સરદાર પટેલ રાષ્ટ્રીય મ્યુઝીયમ

સરદાર પટેલ રાષ્ટ્રીય મ્યુઝિયમ (અંગ્રેજી: Sardar Patel National Museum) ભારતના ગુજરાત રાજ્યમાં સુરત જિલ્લામાં બારડોલીના સ્વરાજ આશ્રમના પરિસરમાં આવેલું છે. મ્યુઝિયમોના પ્રકાર જોતા આ એક વૈયક્તિક પ્રકારનું સંગ્રહાલય ગણાય.

સરદાર પટેલ રાષ્ટ્રીય મ્યુઝિયમ, બારડોલી

ઇતિહાસ ફેરફાર કરો

 
સરદાર પટેલ રાષ્ટ્રીય મ્યુઝિયમ, બારડોલી

સને ૧૯૨૭-૨૮માં મુબઈ પ્રેસિડેન્સીમાં આવેલ સુરત જિલ્લાના એક નાનકડા કસ્બા બારડોલીના ખેડૂતોએ સરકાર દ્વારા અસહ્ય મહેસુલ વધારી દેતા, તેના વિરોધમાં એક જબરજસ્ત લડત આપી. વલ્લભભાઈ જેવા કર્મઠ વ્યક્તિના હાથમાં જયારે આ લડતનું સુકાન સોપાયું, ત્યારે તેમાં ગજબની શક્તિ સ્ફૂરિત થઇ અને બારડોલી જેવું એક સુષુપ્ત ગામડું રાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ થઇ ભારતની સ્વતંત્રતા પ્રત્પ્તીના માર્ગેનું સીમાંચિન્હ બની ગયું અને તેના નેતા વલ્લભભાઈ બન્યા અમર સરદાર.એવા આ મહાન રાષ્ટ્રભક્ત સરદાર સાહેબની બહુમુલ્ય સ્મૃતિઓનું મંદિર એટલે સરદાર પટેલ રાષ્ટ્રીય મ્યુઝિયમ, બારડોલી.

બારડોલી ખેડૂત સત્યાગ્રહની પ્રેરણાદાયી સ્મૃતિઓને ચિરંજીવી કરવા, ઈ.સ. ૧૯૭૪માં ૧૫ ડીસેમ્બરના રોજ સરદાર પટેલ જન્મશતાબ્દીની ઉજવણીના ભાગરૂપે ત્યારના વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈના હસ્તે આ સંગ્રહાલયના ભાવનું સરદાર સ્મૃતિકેન્દ્ર તરીકે પાયો નંખાયો. જેનું કામ તા. ૨૨ જાન્યુઆરી ૧૯૮૧ના રોજ પુરૂ થતા ત્યારના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના હસ્તે સંગ્રહાલય સ્રરૂપે, જાહેર જનતાના લાભાર્થે ખુલ્લું મુકાયું.

સરદાર પટેલ રાષ્ટ્રીય મ્યુઝિયમ, બારડોલીમાં સરદાર પટેલ સાહેબની કાસ્ય પ્રતિમાની અનાવરણ વિધિ અને મ્યુઝિયમનું નવીનીકરણ કરી તેને પાછુ ૨૩ જાન્યુઆરી ૨૦૧૧ના રોજ ફરીથી લોકાર્પણ કરાયું.

રચના અને માળખું ફેરફાર કરો

આ સંગ્રહાલય ભારતના ‘લોહપુરુષ’ સરદાર પટેલના વ્યક્તિત્વ અને બારડોલી ખેડૂત સત્યાગ્રહના ઇતિહાસનો માહિતી સભર પરિચય આપે છે. સંગ્રહાલયનું આખું પ્રદશન કુલ ૨૧ અષ્ટકોણ ખંડોમાં આવેલ છે, જેમને અનુક્રમે ત્રણ વિભાગોમાં વહેંચી શકાય છે:

  • સરદાર જીવન દર્શન
  • રચનાત્મક કાર્યક્રમો અને પ્રકીર્ણ માહિતી.

સંગ્રહાલયનું પ્રદર્શન મોટાભાગે શ્વેત અને શ્યામ દસ્તાવેજી ફોટોગ્રાફ્સનું બનેલ છે. છતાં ઘટનાઓને જીવંત કરતા દ્રશ્યોવાળા ડાયરોમાં તેમજ સરદાર પટેલ અને બારડોલીના સત્યાગ્રહીઓના તૈલી ચિત્રો દ્વારા પ્રદર્શનને આકર્ષક અને સુરુચિપૂર્ણ બનાવવામાં આવેલ છે.

