Naresh Pandya
સ્વાગત
ફેરફાર કરોસ્વાગત!
ફેરફાર કરોપ્રિય Naresh Pandya, સુપ્રભાત, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!
- જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
- વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
- સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
- લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
- આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
- ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
- નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
- ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
- આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
- અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
- જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.
ભાવનગર જિલ્લો અને જોવાલાયક સ્થળો
ફેરફાર કરોનરેશભાઈ, તમે સભ્ય બનતાની સાથે જ યોગદાન શરૂ કર્યું તે આનંદની વાત છે, હવે પહેલુ કામ તમારા 'મારા વિષે' પાના પર થોડી માહિતિ આપવાનું કરશો તો અન્ય મિત્રોને તમારો પરિચય થશે. આ પાના પર શું લખવું તે જોવા માટે અન્ય સભ્યોનાં પાનાં જોઇ જુઓ, તમને ખ્યાલ આવી જશે કે અન્ય મિત્રો પોતાના વિષે કેવી માહિતિ ત્યાં ઉમેરે છે અને પછી તમને યોગ્ય લાગે તેવી માહિતિ ત્યાં ઉમેરી તે પાનું તૈયાર કરો.
તમે ભાવનગર જીલ્લો લેખમાં જોવાલાયક સ્થળો ઉમેર્યા, તે યોગ્ય જગ્યા નહોતી આ માહિતિ ઉમેરવાની, કેમકે તમે ઉમેરેલી માહિતિ ભાવનગર શહેરને સંબંધિત હતી. માટે મેં તેને ત્યાંથી દૂર કરી છે, આપ તેને ભાવનગરનાં પાનાં પર ઉમેરી શકો છો (જો તે પહેલેથી ત્યાં ના હોય તો).--ધવલચર્ચા/યોગદાન ૦૯:૨૫, ૧૩ મે ૨૦૦૯ (UTC)
- શ્રી ધવલભાઇ,
વિકિપિડીયા પર હું નવો છું તેથી તમે કરેલ ફેરફાર યોગ્ય જ છે.મારો પરિચય મેં મારા વિશે માં આપ્યો છે.અન્ય વિકિસભ્યોની માહિતી કેવી રીતે મળે તે જણાવવા ક્રુપા કરશો.
- શ્રી નરેશભાઇ, લાગે છે કે ધવલભાઇ કશાક કામમાં રોકાયેલા છે. આથી હું આપને તેમના વતી થોડું માર્ગદર્શન કરવાની કોશિશ કરૂં છું. આપ લોગઇન થયા પછી, કોઇનાં પણ ચર્ચાનાં પાના પર સંદેશો લખો ત્યાર પછી અંતમાં --~~~~ આ રીતે ઉમેરશો અથવા ઉપરનાં ટુલ બોક્ષમાંથી 'તમારી સહી' નામનાં બટન (જે પર સહીનો મોનોગ્રામ છે તે ડાબેથી દશમું બટન)પર ક્લિક કરશો એટલે આપોઆપ આપનું નામ અને સમય ઉમેરાઇ જશે. બીજું કે આપ અન્ય સભ્ય વિશે જાણવા માગતા હોય તો ચર્ચાને અંતે આપેલ, તે સભ્યનાં નામ પર ક્લિક કરશો એટલે તેમણે પોતાનાં સભ્ય પાના (મારા વિષે) પર લખેલ વિગતો આપને જોવા મળશે. આશા રાખું કે આપને આ સમજાયું હોય :-) આભાર. --અશોક મોઢવાડીયા ૧૦:૫૩, ૮ જુલાઇ ૨૦૦૯ (UTC)
- શ્રી અશોકભાઇ,
આપના અમૂલ્ય માર્ગદર્શન બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.હું આપનો સંપર્ક કરવાનો જ હતો, ત્યાં સામેથી જ આપનો સંદેશ આવ્યો.અશોકભાઇ આપણે અવાર-નવાર ચર્ચા કરતાં રહીશું.તેમજ જો આપને સાનુકૂળતા હોય તો વિકિપિડીયા બાબતે હું આપનું માર્ગદર્શન મેળવતો રહીશ.આભાર !--Naresh Pandya ૧૧:૪૨, ૯ જુલાઇ ૨૦૦૯ (UTC)
એક નમ્ર સૂચન
ફેરફાર કરોનિષ્કલંક મહાદેવ વિશેનો લેખ લખવાની ઘણા વખત થી ઇચ્છા હતી જે આપે પુરી કરી. આશા રાખુ કે માર સુધારા થી તમને માઠું નહીં લાગ્યું હોય. આપ આવી જ રીતે યોગદાન આપતા રહો. ફક્ત એક સૂચન હતું કે લેખ ના અંતે વિકિપીડિયાની નીતિ મુજબ નામ ના લખી શકાય. ધવલભાઇ વધું માર્ગદર્શન આપી શકશે. સીતારામ.. મહર્ષિં --Maharshi675 ૧૪:૦૯, ૨ જુલાઇ ૨૦૦૯ (UTC)
- શ્રી નરેશભાઇ,નમસ્કાર.
