મારું નામ નરેશ પંડ્યા છે.હું મૂળ સુરેન્દ્રનગર જિલ્લાનો વતની છું અને અત્યારે ગાંધીનગર ખાતે સર્વીસ કરું છું.મેં ગ્રંથાલય અને માહિતી શાસ્ત્રમાં એમ.ફિલ કર્યું છે. મિત્રો ! વાંચન મારો પ્રિય શોખ હોઇ મેં ગ્રંથાલય ક્ષેત્ર પસંદ કર્યું છે.ગ્રંથાલયના માધ્યમથી,તેમજ વાચન થકી જીવનમાં હું ઘણું શીખ્યો છું.માર્ક ટવેઇન કહે છે તે મુજબ, " જેઓ વાંચતા નથી, તેવા લોકો, જેઓ વાંચી નથી શકતાં તેવા લોકો કરતાં જરા પણ ચડિયાતા નથી." વાંચન ઉપરાંત પ્રવાસ એ મારો બીજો મુખ્ય શોખ છે.મેં અત્યાર સુધી ભારતના સોળ જેટલા રાજ્યોનો પ્રવાસ કર્યો છે. મિત્રો ! વાંચનથી જે નથી મળતું તે પ્રવાસથી મળે છે.વાંચન ઉપરાંત સરળ,નિરાડંબરી અને નિખાલસ સ્વભાવની વ્યકિતઓ સાથે મિત્રતા કરવી મને ગમે છે.ધર્મ અને આધ્યાત્મિક ક્ષેત્રે સ્વામી વિવેકાનંદ મારા આદર્શ છે,જયારે રાજકિય ક્ષેત્રે મહાત્મા ગાંધીના વિચારો મને ખૂબ ગમે છે.દુંનિયામાં હિંદુ જીવનપધ્ધતિને હું શ્રેષ્ઠ ગણું છું.હિંદુ જીવન, હિદું દર્શન, અને હિદું ધર્મ એ ત્રણેય અદભૂત છે.છતાંય હું સૌનું ગૌરવ કરવામાં માનું છું.લખવાનું પણ મને ગમે છે અને આ માટે વિકિપીડિયા સશકત માધ્યમ છે. અર્થશાસ્ત્ર,રાજકારણ,ઇતિહાસ,ધર્મ અને આધ્યાત્મિકતા એ મારા પ્રિય વિષયો છે.