ખંડ ૧ થી ૫ ફેરફાર કરો

આ ખંડોમાં સરદાર જીવન દર્શન, કુટુબીજનો, બાળપણ, શિક્ષણ, વકીલાત, રાસની લડત, પ્લેગ વખતે મદદ, હરીપુરા કોંગ્રેસ અધિવેશન, હિન્દ છોડો ઠરાવ, પુ. ગાંધીજીની સ્મશાન યાત્રામાં, નિર્વાસિતો અંગે મંત્રણાના પ્રથમ પ્રધાન મંડળમાં, રાજ્યોના ગવર્નરો મુખ્યપ્રધાનો તથા લોકસભાના સબ્યો સાથે દેશી રજવાડાઓનું વિલીનીકરણ, દેશભરમાંથી તેમને મળેલ સન્માન, ચિત્રકાર શ્રી. એચ.એલ.ખત્રીએ બનાવેલું તેમનું તીલીચિત્ર, વિલીનીકરણની માહિતીનો ચાર્ટ તથા “પુત્રના લક્ષણ” સને ૧૮૯૬માં “નિષ્ઠાની કસોટી”, સને ૧૯૦૯માં “હાંસી પછી હેત” અને સને ૧૯૧૫માં સરદારશ્રીના જીવનમાં બનેલ એતિહાસિક ઘટનાના દ્રશ્યોના ડાયોરામ જોવા મળે છે.

ખંડ ૬ થી ૧૪ ફેરફાર કરો

આ ખંડોમાં બારડોલી સત્યાગ્રહની તવારીખ દર્શાવે છે. જેમાં બ્રીટીશરો સરકાર દ્વારા જમીન મહેસુલના અન્યાયી વધારા સામે ખેડૂતો દ્વારા કરવામાં આવેલ સને ૧૯૨૮ન “બારડોલી સત્યાગ્રહ”ના વિવિધ દ્રશ્યો, આગેવાનો અને છાવણીપતિઓ ની માહિતી, સરદારશ્રીના પ્રવાસ અને નેતૃત્વના દ્રશ્યો, ખેડૂત સભાઓના દ્રશ્યો, રાજીનામું આપનાર પટેલો અને તલાટીઓ, બહેનોની જરુતી, દારૂ તાડી સામે પીકેટીંગના દ્રશ્યો, સત્યાગ્રહીની ધડપકડો, કોર્ટ, જેલ કારાવાસ, તેમના ઉપર અત્યાચાર, સત્યાગ્રહને લોક્સમુહનું અનુમોદન, તેને લગતી સભાઓ, લોક્નેતાઓની લડતને મદદ, માર્ગદર્શન અને રજૂઆત, મુનશી સમિતિ, નકશાઓ – ચાર્ટ્સ બારડોલી સત્યાગ્રહ સમયના પ્રસંગો દર્શાવતા ડાયારામાઓ અનુક્રમે “સાચા સરદાર”, “બારડોલીના લેનીન” અને “બારડોલીની વીરાંગનાઓ” જોવા મળે છે. આ ઉપરાંત બારડોલી સત્યાગ્રહ સમયના સાથીદારો જેવા કે કુવરજી મહેતા, કલ્યાણજી મહેતા, ખુશાલભાઈ મો. પટેલ, અબ્બાસ તૈયબજી, ડો ચંદુલાલ દેસાઈ, રવિશંકર મહારાજ, ડો. સુમંત મહેતા, મીઠુંબેન પીટીટ, ચીમનલાલ છ. ચિનોય, કવિ ફૂલચંદભાઈ, મણીબેન વ. પટેલ, ભાઈલાલભાઈ જી. અમીન, ઉત્તમચંદ શાહ, રા.સા.દાદુભાઈ દેસાઈ, મોહનલાલ પંડ્યા, કનૈયાલાલ માં. મુનશી, ડો. ત્રીભોવાનલાલ શાહ, રા.બ. ભીમાભાઇ, મકનજી સોલા, સન્મુખલાલ શાહ, મોરારભાઈ ક. પટેલ, વલ્લભભાઈ ખુ. પટેલ, ડો. ચંપકલાલ ઘીઆ, નરહરીભાઈ પરીખ, જુગતરામ દવે, સ્વામીઆનંદ, મહાદેવભાઈ દેસાઈ, દરબાર ગોપાલદાસ દેસાઈ, ભક્તિબા દેસાઈ અને સંતોકબેન ઉ. શાહ ના તૈલીચિત્રો પ્રદશિત કરેલ છે. આ ચિત્રો પ્રહલાદ પટેલ, નાતુ પરીખ, નાગજીભાઈ ભટ્ટ, રવિ સોલંકી તથા બાલકૃષ્ણ જેવા નામી ચિત્રકારો દ્વારા તૈયાર કરેલ છે. સાથે સાથ, અહી બારડોલી સત્યાગ્રહ વખતે પાડવામાં આવેલ ક્ષેત્રીય છાવણીઓ અને તે લડતના છાવણીપતિઓની વિગત જોવા મળે છે – જેમકે,

૧. વાલોડ – ડો. ચંદુલાલ દેસાઈ

૨. સરભોણ – ડો. સુમંત મહેતા અને રવિશંકર મહારાજ

૩. બમણી – દરબાર ગોપાલદાસ

૪. બારડોલી – ડો. ચંપકલાલ ઘીઆ અને છબીલદાસ ચિનોઇ

૫. વરાડ – મોહનલાલ પંડ્યા

૬. બાજીપુરા – નર્મદાશંકર પંડ્યા અને ડાહ્યાભાઈ મ. પટેલ.

