સભ્યની ચર્ચા:વિહંગ/પટારો/2013

છેલ્લી ટીપ્પણી: કૌંસ કથા ! વિષય પર Ashok modhvadia વડે ૧૦ વર્ષ પહેલાં

ભાવનગર જિલ્લાના લેખોમાં સુધારા ફેરફાર કરો

વિહંગભાઈ, ભાવનગર જિલ્લાના લેખોના માહિતીચોકઠામાં તમે સૂચવેલા બે ફેરફારો કરી દીધા છે. ત્રીજો (district = [[ભાવનગર જિલ્લો|ભાવનગર]] વાળો) ફેરફાર કર્યો નથી, કારણ ફક્ત એટલું જ કે એમ લખીએ કે એકલું ભાવનગર લખીએ, માહિતીચોકઠાનું દૃશ્ય સ્વરૂપ બંને વસ્તુને એક સમાન રીતે જ દર્શાવે છે, તો નાહકના એટલા એડિટ્સ કરીને બેન્ડવિથ વાપરવાની ઈચ્છા ન થઈ. પણ જો તમને કોઈ રીતે એ આવશ્યક લાગતું હોય તો જણાવશો, હું એ પણ કરી દઈશ.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૫૮, ૧૮ નવેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

સાહેબજી, કોઇને નાહકના ફેરફાર કરવા કહુ એટલો અણસમજુ તમે મને નાહકનો ધારી લિધો. તમે મને એવો ધારી લીધો એ જાણીને હું અત્યંત ખુશ થયો છુ.!!!. એ લખ્યુ તે વખતે એ ફેરફાર એટલા માટે કરવા પડે એમ હતા કે જિલ્લા-વાર પ્રગતિપત્રક પણ આપોઆપ બને એ માટે પ્રયત્ન ચાલુ હતા. ઢાંચા:Infobox Indian Jurisdiction માં એક ઢાંચો છે auto link. એ ઢાંચામાં રહેલા જીવડું જિલ્લાને મોટા કૌસમાં મુકીએ એની સામે વિરોધ નોંધાવે છે. એ વિરોઘ પાછો એવો અનન્ય પ્રકારનો છે કે આમ અહિંસક રહેતું જીવડું, જિલ્લાની પ્રગતિ નોંધ માટેની શ્રેણી ઉમેરતા વેંત જ એ શ્રેણીને એવો ડંશ મારે છે કે શ્રેણી મરણશરણ થઇ જાય છે. વ્યોમભાઇ આવા કેટલાક શ્રેણી મરણના સાક્ષી રહી ચુક્યા છે. મને કોઇ રીતે આવશ્યક લાગવા કે ન લાગવાનો કોઇ પ્રશ્ન જ નથી, જો આપણે સહુ જિલ્લાવાર પ્રગતિ પત્રક આપોઆપ બને એવું ઇચ્છતા હોઇએ તો જ એ કરવાની જરૂર છે નહીતર કોઇપણ પ્રકારની વધારાની બેન્ડવિડ્થ વાપરાઇ જાય એવો કોઇ જ પ્રયત્ન કરવાની તરફેણમાં હું નથી. આભાર અને शुभम् भवतु।

-- લિ.,વિહંગ વ્યાસંગી ૧૬:૧૦, ૧૮ નવેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

અરે અરે અરે... ખમૈયા કરો પ્રભુ! હું તો મારી જાતને ધન્ય માનતો હતો એમ ધારીને કે હું તમારો મિત્ર છું, પણ ઉપરનું લખાણ વાંચીને મારી એ પૂર્વધારણા હવે ભાંગી પડી છે. મેં આપને કોઈકાળે નાહકના ધારવાનું સ્વપ્ને પણ નથી વિચાર્યું, આ તો હું રહ્યો મંદમતિ માણસ, એમાંય ગુજરાતી ભાષાની પૂરી જાણકારી નહિ એટલે કોઈ વ્યક્તિ કશીક વિનંતિ કરે તો એ શા કારણે હશે એટલું સમજી શકવાની ક્ષમતા છે નહિ અને એમાં આપના દિલને આટલો ખેદ પહોંચાડ્યો. હું માફીને તો લાયક છું જ નહિ એટલે એ માંગીશ નહિ. અને હા, આ બેન્ડવિડ્થ કાંઈ મારે ખીસ્સામાંથી તો વાપરવાની નથી કે એ વપરવાથી મારું બેંક-બેલેન્સ પણ ઓછું થવાનું નથી એટલે તમારો આટલો આગ્રહ જોઈને હવે વાપરી જ કાઢીશ. ફક્ત એક વિનંતિ કરૂં કે ભવિષ્યમાં આવી કોઈ વિનંતિ કરતી વેળા બને એટલો ફોડ પાડવાની કૃપા કરશો જેથી અમ અણસમજુ માણસોથી આપની શાનમાં આવી ગુસ્તાખી ન થઈ જાય. અને જો આ સેવકને કાબેલ સમજો તો એકાદો છેવાડાનો તાલુકો અમને પણ ફાળવી આપજો માઈ-બાપ.... અમે ય રામસેતુ બાંધવામાં ખીસકોલીએ કરેલા યોગદાન જેટલું યોગદાન કરીને ધન્યતા અનુભવીશું.--ધવલચર્ચા/યોગદાન ૦૫:૨૦, ૨૧ નવેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

કૌંસ કથા ! ફેરફાર કરો

હાર્દિક ધન્યવાદ, વિહંગજી. ઢાંચા વિશે હું જરા કાચો છું. આ જેટલા કૌંસ ખુલે એટલા બંધ થવા જોઈએ એ આપે ઘણું ઉપયોગી અને સરળતાથી સમજાવ્યું. પાકું આવડી ગયું. આમ જરૂરી સમયે માર્ગદર્શન આપતા રહેશો. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૩૪, ૭ ડિસેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

Return to the user page of "વિહંગ/પટારો/2013".