આપે સુંદર માહિતીપ્રદ યોગદાન આપવાનું શરૂ કર્યું. આપણા વિકિ કુટુંબમાં આપનું હાર્દિક સ્વાગત, આમજ યોગદાન આપતા રહેશો. બીજું આપે ભાવનગર જિલ્લો લેખમાં જે સુંદર રસપ્રદ માહિતી ઉમેરેલ તે મેં ત્યાંથી બગદાણા લેખમાં ઉમેરી આપી છે. આપણે વિકિ પર યોગ્ય જગ્યાએ યોગ્ય માહિતી લખવાનો પ્રયત્ન કરીએ છીએ, આપે લખેલ માહિતી બગદાણા લેખ શાથે વધુ સુસંગત હોય આ ફેરફાર કરવાનું ડોઢડહાપણ કરેલું છે :-) આપ આ ફેરફાર જોઇ જશો અને જરૂર જણાયે મિત્રભાવે યોગ્ય સુચનો પણ આપતા રહેશો અને જરૂર જણાયે વિનાસંકોચે આપણા અન્ય વિકિમિત્રો શાથે સલાહસુચન કરશોજી. આભારસહ. --અશોક મોઢવાડીયા ૧૧:૩૫, ૩ જુલાઇ ૨૦૦૯ (UTC)
નરેશ પંડ્યા
અહીં જુઓ
ફેરફાર કરોશ્રી નરેશભાઇ,નમસ્કાર. મહેરબાની કરી અહીં જુઓ : ચર્ચા:ગાંડા
--અશોક મોઢવાડીયા ૧૧:૨૮, ૧૦ જુલાઇ ૨૦૦૯ (UTC)
- શ્રી અશોકભાઇ,નમસ્તે.
ભાવનગર ત્રણ બાબતો માટે પ્રખ્યાત છે.ગાંડા,ગાંઠીયા અને ગાયો.આ ત્રણ બાબતોમાંથી બે બાબતો તો સમજાય તેવી છે,પરંતુ 'ગાંડા' માટે ભાવનગર કેમ પ્રખ્યાત છે તે જાણવામાં લોકોને વધારે રસ હોય છે.આ માટે લોકો જુદાં જુદાં તર્ક લગાવતાં હોય છે ,પરંતુ સાચી માહિતીની બહું ઓછા લોકોને ખબર હોય છે.મેં ભાવનગર રેલ્વેનું છેલ્લું સ્ટોપેજ હોઇ આગળથી બેઠેલા ખુદાબક્ષ ગાંડાઓ ત્યાં ઉતરી જાય છે તેથી ઉતરોત્તર ભાવનગરમાં ગાંડાઓની વ્રુધ્ધિ જોવા મળે છે આ પ્રકારે માહિતી રજુ કરી છે.હવે આ જ ટોપીક પર અન્યોએ- ભાવનગરમાં ગાંડાઓની સંખ્યા, લોકોનો તેમના પ્રત્યેનો અભિગમ, કઇ ભાષામાં બોલતાં હોય છે, શું ખાય-પીએ છે વિગેરે બાબતો પર જેઓ જાણતાં હોય તેમણે માહિતી ઉમેરતા જવાનું છે.મને લાગે છે કે મારો અભિગમ તમને પસંદ પડશે. મળીએ ત્યારે... ...--Naresh Pandya ૧૩:૩૦, ૧૪ જુલાઇ ૨૦૦૯ (UTC)
