ભાઇ શ્રી રુપેનભાઇ,

  • તમારા ચાણક્ય લેખમાં કરેલા ફેરફાર આપ જોઇ લેશો. આપ જે વધું માહિતી બાહ્ય કડિઓ એવા મથાળા નીચે મુકો તો વધુ ઠીક રહેશે.
  • દૂધ સફેદ કેમ હોય છે? આ લેખને દૂધ લેખમાં ભેળવવા વિનંતી... જૂઓ ચર્ચાનું પાનું... [[૧]]
  • વળી ગાયત્રી લેખમાં કરેલો ફેરફાર વિકિનીતિ મુજબ યોગ્ય રહેશે નહીં.


આશા રાખું કે મારા સંદેશ થી આપ માઠું નહીં લગાડો અને આપનું યોગદાન આપતા રહેશો. ભૂલચૂક માફ.... સીતારામ... મહર્ષિ --Maharshi675 ૦૮:૩૦, ૯ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

વિકિનીતિ મુજબ યોગ્ય રહેશે નહીં.વિકીનીતી જણાવશો જેથી અમરો સમય અહિયા ના બગાડતા બીજે ક્યાંક ઉપયોગ થાય .
લખાણ બેઠે-બેઠું અન્ય જયા પરથી અહીં ન મુકી શકાય. અને લખાણના અંતે કોઇ પણ નામ સહી ની જેમ લખી ન શકાય. કારણ કે એક જ લેખ અનેકો યોગદાન કર્તા દ્વારા મઠારવામાં આવે છે. સીતારામ... મહર્ષિ --Maharshi675 ૦૭:૫૮, ૨૬ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)
મિત્ર, વિકિનીતિ એમ કહે છે કે, અન્ય જગ્યાએ પ્રસિદ્ધ થયેલું લખાણ, જે તે પ્રકાશકના પ્રકાશનાધિકારથી સુરક્ષિત હોય છે, અને આવું પ્રકાશનાધિકારથી સુરક્ષિત કોઈપણ જાતનું સાહિત્ય (લખાણ, કાવ્ય, ચિત્રો, વિગેરે) અહીં આપણે ના મુકી શકીએ. વધુમાં જો આપ ડાબી બાજુના હાંશિયામાં છેક ઉપર, કે જ્યાં વિવિધ અક્ષરો લખેલો ગોળો છે ત્યાં ધ્યાનથી જોશો તો આપને જણાશે કે ત્યાં વિકિપીડિયાની નીચે મુક્ત વિશ્વજ્ઞાનકોષ એમ લખેલું છે, જેનો અર્થ થાય છે કે આ જ્ઞાનકોષ છે. જ્ઞાનકોષ એટલે કે એન્સાયક્લોપીડિયા. હવે આ એન્સાયક્લોપીડિયા અને બ્લૉગ એ બંને અલગ દુનિયાઓ છે, અહીં આપણે બ્લૉગનું લખાણ ના ઉમેરી શકીએ અને ના તો આપણે આ સ્થળને બ્લૉગની જેમ વાપરી શકીએ. કારણ ખબર છે? કારણ એટલું કે બ્લૉગ એ આપણા વિચારો જણાવવા માટેનું સ્થળ છે, તમારા બ્લૉગમાં તમે જે કાંઈ લખો તેની સામે કોઈ વાંધો ના ઉઠાવી શકે, અને જો ઉઠાવે તો પણ તે લખાણમાં ફેરફાર કરવો કે નહી તે ફક્ત તમારા નિર્ણયને આધિન હોય, તેમાં તમે લખેલા વ્યુહમાં અન્ય કોઈ વ્યક્તિ વધ-ઘટ ના કરી શકે, જ્યારે જ્ઞાનકોષ એ સર્વસ્વિકૃત, સર્વ વિદિત, અને ખાતરી કરી શકાય તેવા તથા તથ્યોથી ભરેલા સાહિત્યનો બનેલો હોય છે, તેમાં મારા કે તમારા વૈયક્તિક મતોને સ્થાન નથી હોતું. આ તો થઈ મૂળ નીતિની વાત, જેનો ભંગ થયા બાબતે ઉપરનાં સંદેશામાં મહર્ષિભાઈએ તમને જણાવ્યું છે. આશા છે કે આપ હવે સમજી શક્યા હશો, અને તમને લાગે કે તમે અહીં તમારો સમય બગાડો છો અને ભૂતકાળમાં બગાડ્યો છે તો ચાલો, જાગ્યા ત્યારથી સવાર, હવે તો તમને ખબર પડી જ ગઈ, એટલે હવે તમે સમય ના બગાડશો, અને ભૂતકાળમાં જે બન્યું છે તે તમારી ભૂલ સમજી તેને સુધારવાનો પ્રયત્ન કરશો.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૪૪, ૨૬ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

