સભ્ય:Dineshjk/Sandbox
એક વિનંતી
ફેરફાર કરો@Dsvyas @KartikMistry પ્રિય ધવલભાઈ,અનેકાર્તિકભાઈ,
આજે સરદાર પટેલ યુનિવર્સિટીનું પાનું જોતાં અમુક ફેરફારો માલુમ પડ્યા..
- પાનાંમાંથી શ્રેણી:યુનિવર્સિટી દૂર કરાઈ છે. આ પાનું તો યુનિવર્સિટીનું જ છે.
- કોઈપણ યુનિવર્સિટી માટે 2f અને 12b નું સ્ટેટસ ખૂબ મહત્વનું છે. યુજીસીનું પાનું અહી જુઓ આ ખૂબ જ મહત્વની વિગત પાનાંમાંથી નીકળી ગઈ છે.
- સંલગ્ન કોલેજમાં પી એમ પટેલ કોલેજ ઉમેરી છે. યુનિવર્સિટીને અંતર્ગત સામાન્ય રીતે ત્રણ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ હોય છે. આ સંસ્થા સંલગ્ન કોલેજ નથી પણ માન્ય કોલેજ છે.
- વિભાગો (આ વિભાગો યુનિવર્સિટીના પોતાનાં હોય અને તે જુદા જુદા વિષયોના હોય.) સામાન્ય રીતે અનુસ્નાતક (postgraduate)ની ડીગ્રી માટે અભ્યાસ કરાવવામાં આવે. અહીં કામ કરતા કર્મચારીઓ યુનિવર્સિટીના પોતાનાં કર્મચારીઓ ગણાય છે.
- સંલગ્ન કોલેજો આ કોલેજોમાં સ્નાતક કક્ષાનો અભ્યાસ કરાવવામાં આવતો હોય છે. અહીં કામ કરતા કર્મચારીઓ યુનિવર્સિટીના પોતાનાં કર્મચારીઓ ગણાય છે.
- માન્ય કોલેજો (અથવા સંબંધિત કોલેજો) affiliated colleges. આ કોલેજોમાં મુખ્યત્વે સ્નાતક કક્ષાનો અભ્યાસ કરાવવામાં આવે છે. જો તેમાં અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો ચાલતા હોય, તો તેને pg centres કહેવાય છે. આ કોલેજોનો વહીવટ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતો નથી. સામાન્ય રીતે તે ટ્રસ્ટ અથવા પ્રાઇવેટ સંસ્થા અને ક્યારેક સરકાર દ્વારા સંચાલિત હોય છે.
આમ પી એમ પટેલ કોલેજનું નામ સંલગ્ન કોલેજમાં નહીં પણ માન્ય કોલેજમાં આવવું જોઈએ. વળી પી એમ પટેલના નામથી ઘણી કોલેજો ઓળખાય છે, તેથી તેનું નામ યોગ્ય વિષય કે શાખા પ્રમાણે આવે.
આ પાનાં પર યુનિવર્સિટી માટેનો ઢાંચો વપરાયેલો છે. તેમાં કુલપતિને પણ ઉમેરીએ તો વધુ સારુ. વળી, કુલપતિ માટે હાલ ઢાંચો] છે તેના બદલે [ઢાંચામાં ] ફેરફાર કરીને જરૂર પડે ત્યાં હાલના ઢાંચામાંથી ફિલ્ડ ઉમેરીને નવો બનાવીએ અને તેના ફિલ્ડના નામ ગુજરાતી પણ કરીએ. આશા છે આપના તરફથી પરવાનગી અને માર્ગદર્શન મળશે.
હું જાણું છું કે વિકિપિડિયામાં દરેક વ્યક્તિ ફેરફાર કરી શકે છે. પણ હું વર્ષોથી કાર્યરત નહોતો, તે સંજોગોમાં તમારો એક દૃષ્ટિકોણ હોય, હવે હું આવીને ગમે તેમ ફેરફાર કરવાનું કહું તે યોગ્ય નથી. તેથી લખું છું.
ડૉ. દિનેશ કારીઆ (Dr. Dinesh Karia)'(Talk) (contribs) ૧૯:૨૮, ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)