- મિત્રો, ઘણા સમયથી થોડો કામમાં વ્યસ્ત હતો તેથી લગભગ બીલકુલ સમય નથી આપી શક્યો તે બદલ ક્ષમા કરશો. નરેશભાઈ, તમે મને પુછેલો પ્રશ્ન મેં ગયા સોમવારે વાંચ્યો હતો, પરંતુ તેનો જવાબ લખું તે પહેલા ફરી પાછું કોઈક કામ આવી જતા ના લખી શક્યો. ગઈકાલથી ફરી થોડો નિયમિત થવા માટે પ્રયત્ન શરૂ કર્યો છે, જોઈએ ગાડી ક્યારે પાટે ચઢે છે. અશોકભાઈએ તમને માર્ગદર્શન આપી દીધું છે, તે બદલ તેમનો આભાર. હવે વાત કરીએ ગાંડાની, તો આપે જે જણાવ્યું છે, તે ગુજરાત સમાચાર કે દિવ્ય ભાસ્કર દૈનિકે લખ્યું હતું, અને તેમના જણાવ્યા મુજબ, રેલ્વે સત્તધિશોનું તેમ કહેવું છે. જે હોય તે, પરંતુ, આ વાત તાર્કિક રીતે સાચી લાગતી નથી. છાપા વાળાઓને સ્પેસફિલર તરિકે જ્યારે કશું ના મળે ત્યારે તે આવું બધું ઠપકાડી દેતા હોય છે. જે ઉક્તિ તમે લખીછે, તેવી જ મેં ગોંડલ માટે સાંભળી હતી, અને કદાચ આપણા જિતેન્દ્રસિંહે પણ ક્યાંક તેનો ઉલ્લેખ કર્યો છે. આમ જુઓ તો, ગોંડલ સાથે તે યુક્તિ વધુ બંધબેસતી લાગે છે, કેમકે તેમાં ગ, ગ, ગ ગનો પ્રાસ બેસે છે. આ લેખ માટે, મને તો અશોકભાઈએ કરેલું સુચન ખુબ યોગ્ય લાગે છે, અંગ્રેજી લેખમાંથી થોડી ઘણી માહિતિ ત્યાં ઉમેરીને લેખને સમૃદ્ધ બનાવી શકાય. તમે કહોછો તે પ્રકારની માહિતિ પણ તેમાં ઉમેરી શકીએ, પરંતુ લેખનું મૂળ કન્ટેન્ટ મૂળભૂત માહિતિ અને વૈજ્ઞાનિક તથ્યો આધારિત રાખીએ તો સારું, અને અંતે લોકવાયકાઓ કે લોકવિચારો એવા મથાળા હેઠળ તમે સુચવેલી માહિતી મુકી શકીએ. આપ સૌના પ્રતિભાવો જણાવજો.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૪, ૧૪ જુલાઇ ૨૦૦૯ (UTC)
- આમ જોઇયે તો છાપાવાળાઓ ની વાત સાચી છે કારણકે તેલગુ, મરાઠી વગેરે બોલતા ગાંડા પણ ભાવનગરમા જોવા મળે છે (કાકીનાડા ઍક્સપ્રેસ પછી તે રુટ પરના ગાંડા વધી ગયેલા). "પરંતુ લેખનું મૂળ કન્ટેન્ટ મૂળભૂત માહિતિ અને વૈજ્ઞાનિક તથ્યો આધારિત રાખીએ તો સારું, અને અંતે લોકવાયકાઓ કે લોકવિચારો એવા મથાળા હેઠળ તમે સુચવેલી માહિતી મુકી શકીએ." આપની આ વાત સંપૂર્ણ સાચી છે. સીતારામ... મહર્ષિં --Maharshi675 ૧૪:૨૮, ૧૪ જુલાઇ ૨૦૦૯ (UTC)
વાંચન સમાધિ
