સાસુ વહુની લઢાઈમહીપતરામ રૂપરામ નીલકંઠ લીખીત હાસ્યરસપ્રધાન સામાજિક નવલકથા છે. આ નવલકથાને પ્રથમ ગુજરાતી સામાજિક નવલકથા ગણવામાં આવે છે. કરણ ઘેલો પ્રગટ થયાના પૂર્વે પ્રગટ થયેલ આ નવલકથામાં સામાન્ય હિંદુ કુટુંબમાં રહેતાં સ્ત્રીપુરૂષોના સ્વભાવ અને લાગણીઓનું હાસ્યજનક ચિત્ર ઉપહાસમાં આલેખવામાં આવ્યું છે.[]

આવકાર અને વિવેચન

ફેરફાર કરો

આ નવલકથા પ્રગટ થઈ ત્યારે ગુજરાતી પ્રજાએ એને સારો આવકાર આપ્યો હતો. ડાહ્યાભાઇ દેરાસરી દેરાસરી નોંધે છે: "હાથમાંથી પુરૂં કર્યા વગર મુકવું ન ગમે એવું મઝા આપનારૂં આ પુસ્તક બીજી આવૃત્તિમાં કદમાં મોટું થયું છે. પણ કદના વધારા સાથે જાણે એની મઝા ઘટી હોય એમ બીજી આવૃત્તિ પહેલી આવૃત્તિ કરતાં ઉતરતી થઈ છે."[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ દેરાસરી, ડાહ્યાભાઈ પીતાંબરદાસ (1911). સાઠીના સાહિત્યનું દિગ્દર્શન. અમદાવાદ: ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી. પૃષ્ઠ ૧૬૮-૧૬૯.