સભ્ય:Zafreen Munshi/શૈલી સિંહ
શૈલી સિંહ (જન્મ 7 જાન્યુઆરી 2004 ઝાંસી, ઉત્તર પ્રદેશ) એક કિશોરવયનાં ભારતીય ઍથ્લીટ છે જે લૉંગ જમ્પમાં ભાગ લેતાં હોય છે. તેઓ પોતાના વયજૂથમાં જુનિયર ભારતીય નેશનલ લૉંગ જમ્પ ચૅમ્પિયન છે અને અંડર-18 કૅટેગરીમાં વિશ્વના ટોચના 20 લૉંગજમ્પર્સમાં સ્થાન ધરાવે છે. [1][૧] તેઓ અંડર-18 કૅટેગરીમાં લૉંગ જમ્પમાં નેશનલ રેકૉર્ડ ધરાવે છે. તેમને અનુભવી ભારતીય લૉંગ જમ્પ ખેલાડી અંજુ બોબી જ્યોર્જ અને તેમના પતિ તથા ઍવૉર્ડ વિજેતા કૉચ રૉબર્ટ બોબી જ્યોર્જ દ્વારા તાલીમ આપવામાં આવી છે. [4][૨] (7)
વ્યક્તિગત માહિતી | |
---|---|
Nationality | ભારત |
જન્મ | 7 જાન્યુઆરી 2004 ઝાંસી, ઉત્તર પ્રદેશ |
Sport | |
રમત | લૉંગ જમ્પ |
વ્યક્તિગત જીવન અને પૃષ્ઠભૂમિ
ફેરફાર કરોશૈલી સિંહનો જન્મ 7 જાન્યુઆરી 2004ના રોજ ભારતના ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે થયો હતો. તેમનો ઉછેર માતા વિનિતા સિંહે કર્યો છે, જે ત્રણ બાળકોનાં સિંગલ મધર છે. વિનિતા સિંહ વ્યવસાયે દરજી હતાં. [1][૩]
નાના શહેરમાં ઍથ્લેટિક્સનું સપનું જોવું શૈલી સિંહ માટે સરળ નહોતું. જોકે લૉંગ જમ્પમાં શૈલી સિંહની નોંધપાત્ર પ્રતિભાએ રૉબર્ટ બોબી જ્યોર્જનું ધ્યાન ખેંચ્યું હતું જે ભારતીય લૉંગ જમ્પર અંજુ બોબી જ્યૉર્જના પતિ અને કૉચ છે. તેમણે શૈલી સિંહને બેંગલુરુમાં અંજુ બોબી જ્યૉર્જ સ્પૉર્ટસ ફાઉન્ડેશનમાં તાલીમ આપવાની ઑફર કરી હતી. [1][૪] (7)
શૈલી સિંહ 14 વર્ષની ઉંમરે અંજુ બોબી જ્યૉર્જ સ્પૉર્ટસ ફાઉન્ડેશનમાં તાલીમ લેવા બેંગલુરુ ગયાં.[2][૫] શૈલી સિંહે જ્યૉર્જ દંપતીની દેખરેખ હેઠળ તાલીમ શરૂ કરી. તેમનાં કૉચ અને ભારતનાં દિગ્ગજ ખેલાડી અંજુ બોબી જ્યૉર્જનું માનવું છે કે શૈલી સિંહ એક અપવાદરૂપ પ્રતિભા છે જે એક દિવસ લૉંગ જમ્પમાં તેમનો રાષ્ટ્રીય રેકૉર્ડ તોડી નાખશે, જે લગભગ 14 વર્ષથી અકબંધ રહ્યો છે. અંજુ કહે છે કે શૈલી સિંહ પાસે આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારત માટે ઍથ્લેટિક્સમાં ગોલ્ડમેડલ જીતવાની ક્ષમતા છે. .[3][૬]
વ્યાવસાયિક સિદ્ધિઓ
ફેરફાર કરોશૈલી સિંહે 2018માં રાંચીમાં જુનિયર નેશનલ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં અંડર-16 કૅટેગરી લૉંગ જમ્પમાં ગોલ્ડમેડલ જીત્યો હતો, એ વખતે તેમણે જુનિયર લૉંગ જમ્પ માટે નેશનલ રેકૉર્ડ પણ તોડ્યો હતો. તેણે 5.94 મીટરનો જમ્પ લગાવ્યો હતો. 2019 માં તેમણે આંધ્ર પ્રદેશના ગુંટુરમાં જુનિયર નેશનલ ઍથ્લેટિક્સ મીટમાં ગોલ્ડ મેડલ જીતવા માટે 6.15 મીટરની જમ્પ લગાવીને પોતાનો જ રેકૉર્ડ બહેતર બનાવ્યો હતો. 2020ની આઈ.એ.એ.એફ. અંડર-20 ચૅમ્પિયનશિપમાં ભાગ લેવા માટેના ક્વૉલિફાઇંગ માર્ક કરતાં આ આંક ઘણો ઉપર હતો. [5] [૭]ભારતના રમતગમત મંત્રી કિરણ રિજિજુએ તેમની આ સફળતા પર શૈલી સિંહને અભિનંદન સંદેશ પણ પાઠવ્યો હતો. [6]
