સલીમ અલી પક્ષી અભયારણ્ય
સાલીમ અલી પક્ષી અભયારણ્ય ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગોઆ રાજ્યના ઉત્તર ભાગમાં આવેલ એક પક્ષી અભયારણ્ય છે. આ અભયારણ્યનું નામ પ્રસિદ્ધ ભારતીય પક્ષીવિદ ડો. સાલીમ અલીના નામ પરથી પાડવામાં આવેલ છે. આ સ્થળ માપુસા નદી અને માંડોવી નદીની વચ્ચેના ભાગમાં આવેલ ચોરાવ ટાપુ પર આવેલ વનસ્પતિથી ઘેરાયેલ વિસ્તારમાં આવેલ છે. અહીં સ્થાનિક તેમ જ યાયાવર પક્ષીઓ માટે આદર્શ પર્યાવરણ ઉપલબ્ધ છે. અહીં અનેક દુર્લભ પ્રજાતિઓનાં પક્ષીઓ જોવા મળે છે.[૧][૨]
સાલીમ અલી પક્ષી અભયારણ્ય | |
---|---|
ડો. સાલીમ અલી પક્ષી અભયારણ્ય | |
અભયારણ્ય પ્રવેશદ્વાર | |
ગોઆ ના નકશામાં સ્થાન | |
સ્થળ | ચોરાવ ટાપુ, ગોઆ, ભારત |
નજીકનું શહેર | પણજી |
અક્ષાંશ-રેખાંશ | 15°30′53″N 73°51′27″E / 15.5146°N 73.8575°ECoordinates: 15°30′53″N 73°51′27″E / 15.5146°N 73.8575°E |
વિસ્તાર | 178 ha (440 acres) |
સ્થાપના | ૧૯૮૮ |
મુલાકાત લેવાનો ઉત્તમ સમય ઓક્ટોબર થી માર્ચ મહિનાનો ગણાય છે.
આ અભયારણ્ય પણજી ખાતે આવેલ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૧૭ થી લગભગ ૭ કિલોમીટર જેટલા અંતરે છે.
ચિત્ર-દર્શન
ફેરફાર કરો-
કરચલો
-
એક જાતનું જીવડું (પોર્સેલીન ફીડર)
-
એક જાતનું જીવડું (મડ સ્કીપર)
-
મેંગ્રોવ વનસ્પતિ (રાઇઝોફોરા મ્યુક્રોનટ)નાં ફળ
-
મેંગ્રોવ વનસ્પતિ (રાઇઝોફોરા મ્યુક્રોનટ)નાં પર્ણ
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Larsen, Kim; Gobardhan Sahoo; Zakir Ali Ansari (2013). "Description of a new mangrove root dwelling species of Teleotanais (Crustacea: Peracarida: Tanaidacea) from India, with a key to Teleotanaidae" (PDF). Species Diversity. 18: 237–243. Unknown parameter
|lastauthoramp=
ignored (|name-list-style=
suggested) (મદદ) - ↑ Borges, S.D. & A.B.Shanbhag (2007). "Additions to the avifauna of Goa, India". Journal of the Bombay Natural History Society. 104 (1): 98–101.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કોમન્સ પર સલીમ અલી પક્ષી અભયારણ્ય સંબંધિત માધ્યમો છે.
- ગોઆ સેન્ટ્રલ નામના જાળસ્થળ પર અભયારણ્ય વિશે સંગ્રહિત ૨૦૧૮-૧૨-૧૮ ના રોજ વેબેક મશિન
- ગોઆ વેકેશન ગાઈડ