સફારી

ભારતમાંથી ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતું એક માસિક સામાયિક

સફારીઅમદાવાદ, ગુજરાત, ભારતમાંથી ગુજરાતી ભાષા પ્રકાશિત થતું એક માસિક સામાયિક છે.

સફારી
તંત્રીનગેન્દ્ર વિજય
વર્ગસામાન્ય જ્ઞાન
આવૃત્તિમાસિક
પ્રકાશકનગેન્દ્ર વિજય
પ્રથમ અંક૧ ઓગસ્ટ, ૧૯૮૦
કંપનીહર્ષલ પબ્લિકેશન
દેશભારત
ભાષાગુજરાતી
વેબસાઇટwww.harshalpublications.in

સફારીના તંત્રી, મુદ્રક અને પ્રકાશક નગેન્દ્ર વિજય છે.[૧] તેનો મુખ્ય હેતુ ગુજરાતની નવી પેઢીમાં જ્ઞાનનો ફેલાવો કરવાનો તેમ જ વિજ્ઞાન વધુ લોકપ્રિય બનાવવાનો છે.[૨] સફારીનો વિષય મુખ્યત્વે સામાન્ય જ્ઞાન રહે છે. તેમાં વિજ્ઞાન, ગણિત, ઇતિહાસ, રાજકારણ અને તાજા બનાવો જેવા વિષયોનો સમાવેશ થાય છે. આ સામાયિકનું વિભાજન 'બનાવ અને બેકગ્રાઉન્ડ', 'સંપાદકનો પત્ર', 'આ પત્ર સફારીને મળે', 'શોધ અને શોધકો', 'નવું સંશોધન', 'એક વખત એવું બન્યું', 'સુપર સવાલ', 'ફેક્ટફાઇન્ડર', 'સુપર ક્વિઝ' તેમ જ 'માઇન્ડ ગેમ્સ' જેવા વિભાગોમાં કરવામાં આવ્યું છે. તેની ટેગલાઇન બુદ્ધિશાળી વાચકો માટેનું મેગેઝિન છે. અન્ય સામાયિકોની જેમ સફારીમાં ક્યારેય જાહેર ખબર (એડ્વર્ટાઈઝ) જોવા મળતી નથી.

તેનો ફેલાવો ગુજરાતની સાથે ભારતના અન્ય ભાગો તેમજ ભારતની બહાર અમેરિકા, ન્યુઝીલેન્ડ તેમજ ઈંગ્લેન્ડમાં પણ જોવા મળે છે.

ઇતિહાસફેરફાર કરો

સફારીની શરૂઆત ૧ ઓગસ્ટ, ૧૯૮૦ના રોજ નગેન્દ્ર વિજય દ્વારા થઇ હતી. ૬ અંકો પછી તેનું પ્રકાશન બંધ થયું. તેનું ફરી પ્રકાશન જુલાઇ ૧૯૮૬માં શરૂ થયું અને ફરીથી ૧૦મા અંકે તેનું પ્રકાશન અટક્યું. મે ૧૯૯૨માં સામાયિકનું પ્રકાશન ફરી એકવાર શરૂ થયું જે હજી સુધી ચાલુ છે.[૩]

અંગ્રેજી આવૃત્તિફેરફાર કરો

૨૦૦૭માં સફારીએ અંગ્રેજી આવૃત્તિની શરૂઆત કરી જે ભારતના મોટાભાગના ભાગોમાં પ્રાપ્ત હતી.[૪] જાન્યુઆરી ૨૦૧૫ ‍‍(અંક ૮૩‌) પછી અંગ્રેજી સફારીનું પ્રકાશન આર્થિક રીતે પોષાય તેમ ન હોવાથી બંધ કરવામાં આવ્યું.

અન્ય પ્રકાશનોફેરફાર કરો

સફારી યુરેનસ બુક્સ નામના પ્રકાશનની માલિકી ધરાવે છે, જેણે વિજયગુપ્ત મૌર્યના લોકપ્રિય પુસ્તકોનું પ્રકાશન કર્યું છે. હર્ષલ પબ્લિકેશન્સ દ્ધારા અન્ય પુસ્તકો પણ પ્રકાશિત કરવામાં આવ્યાં છે:

 • યુદ્ધ ૭૧
 • આઇનસ્ટાઈન અને સાપેક્ષવાદ
 • વિશ્વવિગ્રહની યાદગાર યુદ્ધકથાઓઃ ભાગ ૧ થી ૩
 • મેથેમેજિક
 • સમયસર
 • સફારી જોક્સ
 • પ્રકૃતિ અને પ્રાણીજગત
 • વિસ્મયકારક વિજ્ઞાન
 • મોસાદના જાસૂસી મિશનો
 • સુપર ક્વિઝ
 • કોસ્મોસ
 • જિંદગી જિંદગી
 • ‌ આ છે સિઆચેન!
 • પરમવીરચક્ર
 • આસાન અંગ્રેજી
 • જાતે બનાવો: મોડેલ વિમાન  ભાગ ૧-૨
 • એક વખત એવું બન્યું....
 • 20th Century: ઐતિહાસિક સદીની ૫૦ અજોડ સત્યઘટનાઓ

નગેન્દ્ર વિજય સાયન્સ ફાઉન્ડેશનફેરફાર કરો

સફારીના સ્થાપક દ્વારા સંચાલિત નગેન્દ્ર વિજય સાયન્સ ફાઉન્ડેશનનો હેતુ જ્ઞાન-વિજ્ઞાનનો ફેલાવો કરવાનો છે. તેની સ્થાપના ૧૪મી ડિસેમ્બર, ૨૦૦૪ના રોજ કરવામાં આવી હતી. તેના અંતર્ગત આંખે ન જોઇ શકતા લોકો માટે 'સફારી'ની ઓડિયો આવૃતિનું વિના મૂલ્યે આશરે ૧૦૦ અલગ-અલગ સંસ્થાઓમાં વિતરણ કરવામા આવ્યું હતું, જેથી પ્રજ્ઞાચક્ષુ લોકોમાં પણ જ્ઞાન-વિજ્ઞાનનો ફેલાવો થઇ શકે.[સંદર્ભ આપો]

સંદર્ભફેરફાર કરો

 1. સફારી અંક ૨૯૫, પાનું ૩.
 2. "Science CD for visually impaired". ૨૧ એપ્રિલ ૨૦૦૫. the original માંથી ૧૮ ઓગસ્ટ ૨૦૦૫ પર સંગ્રહિત. Retrieved ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૮. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)
 3. "સંપાદકનો પત્ર". સફારી. No. ૧૦૦. અમદાવાદ: હર્ષલ પબ્લિકેશન.
 4. "General Knowledge Magazine from India – SAFARI | Harshal Publications". www.safari-india.com. Retrieved 2018-09-19. Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય કડીઓફેરફાર કરો