કૉચ રૉબર્ટ બોબી જ્યૉર્જ અને અંજુ બોબી જ્યૉર્જ માને છે કે શૈલી સિંહ એક અપવાદરૂપ ઍથ્લીટ છે, જે આવનારાં વર્ષોમાં ભારતીય ટ્રૅક અને ફિલ્ડ ક્ષેત્રમાં પ્રભુત્વ મેળવશે અને 2024માં ઍથ્લેટિક્સમાં ઑલિમ્પિક ગોલ્ડમેડલ જીતશે. [2][૮]
અંજુ બોબી જ્યૉર્જ ફાઉન્ડેશનમાં તાલીમ મેળવવા ઉપરાંત શૈલી સિંહને ઑલિમ્પિક ગોલ્ડ ક્વેસ્ટ અને બેંગલુરુમાં અભિનવ બિન્દ્રા સેન્ટરની પણ સહાય મળે છે. [4][૯]
મેડલ:
ફેરફાર કરો- નેશનલ જુનિયર ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ રાંચી 2018માં અંડર-16 કૅટેગરીમાં ગોલ્ડ મેડલ
- નેશનલ જુનિયર ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ 2019માં અંડર-18 કૅટેગરીમાં ગોલ્ડ મેડલ, ગુન્ટુર આંધ્ર પ્રદેશ
સંદર્ભઃ
ફેરફાર કરો- ↑ "Long Jumper Shaili Broke Two National Records. Is She The Next Big Thing In Indian Athletics?". IndiaTimes (અંગ્રેજીમાં). 2019-11-05. મેળવેલ 2021-02-17.
- ↑ "Coach tips Olympics future for teen prodigy Shaili Singh". The New Indian Express. મેળવેલ 2021-02-17.
- ↑ "Long Jumper Shaili Broke Two National Records. Is She The Next Big Thing In Indian Athletics?". IndiaTimes (અંગ્રેજીમાં). 2019-11-05. મેળવેલ 2021-02-17.
- ↑ "Long Jumper Shaili Broke Two National Records. Is She The Next Big Thing In Indian Athletics?". IndiaTimes (અંગ્રેજીમાં). 2019-11-05. મેળવેલ 2021-02-17.
- ↑ "Jr National Athletics: Long Jumper Shaili Singh Breaks National Record - SheThePeople TV" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-02-17.
- ↑ Rayan, Stan (2019-01-25). "Shaili Singh: Made for the long jump". The Hindu (અંગ્રેજીમાં). ISSN 0971-751X. મેળવેલ 2021-02-17.
- ↑ "Long-jumping and breaking records: Shaili Singh, remember the name". The Indian Express (અંગ્રેજીમાં). 2019-11-07. મેળવેલ 2021-02-17.
- ↑ "Jr National Athletics: Long Jumper Shaili Singh Breaks National Record - SheThePeople TV" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-02-17.
- ↑ "Coach tips Olympics future for teen prodigy Shaili Singh". The New Indian Express. મેળવેલ 2021-02-17.