ગોડી મંદિર, નગરપારકર
ગોડી મંદિર અથવા ગોડી જો માંદર એ નગરપારકરનું એક જૈન મંદિર છે.[૧]આ મંદિર વિરવાહ મંદિરથી ઉત્તર-પશ્ચિમ દિશામાં લગભગ ૧૪ માઈલના અંતરે આવેલું છે.[૨][૩]મંદિરનું નિર્માણ 52 ઇસ્લામિક શૈલીના ગુંબજ અને ૩ મંડપ સહિત ગુજરાતી શૈલીમાં (૧૩૭૫-૭૬) કરવામાં આવ્યું છે. મંદિરને વિશેષરૂપે જૈનોના ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથને સમર્પિત કરવામાં આવ્યું છે.[૪] નગરપારકરના અન્ય મંદિરો સહિત આ મંદિરને ૨૦૧૬માં યુનેસ્કો દ્વારા નગરપારકર સાંસ્કૃતિક પરિદૃશ્ય તરીકે સંભવિત વિશ્વ ધરોહર સ્થળમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે.[૫]
ગોડી મંદિર Sindhi: گوري مندر | |
---|---|
ગોડી મંદિર, નગરપારકર | |
ધર્મ | |
જોડાણ | જૈન |
જિલ્લો | થારપારકર જિલ્લો |
દેવી-દેવતા | પાર્શ્વનાથ |
સ્થાન | |
સ્થાન | નગરપારકર |
રાજ્ય | સિંધ |
દેશ | પાકિસ્તાન |
અક્ષાંશ-રેખાંશ | 24°38′02″N 70°36′34″E / 24.63389°N 70.60944°ECoordinates: 24°38′02″N 70°36′34″E / 24.63389°N 70.60944°E |
સ્થાપત્ય | |
સ્થાપના તારીખ | ઇ.સ. ૩૦૦ |
વ્યુત્પત્તિ
ફેરફાર કરોઆ મંદિરનું નામ કાળક્રમે ઘણીવાર બદલવામાં આવ્યું છે. તેનું નિર્માણ ઇ.સ. ૩૦૦માં ચારગોમ નામક એક જૈન ઉપાસક દ્વારા કરવામાં આવ્યું હતું.[૬] કેટલાક સ્ત્રોત પ્રમાણે તેનું નિર્માણ ૧૬મી સદીમાં કરવામાં આવેલું છે.[૪]
શૈલી
ફેરફાર કરોગોડી મંદિરની વાસ્તુકલા માઉન્ટ આબુ, રાજસ્થાનને મળતી આવે છે.[૭]મંદિરના અંદરના ભાગમાં નકશીકામ કરેલા સંગેમરમરના સ્તંભ આવેલા છે. મંદિરના પ્રવેશદ્વારના મંડપ પર જૈન ધર્મની પૌરાણિક કથાઓ દર્શાવતા ચિત્રો કંડારવામાં આવ્યા છે.[૮]આ ભીંતચિત્રો ભારતીય ઉપમહાદ્વીપના સૌથી પુરાણા ભીંતચિત્રો છે.[૫]
સમગ્ર મંદિરમાં જોવા મળતા ૨૪ કક્ષ જૈનોના ૨૪ તીર્થંકરોનું પ્રતિનિધિત્વ દર્શાવે છે.[૮][૯]
સંગેમરમરનું બનેલું આ મંદિર ૧૨૫ X ૬૦ ફૂટનું છે.[૧૦]સમગ્ર મંદિર એક ઉચ્ચ મંચ પર બનાવવામાં આવ્યું છે અને નકશીકામ કરેલા પગથિયાં દ્વારા ત્યાં પહોંચી શકાય છે.[૫]
ચિત્ર ઝરૂખો
ફેરફાર કરો-
ગોડી મંદિર
-
છત
-
ભગ્નાવશેષો
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Anis, Ema (2016-02-19). "Secrets of Thar: A Jain temple, a mosque and a 'magical' well". DAWN.COM (અંગ્રેજીમાં). મેળવેલ 2018-12-21.
- ↑ Friends of Cultural and Archaeological Heritage of Pakistan (1990). The Archeology: An Organ of the Friends of Cultural and Archeeological [i.e. Archaeological] Heritage of Pakistan, Volumes 2-3. International Press & Publications Bureau. મેળવેલ 15 September 2017.
- ↑ "Gori Temple, Tharparkar". heritage.eftsindh.com. મેળવેલ 2018-12-21.
- ↑ ૪.૦ ૪.૧ "A glimpse into the many sights, sounds and colours of Hindu temples in Thar". www.thenews.com.pk (અંગ્રેજીમાં). મેળવેલ 2018-12-21.
- ↑ ૫.૦ ૫.૧ ૫.૨ "Tentative Lists". UNESCO. મેળવેલ 16 September 2017.
- ↑ "Gori jo Mandar: Desert rose". The Express Tribune (અંગ્રેજીમાં). 2011-02-02. મેળવેલ 2018-12-21.
- ↑ "Despite past grandeur, temple of Gori stands abandoned in Tharparkar". The Express Tribune (અંગ્રેજીમાં). 2016-02-10. મેળવેલ 2018-12-21.
- ↑ ૮.૦ ૮.૧ "The Jain Temples of Nangarparkar". The Friday Times. 20 April 2012. મૂળ માંથી 28 એપ્રિલ 2012 પર સંગ્રહિત. મેળવેલ 16 September 2017.
- ↑ Centre, UNESCO World Heritage. "Nagarparkar Cultural Landscape". UNESCO World Heritage Centre (અંગ્રેજીમાં). મેળવેલ 2018-12-21.
- ↑ Cousens, Henry; Burgess, James (1897). Revised lists of antiquarian remains in the Bombay Presidency: and the native states of Baroda, Palanpur, Radhanpur, Kathiawad, Kachh, Kolhapur, and the southern Maratha minor states. Government central press. મેળવેલ 15 September 2017.