યશોધર મહેતા

ગુજરાતી નાટ્યકાર, નવલકથાકાર અને નિબંધકાર
(સભ્ય:Sushant savla/યશોધર મહેતા થી અહીં વાળેલું)

યશોધર નર્મદાશંકર મહેતા (૨૪ ઓગસ્ટ ૧૯૦૯ - ૨૯ જૂન ૧૯૮૯) એ એક ગુજરાતી નાટ્યકાર, નવલકથાકાર અને નિબંધકાર હતા.[][] તેઓ તેમના ભવિષ્ય વિષયક લેખનો માટે જાણીતા છે. [] ૧૯૪૬માં તેમને કુમાર ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.

યશોધર મહેતા
જન્મયશોધર નર્મદાશંકર મહેતા
(1909-08-24)August 24, 1909
અમદાવાદ, ગુજરાત
મૃત્યુJune 29, 1989(1989-06-29) (ઉંમર 79)
અમદાવાદ, ગુજરાત
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર પુરસ્કારોકુમાર સુવર્ણ ચંદ્રક
માતા-પિતાનર્મદાશંકર મહેતા (પિતા)

તેમનો જન્મ ૧૯૦૯માં અમદાવાદમાં ગુજરાતી સાહિત્યકાર નર્મદાશંકર મહેતાને ઘરે થયો હતો. ૧૯૩૨માં તેમણે ગુજરાત કૉલેજમાંથી ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષયો સાથે બી.એ.ની પદવી મેળવી. ૧૯૪૦માં તેઓ લંડનમાંથી બાર-ઍટ-લૉ થયા. અને તેમણે વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો. તેઓ ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ કાયદા-કમિશનોના સભ્યપદે અને અધ્યક્ષપદે રહ્યા હતા. ૧૯૮૯માં તેમનું હૃદયરોગથી અવસાન થયું હતું.[]

સાહિત્ય કૃતિઓ

ફેરફાર કરો

તેમણે ઘણાં નાટકોનાં પુસ્તકો લખ્યા છે જેમાંના અમુક આ મુજબ છે:

  • રણછોડલાલ અને બીજાં નાટકો (૧૯૪૭)
  • મંબો જંબો (૧૯૫૧)
  • ઘેલો બબલ (૧૯૫૨)
  • સમર્પણ (૧૯૫૭)

રણછોડલાલ અમદાવાદને ઔદ્યોગિક નગર બનાવનાર ઉદ્યોગપતિ રણછોડલાલના જીવનને આલેખતું ચરિત્રલક્ષી નાટક છે. મંબો જંબો અને ઘેલો બબલ પ્રહસનો છે અને સમર્પણ રેડિયોનાટક છે.[]

  • સરી જતી રેતી ભાગ ૧-૨ (૧૯૫૦, ૧૯૫૨)
  • વહી જતી જેલમ (૧૯૫૫)
  • તુંગનાથ (૧૯૫૭)
  • સંધ્યારાગ (૧૯૬૩)
  • મહમદ ગઝની (૧૯૬૬)
  • મહારાત્રિ (૧૯૫૪)
  • નેવું વર્ષ (૧૯૭૪–૧૯૮૩)

સરી જતી રેતી ભાગ ૧-૨ (૧૯૫૦, ૧૯૫૨) જાતીય સંબંધો અને કામુક નિરૂપણોને આલેખતી તેમજ સમાજમાં ચર્ચાસ્પદ બનેલી નવલકથા છે. ઐતિહાસિક પરિબળોમાંથી જન્મતા ઘર્ષણ અને અધ્યાત્મના વિષયને આલેખતી વહી જતી જેલમ (૧૯૫૫), તુંગનાથ (૧૯૫૭), સંધ્યારાગ (૧૯૬૩) અને મહમદ ગઝની (૧૯૬૬) ઉલ્લેખનીય ઐતિહાસિક નવલકથાઓ છે. મહારાત્રિ (૧૯૫૪) તેમના અધ્યાત્મના અનુભવને આલેખતી નવલકથા છે. ૧૮૫૭થી ૧૯૪૭ સુધીનાં નેવું વર્ષના ગુજરાતના જાહેર સાંસ્કૃતિક જીવનને આલેખતી ચાર ભાગમાં લખાયેલી નવલકથા નેવું વર્ષ (૧૯૭૪–૧૯૮૩) ઉલ્લેખનીય કૃતિ છે.

જીવનચરિત્રો

ફેરફાર કરો

ઐતિહાસિક પ્રેમકથા, યોગસિદ્ધિના અનુભવો અને વ્યક્તિવિશેષનાં ચરિત્રોનાં પુસ્તકો પણ તેમણે આપ્યાં છે;

  • પ્રેમગંગા (૧૯૫૪),
  • રસનંદા (૧૯૫૪)
  • કીમિયાગરો (૧૯૫૧)[]

અન્ય રચનાઓ

ફેરફાર કરો
  • પ્રવાસ્ વર્ણનો - શ્રી નંદા (૧૯૫૮) અને ૪૪ રાત્રિઓ (૧૯૬૦)
  • નોબંધો - સરી જતી કલમ (૧૯૫૪), યશોધારા (૧૯૫૬), શિવસદનનું સ્નેહકારણ (૧૯૫૯)
  • રેડિયો વાર્તાલાપ - નદીઓ–નગરો (૧૯૫૦)
  • અધ્યાત્મિક - અગમનિગમ (૧૯૫૯), શૂન્યતા અને શાંતિ (૧૯૬૨), ઋષિઓનું સ્વરાજ્ય (૧૯૬૭), શ્રદ્ધાની રાત્રિ (૧૯૬૯), આનંદધારા (૧૯૬૯), સાક્ષાત્કારને રસ્તે (૧૯૭૨), શ્રદ્ધા અને અનુભૂતિ (૧૯૭૫) અને સમાપ્તિ (૧૯૭૭)
  • જ્યોતિષ - ભાવિના ભેદ (૧૯૫૪), ભાવિના ગગનમાં (૧૯૬૬), ભાવિના મર્મ (૧૯૭૮)[]

તેમણે તેમના પિતા નર્મદાશંકર મહેતા વિશેના નર્મદાશંકર મહેતા સ્મારક ગ્રંથ (૧૯૬૮)ના સંપાદનમાં અન્ય સાથે મહત્ત્વનો ફાળો આપ્યો છે. અંગ્રેજીમાં પણ તેમના કેટલાક ગ્રંથો લખ્યા છે.[]

૧૯૪૬માં તેમને કુમાર ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.[] અમદાવાદ સ્ટેશનની ઉત્તર તરફ આવેલા એક ચોકને યશોધર મહેતા ચોક નામ આપવામાં આવ્યું છે.[]

  1. peoplepill.com. "About Yashodhar Mehta: Gujarati writer (1909 - 1989) | Biography, Facts, Career, Wiki, Life". peoplepill.com. મેળવેલ 2021-09-27.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ "મહેતા, યશોધર નર્મદાશંકર – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-09-27.
  3. "YashodharMehta sResearchinAstrologyBW | PDF | Planets In Astrology | Astrology". Scribd (અંગ્રેજીમાં). મેળવેલ 2021-09-27.
  4. "Yashodhar Mehta Chowk · અમદાવાદ, ગુજરાત, ભારત". Yashodhar Mehta Chowk · અમદાવાદ, ગુજરાત, ભારત. મેળવેલ 2021-09-27.