૭. વાંકાનેર – ભાઈલાલભાઈ જોરાભાઈ અમીન

૮. સ્યાદલા – ફૂલચંદ બા. શાહ.

૯. મોતા – બળવંતરાઈ મહેતા

૧૦. આફવા – રતનજી ભ. પટેલ

૧૧. બાલદા – અંબાલાલ બા. પટેલ

૧૨. બુહારી – નારણ પટેલ.

૧૩. શિકેર – કલ્યાણજી વા. પટેલ.

આ ઉપરાંત સત્યાગ્રહના વિજયોત્સવના દ્રશ્યોના ફોટોગ્રાફ્સ પણ અહી જોવા મળે છે.

ખંડ ૧૫ થી ૧૭ ફેરફાર કરો

આ ખંડોમાં સ્વરાજ આશ્રમ અને બારડોલીમાં સરદારશ્રીનું બારડોલી ખાતેનું નિવાસસ્થાન; તેમને અર્પણ કરાયેલ કસ્કેટસની તસ્વીરો, શિક્ષણ, કૃષિ, ડેરી, ખાદી તથા ગ્રામવિકાસમાં સરદારશ્રીનું યોગદાન અને રચનાત્મક પ્રવૃતિઓ; સરદારશ્રીની કાર્ય પધ્ધતિને આનુસાંગિક છપાયેલ વિવિધ વ્યંગચિત્રો(કાર્ટૂન્સ); કેળાના છોડનું મોડેલ; લાકડાના ચરખા અને લઘુ હાથશાળાનું કાષ્ઠ મોડેલ; સરદારશ્રીની લાક્ષણિક ભંગિમાઓની તસ્વીરો, જુદી-જુદી એતિહાસિક ઘટનાઓ દર્શાવતા ડાયારોમા જેવાકે “બીજા લક્ષ્મણ – ૧૯૧૩”; “પાણીની ખેચ -૧૯૧૮”; “બારડોલીના સેનાપતિ – ૧૯૨૮”; “પ્રથમ ધડપકડ – ૧૯૩૦”; “હિંદ છોડો – ૧૯૪૨”; “આઝાદીની રચયિતા ત્રિપુટી”; “વીર અને વિચક્ષણ – ૧૯૪૭” તથા “યુદ્ધ એ જ કલ્યાણ – ૧૯૪૯” જોવા મળે છે.

અન્ય માહિતી ફેરફાર કરો

  • સંગ્રહાલયમાં પ્રવેશ: રૂપિયો ૧/- પ્રતિ વ્યક્તિ
  • માર્ગદર્શન સેવા: વિનામૂલ્યે
  • મ્યુઝિયમ શોપ: રાષ્ટ્રીય નેતાઓની પ્લાસ્ટર ઓફ પેરીસ (PoP) ની પ્રતિમાઓ અને નેતાઓની છબીઓ, સંગ્રહાલય ખાતાના પ્રકાશનો, રાષ્ટ્રભક્તિના ગીતોની કેસેટ વિ. વેચાણ માં છે.
  • પુસ્તકાલય: સંગ્રહાલય ખાતે સરદાર પટેલ અને ભારતની આઝાદી વિષયોનું એક સંદર્ભ ગ્રંથાલય છે. સંગ્રહાલય ખાતે નિયમિત વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક ફિલ્મ શો યોજાય છે.
  • રજા: દરેક બુધવાર, દર માસના બીજા અને ચોથા શનિવારે તથા સરકારી જાહેર રજાઓના દિવસે.
  • મુલાકાતનો સમય: (મ્યુઝિયમ જોવાનો): સવારે ૧૦:૩૦ થી સાંજે ૫:૩૦ સુધી.
  • દુરભાષ: ૨૬૨૨ – ૨૨૦૫૯૫

આ સંગ્રહાલયના પ્રદર્શન દ્વારા મુલાકાતીઓને સરદાર શ્રી વલ્લભભાઈ પટેલની સ્મૃતિઓનું તાદશ્ય ચિતાર મળે અને સાથો-સાથ બારડોલીની પ્રેરણાદાયી તવારીખ સમજાય તેવો પ્રયત્ન કરેલ છે.

આ પણ જુઓ ફેરફાર કરો