સવજીભાઈ ધોળકિયા
સવજીભાઇ ધનજીભાઈ ધોળકિયા (જન્મ: ૧૨ એપ્રિલ ૧૯૬૨) એક ભારતીય ઉદ્યોગપતિ છે. તેઓ હીરાનું ઉત્પાદન અને નિકાસ કરતી કંપની હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સના સ્થાપક અને ચેરમેન છે. તેમને ૨૦૨૨માં પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે.
સવજીભાઈ ધોળકિયા | |
---|---|
જન્મની વિગત | |
વ્યવસાય | હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સના સ્થાપક |
જીવનસાથી | ગૌરીબેન ધોળકીયા |
સંતાનો | મેના, નિમિષા, દૃવ્ય |
પુરસ્કારો | પદ્મશ્રી |
જીવનચરિત્ર
ફેરફાર કરોસવજીભાઈ ધોળકિયાનો જન્મ ગુજરાતના અમરેલી જિલ્લાના દુધાળા ગામમાં ખેડૂત પરિવારમાં થયો હતો. તેમણે ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેઓ સુરતમાં તેમના કાકાના હીરાના વ્યવસાયમાં જોડાયા હતા. બાદમાં તેમના ભાઈઓ હિંમતભાઈ, તુલસીભાઈ અને ઘનશ્યામભાઈ તેમની સાથે જોડાયા અને તેઓએ ૧૯૮૪માં હીરાના વ્યવસાયની સ્થાપના કરી. ૧૯૯૨માં તેમણે મુંબઈમાં હીરાની નિકાસ ઓફિસ ખોલી. કંપનીનો વિકાસ થયો અને ૨૦૧૪ સુધીમાં ૬૫૦૦ કર્મચારીઓ સાથે હીરાની નિકાસ કરતી મુખ્ય કંપની બની.[૧]
૨૦૨૨માં તેમને ભારત સરકાર દ્વારા સામાજિક કાર્યનાં ક્ષેત્રમાં ફાળો આપવા બદલ પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.[૨]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Damor, Kalpesh; Umarji, Vinay (2014-10-23). "Newsmaker: Savji Dholakia". Business Standard India. મેળવેલ 2020-02-07.
- ↑ "Padma Awards 2022 announced". Press Information Bureau. 2022-01-25. મેળવેલ 2022-01-26.