ॐ તત્વજ્ઞાન ફેરફાર કરો

== ॐ એ ત્રણ માત્રા અ ઉ મ નો બનેલો છે . ॐ નું ઉચ્ચારણ કરીએ ત્યારે આ ત્રણે અલગ નથી પડતી તેથી ॐ એ પૂર્ણ પરબહ્ર્મ પરમાત્માનું શબ્દ પ્રતિક છે . ॐ નો પ્રથમ પાદ : વૈશ્વાનર , સ્થૂળ શરીર , જાગ્રત અવસ્થા , વિરાટ ન નામ , ઉપભોગ સ્વરૂપ ઋગ્વેદ ‘ અ ‘ કાર રૂપ છે . ॐ નો દ્વિતીય પાદ : હિરણ્યગર્ભ , સુક્ષ્મ શરીર , સ્વપ્ન અવસ્થા , તૈજસ નામ , સ્વયં પ્રકાશ સ્વરૂપ યજુર્વેદ ‘ ઉ ‘ કાર રૂપ છે . ॐ નો તૃતીય પાદ : પ્રાજ્ઞ , કારણ શરીર , સુષુપ્તિ અવસ્થા , ઈશ્વર નામ , આનંદ સ્વરૂપ , સામવેદ ‘ મ ‘ કાર રૂપ છે . ॐ નો ચતૃર્થ પાદ : તૂર્ય , નિરાકાર , નિર્ગુણ અવસ્થા , બ્રહ્મ નામ , સમાધિ સ્વરૂપ અથર્વવેદ બ્રહ્મજ્ઞાન અર્ધમાત્રા છે .


હરિ: ॐ તત્ સત્ બ્રહ્માર્પણ મસ્તુ == Big text

nokia ફોન વિશે જાણકારી ફેરફાર કરો

[[ચિત્ર: * ફિનલેન્ડ ના એન્જીયર ફેડરીક આઈડેનસ્ટામે ૧૮૬૫ માં સ્થાપેલી કંપની ન્યુઝ પ્રિન્ટ કાગળ તથા કાર્ડબોર્ડ બનાવતી પેપરમીલ હતી.

   * આ કંપની   ફીનલેન્ડમાં નદી કિનારે નોકિયા ગામ પાસે બનાવી એટલે તેનું નામ નોકિયા રાખ્યું.
   * કપનીએ પછીથી પગરખા , રબ્બર ,રેનકોટ ,ધાતુના કેબલ ,ટેલીગ્રફીક સાધનો , ટેલીફોન એકસચેન્જ ના સાધનો , ટાયર અને છેલ્લે ૧૯૭૦ માં મોબાયલ બનાવ્યો.

અરીસો કેવી રીતે બને છે ? ફેરફાર કરો

અરીસો બનાવવા સૌ પ્રથમ સાદો પારદર્શક કાચ બનાવવો પડે તેના માટે યોગ્ય પ્રકારની રેતી (સિલિકા) વપરાય છે.સિલિકા ,સોડ્યમ્કાર્બોનેટ ,બેરિયમ જેવા પુરક તત્વોથી મીશ્રણ ને ભઠ્ઠીમાં ગરમ કરવાથી કાચ બને .આવા સાદા કાચને અપારદર્શક કાચ માં ફેરવવામાંચાંદી વપરાય છે. જોહનસન અને જોહનસન બ્રાન્ડ વાળી ૯૯૯ ટચની લગડી ને નાઈટ્રીક એસિડમાં પીગળી સિલ્વર નાયટ્રેટ બનાવી પછી કાચ પર તે પ્રવાહીનો સ્પ્રે મારે છે પછી કાચને મોરથુથુના ધ્રાવણ ને ટાંકીમાં ઝબોળે છે અને પછી અરીસો (કાચ) તૈયાર