કુમાર સુવર્ણ ચંદ્રક

ગુજરાતી સાહિત્યનો પુરસ્કાર


કુમાર સુવર્ણ ચંદ્રક અથવા કુમાર ચંદ્રક કુમાર ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા ૧૯૪૪થી આપવામાં આવતો સાહિત્યનો પુરસ્કાર છે. આ પુરસ્કાર દર વર્ષે કુમાર માસિકમાં યોગદાન માટે ગુજરાતી સાહિત્યકારને કુમાર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે. ૧૯૫૦ના વર્ષમાં ચંદ્રવદન મહેતાએ કુમાર ચંદ્રકનો અસ્વિકાર કર્યો હતો.[૧][૨]

કુમાર સુવર્ણ ચંદ્રક
પુરસ્કારની માહિતી
શ્રેણી સાહિત્ય
શરૂઆત ૧૯૪૪
પ્રથમ પુરસ્કાર ૧૯૪૪
અંતિમ પુરસ્કાર ૨૦૧૫
પુરસ્કાર આપનાર કુમાર ટ્રસ્ટ, અમદાવાદ
વર્ણન કુમાર માસિકમાં યોગદાન માટે ગુજરાતી સાહિત્યકારને આપવામાં આવે છે
પ્રથમ વિજેતા હરિપ્રસાદ દેસાઇ
અંતિમ વિજેતા હર્ષદ ત્રિવેદી

ઇતિહાસફેરફાર કરો

પુરસ્કારની સ્થાપના કુમારના લેખક યશવંત પંડ્યા દ્વારા ૧૯૪૪માં કરવામાં આવી હતી. શરૂઆતમાં ગુજરાતી લેખકો બળવંતરાય ઠાકોર, વિષ્ણુપ્રસાદ આર. ત્રિવેદી અને સુંદરમ્ પુરસ્કાર પસંદગીની સમિતિમાં હતા. પછીથી રામનારાયણ પાઠક અને અનંતરાય રાવળ તેમાં જોડાયા. ૧૯૮૩ થી ૨૦૦૨ સુધી આ પુરસ્કાર કોઇને આપવામાં આવ્યો નહોતો પરંતુ ૨૦૦૩થી ફરી શરૂ કરવામાં આવ્યો હતો. તે પહેલાં કુમાર ચંદ્રક તરીકે ઓળખાતો હતો, પરંતુ ૨૦૦૩થી તેને કુમાર સુવર્ણ ચંદ્રક નામ આપવામાં આવ્યું.[૧][૨]

વિજેતાઓફેરફાર કરો

વર્ષ વિજેતાઓ
૧૯૪૪ હરિપ્રસાદ દેસાઈ
૧૯૪૫ પુષ્કર ચંદારવકર
૧૯૪૬ યશોધર મહેતા
૧૯૪૭ રાજેન્દ્ર શાહ
૧૯૪૮ બાલમુકુંદ દવે
૧૯૪૯ નિરંજન ભગત
૧૯૫૦ વાસુદેવ ભટ્ટ
૧૯૫૧ બકુલ ત્રિપાઠી
૧૯૫૨ શિવકુમાર જોશી
૧૯૫૩ અશોક હર્ષ
૧૯૫૪ શિવપ્રસાદ ત્રિવેદી
૧૯૫૫ ઉમાકાંત શાહ
૧૯૫૬ ચંદ્રવદન અ. બુચ
૧૯૫૭ જયંત પાઠક
૧૯૫૮ હેમંત દેસાઈ
૧૯૫૯ ઉશનસ
૧૯૬૦ નવનીત પારેખ
૧૯૬૧ સુનીલ કોઠારી
૧૯૬૨ લાભશંકર ઠાકર
૧૯૬૩ પ્રિયકાંત મણિયાર
૧૯૬૪ ચંદ્રકાંત શેઠ
૧૯૬૫ રઘુવીર ચૌધરી
૧૯૬૬ ફાધર વાલેસ
૧૯૬૭ હરિકૃષ્ણ પાઠક
૧૯૬૮ ગુલાબદાસ બ્રોકર
૧૯૬૯ ભાનુપ્રસાદ પંડ્યા
૧૯૭૦ રમેશ પારેખ
૧૯૭૧ ધીરુ પરિખ
૧૯૭૨ મધુસુદન પારેખ
૧૯૭૩ કનુભાઈ જાની
૧૯૭૪ મધુસૂદન ઢાંકી
૧૯૭૫ હરિપ્રસાદ શાસ્ત્રી
૧૯૭૬ વિનોદ ભટ્ટ
૧૯૭૭ ભગવતીકુમાર શર્મા
૧૯૭૮ અશ્વિન આર. દેસાઈ
૧૯૭૯ શંકરદેવ વિદ્યાલંકાર
૧૯૮૦ બહુશ્રુત પંડિત
૧૯૮૧ હસમુખ બારાડી
૧૯૮૨ પ્રફુલ્લ રાવલ
૧૯૮૩ ચંદ્રશંકર ભટ્ટ 'શશિશિવમ'
૨૦૦૩ રજનીકુમાર પંડ્યા
૨૦૦૪ રામચંદ્ર પટેલ
૨૦૦૫ બહાદુરભાઇ વાંક
૨૦૦૬ પ્રીતિ સેનગુપ્તા
૨૦૦૭ શ્રુસુત પટેલ
૨૦૦૮ ભગીરથ બ્રહ્મભટ્ટ
૨૦૦૯ પરંતપ પાઠક
૨૦૧૦ રાજેશ વ્યાસ 'મિસ્કિન'
૨૦૧૧ પ્રવીણ દરજી
૨૦૧૨ રાધેશ્યામ શર્મા
૨૦૧૩ યોસેફ મેકવાન
૨૦૧૪ હર્ષ બ્રહ્મભટ્ટ
૨૦૧૫ હર્ષદ ત્રિવેદી

સંદર્ભફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ Trivedi, Dr. Ramesh M. (૨૦૧૫). Arvachin Gujarati Sahityano Itihas (History of Modern Gujarati Literature). Ahmedabad: Adarsh Prakashan. p. 414. ISBN 978-93-82593-88-1. Check date values in: |date= (મદદ)
  2. ૨.૦ ૨.૧ "Kumar Suvarna Chandrak". Gujarati Sahitya Kosh (Encyclopedia of Gujarati Literature). 3. Ahmedabad: Gujarati Sahitya Parishad. ૧૯૯૬. p. ૧૦૪. Check date values in: |year= (મદદ)