વાંચનનો જીવનમાં ઘણો મહિમા છે. હું વાંચનને સમાધિ સાથે સરખાવું છું. સમાધિગ્રસ્ત માણસ ઇશ્વરમાં ખોવાઇ જાય છે, તેમ વાંચનમાં ડૂબેલો માણસ પણ કયાંક ખોવાઇ જાય છે. સમાધિમાંથી જાગેલો કોઇ અલૌકિક આનંદ અનુભવે છે. વાંચન સમાધિમાંથી જાગેલાની અનુભૂતિ પણ એવી જ હોય છે. સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીના સુઅવસરે ‘વાંચે ગુજરાત‘ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતને વાંચતું કરવા માટે સરકાર દ્વારા અભિયાન છેડવામાં આવ્યું છે. વાંચવા માટે કહેવું પડે, અભિયાન ચલાવવું પડે તે આપણા માટે શરમજનક તો ખરું ! વાંચન એ મનનો ખોરાક છે. તેની ભૂખ જઠરાગ્નિ જેટલી જ પ્રબળ હોવી જોઇએ. આપણા ગુજરાતની ભૂમિ પર જન્મેલા મોહનદાસ ગાંધીએ કહ્યુ હતું કે, “પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાંય અધિક છે.રત્ન બહારની ચમક બતાવે છે, જયારે પુસ્તક અંત:કરણને અજવાળે છે”. બીજા એક મોહન જે ગુજરાતની ભૂમિ પર જન્મયા નથી પરંતુ, ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી હતી એવા ભગવાન શ્રીક્રુષ્ણે ભગવદ્ ગીતામાં,
જ્ઞાનેન સદ્રશમ પવિત્રમિહ વિદ્યતે (અર્થાત આ લોકમાં જ્ઞાનથી પવિત્ર કશું નથી) તેવું કહીને જ્ઞાનશકિતનો હજારો વર્ષ પહેલાં સ્વીકાર કરેલો. ગુજરાતના આ બંને મોહનો વિશ્વવંદ્ય વિભૂતિઓ છે. તેઓએ કહેલી કોઇપણ સારી વાત આપણા ગુજરાતીઓ માટે તો સો ટચના સોના જેવી હોવી જોઇએ.
વાંચન બે પ્રકારનું છે- એક ફરજિયાત અને બીજું મરજિયાત. ફરજિયાત વાંચન કરીને આપણે ડીગ્રીઓ લઇ લઇએ છીએ, કારકિર્દી બનાવી લઇએ છીએ અને, ત્યારબાદ મોટેભાગે વાંચન સાથે નાતો તોડી નાંખીએ છીએ. મરજિયાત વાંચનની ટેવ આપણે પાડતાં નથી. જેના કારણે આપણે ઘણું બધું જાણતાં નથી. જાણતા નથી માટે કોઇ નિર્ણય પર પહોંચવા જાણકારની સલાહ અને માર્ગદર્શનની આપણને જરુર પડે છે. સામાન્ય વાંચનના અભાવે આપણા બાળકોને પણ આપણા દેશના ઇતિહાસ, ભૂગોળ, રાજકારણ, ધર્મ, સંસ્ક્રુતિ તેમજ સાહિત્યના વિષયોની ઉંડી સમજ નથી, તેમજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવોનો પણ યોગ્ય પરિચય નથી. હવે આ જ બાળકો દેશનું ભવિષ્ય છે, દેશને તેઓ ચલાવવાના છે. માની લઇએ તેઓ ચલાવશે પણ ખરા, પરંતુ તેમાં ભારતીયતા નહીં હોય.
