હું ભટ્ટ નંદિની ૨૫ વર્ષ ની ગુજરતી ભાષી છું અને ગુજરાતના વડોદરા શહેરમાં એક શિક્ષક તરીકે કામ કરું છું. મેં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા થી ગુજરાતીમાં (B.A) કરું છે. હું મલ્ટીટાસ્કીંગની ખૂબ જ શોખીન છું.
ભલે પછે તે પ્રવાસ ડેસ્ક પર સંપૂર્ણ સમય કામ કરવાનું હોય કે બાળકો ઉછેરવાનું હોય, અથવા મુસાફરી અને ખોરાક વિશે બ્લોગિંગ હોય, એમ હું સમાન ઉત્સાહ સાથે તે બધા કાર્ય કરું છું.
મને ફરવા, ખાવાનું અને ખોરાક બનાવવાનું શોખ છે. આ બ્લોગ મારા અનુભવો, પ્રવાસ, ખોરાક અને આનંદ માટે હું લખું છું. મને બાળપણ થી લખવાનું ખૂબ જ શોક છે. મારું વિચાર છે કે આપણે સૌ વાચવાની ટેવ રાખવી જોઈએ જેથી તમારું વિચાર અને મગજ વિકસે, આંખ તીક્ષ્ણ થાય, બુદ્ધિઆંક સુધારે, શબ્દભંડોળ અને શબ્દ શક્તિ સુધારે અને આ સિવાય સામાન્ય રીતે હરખાવું થાય.
મારું કાર્ય
મને મારા બાળપણામાં મારા શિક્ષકો એ મને ઉદાત્ત ભાવનાથી અખબાર વાચવા માટે પ્રેરિત કર્યું હતું. આજે એક શિક્ષક બનીને હું પણ ઈચ્છું છું કે મારા બધા વાચકો મારા લેખ વાચીને અખબાર વાચવા પ્રેરિત થાય.