગ્રામ કિલ્લો, ચાકન
સંગ્રામ દુર્ગ અથવા સંગ્રામ કિલ્લો એ ચાકણ, પુણે, મહારાષ્ટ્ર, ભારત ખાતે આવેલ એક જમીન કિલ્લો છે. આ કિલ્લાનો મૂળ વિસ્તાર ૬૫ એકર હતો, જે હાલમાં માત્ર ૫.૫ એકર જેટલો છે.
સંગ્રામ કિલ્લો | |
---|---|
મરાઠા સામ્રાજ્યનો ભાગ | |
સ્થળની માહિતી | |
નિયંત્રણ | બિજાપુર શિવાજી મરાઠા સામ્રાજ્ય (૧૭૧૩-૧૮૧૮) યુનાઇટેડ કિંગડમ * ઇસ્ટ ઇન્ડિયા કંપની (૧૮૧૮-૧૮૫૭) * ભારત (૧૮૫૭-૧૯૪૭) ભારત (૧૯૪૭-આજ પર્યંત ) |
જાહેરજનતા માટે ખૂલ્લું | Yes |
સ્થિતિ | રક્ષિત સ્મારક |
આ કિલ્લા પર ૨૩ જૂન, ૧૬૬૦ના રોજ શાહિસ્તેખાન દ્વારા ૨૦,૦૦૦ જેટલા માનવબળ તેમ જ શસ્ત્રો સાથે હુમલો કરવામાં આવ્યો હતો. કિલ્લાના રક્ષણનું કાર્ય કિલ્લેદાર ફિરંગોજી નારસલા (ઉંમર 70 સમયે) ૩૨૦ જેટલા માવળાઓ (સૈનિકો) સાથે સંભાળ્યું હતું. આ કિલ્લાને ૧૪ ઓગસ્ટ ૧૬૬૦ (૫૬ દિવસ બાદ) શાહિસ્તેખાને કબજે કર્યો હતો.