બીજું આપણે લોકશાહી દેશમાં જીવીએ છીએ. એટલે આપણે સતત સાવધાની વર્તવાની છે. કારણ કે લોકશાહીમાં લોકો સર્વોપરી છે. લોકશાહીની રક્ષા માટે, દેશની રક્ષા માટે દરેકે જાગ્રુત રહેવાની જરુર હોય છે. લોકશાહીમાં લોકોએ પોતાના મત ઘડવાના હોય છે. વાંચન એક એવી શેણી અને હથોડી છે જે લોકમતને ઘડે છે. આ રીતે ઘડાયેલા લોકમતને કારણે લોકશાહી સશક્ત અને પરિપકવ બને છે.
અહીંયા આપણે વાંચનને સામાન્ય વાંચનના અર્થમાં લેવાનું છે. ભારેખમ વાંચન ભલે વિદ્વાનો કરતા, આપણે તો સામાન્ય વાંચન જ કરવાનું છે. સામાન્ય વાંચનમાં પણ એવું વાંચન કરવાનું છે જેનાથી કોઇ અર્થ સરે. આપણે એવો જ ખોરાક લઇએ છીએ, એવી જ કસરત કરીએ છીએ જેનાથી શરીરને લાભ થાય છે. એવી જ રીતે વાંચન એ મનનો ખોરાક છે, મનની કસરત છે અને, એ એવું જ કરવું જોઇએ જેનાથી મનની વૈચારિક સમ્રુધ્ધિ વધે. આજે બજારમાં વિપુલ વાંચન સામગ્રી ઉપલબ્ધ છે. તેમાંથી શિષ્ટ સાહિત્ય પસંદ કરીને વાંચવાનું છે અને, વાંચીને આત્મસાત કરવાનું છે. અહિયા મને એક સંસ્ક્રુત સુભાષિતનું સ્મરણ થઇ આવે છે.
આઘાય પુસ્તકં ધન્ય: સર્વવિદ્મ ઇતિ સ્મ્રુતા: શતવારં પઠિત્વાપિહા: ન વિદ્મો જડાવયમ્ (પુસ્તકોનો અભ્યાસ કરીને બરાબર સમજ્યો છું એમ માનનાર ધન્ય છે. અને સો વખત પુસ્તક વાંચ્યું છે પણ હજુ જડ જ રહ્યા) (જીવનમાં ઉતાર્યા વિના અભ્યાસ વ્યર્થ). વિનોબા ભાવેએ તેમના એક લેખમાં, શ્રીમદ્ શંકરાચાર્યે અધ્યયન વિશે કરેલી વાતનો ઉલ્લેખ સમજવા જેવો છે. જેમાં દર્શાવ્યું છે કે જેટલું અધ્યયન કરીએ તેનાથી સો ગણું મનન કરવાનું છે. જેમ જમતાં આપણને અડધો કલાક થાય છે પરંતુ તે પચતાં ચારથી પાંચ કલાક થાય છે તેમ, અભ્યાસ માટે એક કલાક પૂરતો છે. નહીં તો બહું જમી લીધા પછી જો તેને પચાવ્યું નહીં તો જે હાલત શરીરની થાય છે તેવી જ બુધ્ધિની થશે. જો કે સ્વામી વિવેકાનંદની વાંચનશકિત અને સ્મરણશક્તિ અદભૂત હતા. સ્વામી વિવેકાનંદ જયારે મીરતમાં હતા ત્યારે ત્યાંના ગ્રંથાલયમાંથી સર જોન લબકના ગ્રંથોનો આખો સેટ મંગાવ્યો અને બીજા જ દિવસે પરત કર્યો. એક જ દિવસમાં સ્વામીજી બધા પુસ્તકો વાંચી ગયા હશે એ ગ્રંથપાલના માનવામાં આવતું ન હતું. પરંતુ થોડા પ્રશ્નો પુછ્યા પછી તેને ખાતરી થઇ ગઇ. સ્વામીજીનો આવો જ બીજો એક પ્રસંગ પણ નોંધવા જેવો છે. તેમણે Encyclopaedia of Britannica ની બહાર પડેલી નવી આવ્રુતિના બધા જ ભાગ વાંચવા માટે મંગાવ્યા હતા. તે જોઇને તેમના શિષ્ય શરદચંદ્રે શંકા વ્યકત કરી કે, આટલા બધા ભાગોની માહિતીને એક જિંદગીમાં યાદ રાખવી અશક્ય છે. સ્વામીજીએ દસ ભાગો તો વાંચી લીધા હતા અને આ દસ ભાગોમાંથી કંઇપણ પૂછવા શરદચંદ્રને કહ્યું. અને શરદચંદ્રે પૂછેલાં પ્રશ્નોના જવાબ સ્વામીજીએ મૂળ ગ્રંથની ભાષામાં જ આપ્યા. જો કે વાંચવાની આ કળા બધાને સહજ અને સાધ્ય ન થઇ શકે એ સમજી શકાય તેવી વાત છે પરંતુ, અભ્યાસ અને એકાગ્રતાથી તે વત્તા-ઓછા અંશે મેળવી તો શકાય જ છે.
