રતન માર્શલ
રતન રૂસ્તમ માર્શલ (૧૪ ઑક્ટોબર ૧૯૧૧ - ૧૬ જાન્યુઆરી ૨૦૧૧[૧]) એ એક પારસી સમાજસેવક અને સાહિત્યકાર હતા. તેમણે ગુજરાતી પત્રકારત્વ વિષય પર સૌ પ્રથમ વખત મહાનિબંધ લખી પીએચ. ડી. કર્યું હતું. તેમનું સંશોધન પુસ્તક સ્વરૂપે પ્રગટ થયું હતું, તેને આજે ગુજરાતી પત્રકરત્વનો મૂળ સંદર્ભ ગ્રંથ માનવામાં આવે છે.[૨] તેમને ૧૯૯૯માં તેમના આત્મકથાનક માટે નર્મદ સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.
રતન માર્શલ | |
---|---|
જન્મ | રતન રૂસ્તમ માર્શલ ૧૪ ઑક્ટોબર ૧૯૧૧ ભરૂચ, ગુજરાત |
મૃત્યુ | ૧૬ જાન્યુઆરી ૨૦૧૧ અમદાવાદ, ગુજરાત |
રાષ્ટ્રીયતા | ભારતીય |
નોંધપાત્ર સર્જનો | ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ પર પ્રથમ પી.એચ.ડી. |
નોંધપાત્ર પુરસ્કારો | નર્મદ સુવર્ણ ચંદ્રક |
જીવન
ફેરફાર કરોતેમનો જન્મ ૧૪ ઑક્ટોબર ૧૯૧૧ ના દિવસે ભરૂચમાં[૩] થયો હતો.[૪] તેમના પત્નીનું નામ ફ્રેની હતું. તેઓ એક ડોક્ટર હતા.[૧] તેમણે ૭૦ વર્ષો સુધી સુરત પારસી પંચાયતમાં વિવિધ પદો પર કાર્ય કર્યું. જીવનનો છેલ્લો ભાગ તેમણે પોતાના પુત્ર રુસ્તમ સાથે અમદાવાદમાં વીતાવ્યો.[૨] તેમણે ૭૦ના દાયકામાં પુત્ર રૂસ્તમ સાથે એલએલબી પણ કર્યું હતું.[૩] ૧૬ જાન્યુઆરી ૨૦૧૧ના દિવસે ૧૦૦ વર્ષની વયે તેમનું અવસાન થયું.[૫][૬]
લેખન
ફેરફાર કરોતેમની ટૂંકી વાર્તાઓ પારસી સંસારી પ્રેમકથાઓ નામે પ્રસિદ્ધ થઈ હતી. તેમણે કથારતન નામે આત્મકથા પણ લખી છે.[૨][૧] તેમણે ૧૯૫૦માં ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ એ વિષય પર મહાનિબંધ લખ્યો.[૧] [૫] પીએચ.ડી.નો મહા નિબંધ અંગ્રેજીમાં લખવો ફરજીયાત હતો પણ તેઓ ગુજરાતી ભાષાની અમુખ ખાસિયતો ઉમેરવા માગતા હોવાથી તેમને ગુજરાતી ભાષા વાપરવાની છૂટ મળી હતી.[૨] અંગ્રેજી ભાષામાંથી ગુજરાતીમાં અનુવાદિત નાટક "કૂતરાની પૂંછડી વાંકી"માં "બિચારો બરજોર"નું પાત્ર ભજવ્યું હતું.[૨]
સન્માન
ફેરફાર કરોતેમને ૧૯૯૯માં તેમના આત્મકથાનક માટે નર્મદ સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાત સાહિત્ય પરિષદે તેમનું સન્માન કર્યું હતું.[૨] ૨૦૦૨માં દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયે તેમને ડી.લીટ. (ડોક્ટર ઓફ લીટરેચર)ની પદવી આપી હતી.[૩]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ arZan. "Dr. Ratan Marshall Passes Away". Parsi Khabar (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-03.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ Correspondent, dna (2011-01-17). "Ratan Marshal, doyen of Gujarati journalism, dies". DNA India (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-03.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ "ગુજરાતી પત્રકારત્વના પ્રથમ Ph.D ડૉ. માર્શલનું નિધન". Site Title. 2012-10-14. મેળવેલ 2021-10-03.
- ↑ મોદી, બિનિત (2012-10-14). "ડૉ. રતન રૂસ્તમ માર્શલ : સદી ચૂક્યા પણ સૈકાઓ સુધી યાદ રહેશે". મેળવેલ 2021-10-03.
- ↑ ૫.૦ ૫.૧ "Parsi scholar Ratan Marshal passes away | Ahmedabad News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-03.
- ↑ "Ratan Marshal". Zoroastrians.net (અંગ્રેજીમાં). 2011-01-18. મેળવેલ 2021-10-03.