Naaz
Joined ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૦
મારૂ પુરુ નામ મુહંમદ નાઝ મારા પિતા ગુલામ અહમદ શૈખ. મારો જન્મ ગુજરાતમાં તાપી નદી કાંઠે આવેલ સુરત શહેરે થયો. સુરતમાં સગરામપુરા મૌલવી સ્ટ્રીટના મૌલવી ઇસ્માઈલ કબીલાનો સભ્ય હોવાને નાતે ઇસ્લામી રંગમાં રંગાયેલ છું. મારા સ્નાતક સુધીનો સફર બીજા કરતા કઈ જુદો પડે છે કારણકે મે સેકન્ડરી સુધી અભ્યાસ ઉર્દુ ભાષામાં કર્યો જેની ઝલક મારા લખાણમાં અચૂક નજર આવશે, હાયર સેકન્ડરી અને બીકોમ ગુજરાતી ભાષા સાથે પૂર્ણ કર્યું અને એમબીએ થવા માટે અંગ્રેજી વગર છુટકારો નથી. અહીં મારો ધ્યેય વિકીપીડ્યા ઉપર ઇસ્લામ અને કુરાન વિશે સાચી અને તટસ્થ માહિતી મુકવાનો છે વિકીપીડ્યાના સભ્યોએ સહકાર આપવા વિનંતી.