હું એવું માનું છું કે, વાંચનટેવ સંસ્કારથી જ ઉભી કરી શકાય છે. માતા-પિતા તરીકે સૌ પ્રથમ આપણે જ વાંચનની ટેવ પાડવી જોઇએ. આપણે જે કહીયે છીએ તેના કરતાં શું કરીએ છીએ તેનું અનુકરણ બાળકો વધુ કરતાં હોય છે. આ એક જ સંસ્કાર એવો છે જે બીજી હજાર સારી બાબતોને બાળકમાં ખેંચી લાવશે. આપણે આપણા પછીની પેઢીને વારસામાં સંપત્તિની સાથે-સાથે ચુનંદા, સારાં પુસ્તકો પણ આપીએ. સંપત્તિ અને સરસ્વતીનો સુમેળ કરીએ. લક્ષ્મીવાન પણ સરસ્વતીહીન મનુષ્યમાં કશુંક ખૂંટતું હોય તેવું લાગે છે. લક્ષ્મી અને સરસ્વતીને સાથે બને નહીં તેવી માન્યતા એ કોઇ નાદાન માણસની ટીખળ છે, સત્ય નથી. સ્વર્ણિમ ગુજરાતના આ સોનેરી અવસરે આપણે આવી ટીખળોને ખોટી પાડવાની છે. લક્ષ્મીવાન ભવ: ની સાથે સાથે સરસ્વતીવાન ભવ: એવા પણ આશીર્વાદ આપીએ.
વાંચન અને પુસ્તકો વિશેનો મહિમા ગુણવંત શાહથી માંડીને ગાંધીજી સુધી ઘણા બધાએ કર્યો છે પરંતુ, તે બધામાં માર્ક ટ્વેઇને કરેલી ઉકિત મને ખૂબ ગમી છે. તેમણે કહેલું કે, “ જેઓ વાંચતા નથી તેવા લોકો, જેઓ વાંચી નથી શકતાં તેવા લોકો કરતાં જરા પણ ચડિયાતા નથી”. .--125.18.131.167 ૧૧:૪૫, ૧૨ મે ૨૦૧૧ (UTC)
--125.18.131.167 ૧૨:૦૬, ૨૦ એપ્રિલ ૨૦૧૧ (UTC)------------------------------
પંડિત રામ શર્મા આચાર્યનો વાંચનપ્રેમ
ફેરફાર કરોપંડિત રામ શર્મા આચાર્યનો વાંચનપ્રેમ
પડિત રામ શર્મા આચાર્યથી કોણ પરિચિત નથી ! દેવી ગાયત્રીના પ્રખર ઉપાસક તરીકે સમગ્ર ભારત વર્ષમાં તેમનું નામ ખૂબ જ આદરપૂર્વક લેવાય છે. એટલું જ નહીં ગાયત્રીને સામાન્ય જન સુધી પહોંચાડવા તેમણે જે ભગીરથ પુરુષાર્થ કર્યો તેને સારી સફળતા મળી છે. તેમજ એ માધ્યમથી તેમણે જન જાગ્રુતી અને સામાજિક દૂષણોનું ખંડન પણ કર્યું છે. આવા શ્રી રામ શર્માજીનો વાંચન પ્રેમ કેવો હતો તે વિશેની માહિતી તેમણે લખેલા પુસ્તક “ મારું વીલ અને વારસો ” માંથી મળે છે તે તેમના જ શબ્દોમાં જોઇએ. “ આવું જ અધ્યયનની બાબતમાં પણ બન્યું છે. એના માટે જુદો સમય ફાળવવો નથી પડ્યો. કોંગ્રેસના કાર્યો માટે ખૂબ દૂર દૂર જવું પડતું. જયારે વાતચીત કે કાર્યક્રમનો સમય થતો ત્યારે વાંચવાનું બંધ થઇ જતું અને જેવું ચલવાનું શરુ થતું કે તરત જ વાંચવાનું પણ શર્ં થઇ જતું. પુસ્તક સાઇઝના 40 પાન દર કલાકે વાંચવાની ઝડપ હતી. દરરોજ ઓછામાં ઓછા બે કલાક વાંચવા મળી જતું. કોઇવાર વધારે સમય પણ મળતો. આ રીતે બે કલાકમાં 80 પાન, મહિનામાં 2400 પાન, વર્ષમાં 28 હજાર પાન, 60 વર્ષમાં મેં સાડા અઢાર લાખ પાન મારી અભિરુચિનાં વાંચ્યાં છે. લગભગ 3 હજાર પાન નિત્ય વિહંગમ રુપે વાંચી લેવાં તે મારા માટે સ્નાન અને ભોજનની જેમ સહેલી બાબત રહી છે, આ ક્રમ 60 વર્ષ કરતાંય વધુ સમયથી ચાલતો આવ્યો છે અને એટલા દિવસોમાં મારે જરુરી વિષયોનાં પુસ્તકોનાં અસંખ્ય પ્રુષ્ઠો વાંચી નાંખ્યા. મહાપુરચ્ચરણો પૂરાં થતાં તે પછી વધારે સમય મળવા લાગ્યો. ત્યારે મેં ભારતનાં જુદાં જુદાં પુસ્તકાલયોમાં જઇને ગ્રંથો-પાંડુલિપિઓનું અધ્યયન કર્યુ. એ મારા માટે અમૂલ્ય ભંડાર બની ગયાં. મનોરંજન માટે મેં કદી એક પાન પણ નથી વાંચ્યું. પોતાના વિષયમાં જાણે મારે પ્રવિણતાની ઉપાધિ પ્રાપ્ત કરવાની હોય એટલી તન્મયતાથી વાંચ્યું છે. આથી વાંચેલા વિષયો મનમાં એકાકાર થઇ ગયા. જયારે પણ કોઇ લેખ લખતો અથવા તો વાર્તાલાપમાં કોઇ ગંભીર વિષય પર ચર્ચા કરતો હતો ત્યારે વાંચેલું અનાયાસ જ યાદ આવી જતું. લોકો મારી પાછળ કહેતા કે, “ આ તો હરતો-ફરતો એન્સાયક્લોપીડિયા “ છે. ‘અખંડ જ્યોતી ‘ પત્રિકાના લેખ વાંચનારાઓને એટલા બધા સંદર્ભો મળે છે કે તેઓ આશ્ચર્યચકિત થઇ જાય છે અને વિચારે છે કે એક લેખ માટે કોણ જાણે કેટલાં પુસ્તકો અને સામાયિકોની સામગ્રી એકઠી કરવામાં આવી છે ! આ બાબત ‘યુગ નિર્માણ યોજના ‘ તથા ‘ યુગશકિત ‘ સામાયિકોની બાબતમાં પણ છે, પરંતુ સાચી વાત તો એટલી જ છે કે મેં જેટલું વાંચ્યું છે તે મન લગાવીને વાંચ્યું છે અને ઉપયોગી હોય એટલું જ વાંચ્યું છે. આથી લખતી વખતે બધા સંદર્ભો અનાયાસે જ સ્મ્રુતિપટ ઉપર આવી જાય છે. એ ખરેખર તો મેં તન્મયતાથી કરેલી સાધનાનો જ ચમત્કાર છે “. --125.18.131.167 ૧૨:૧૦, ૨૦ એપ્રિલ ૨૦૧૧ (UTC)