સાંવરીયા જી મંદિર
સાંવરિયા જી મંદિર રાજસ્થાન ના ચિત્તોડગઢ જિલ્લામાં આવેલું છે. આ મંદિર સાંવલિયા જી ના નામ થી પણ જાણીતું છે. એવું કહેવાય છે કે વર્ષ ૧૮૪૦માં, ભોલારામ ગુર્જર નામના ગોવાળને બાગુંડ ગામના છાપરમાં ભૂગર્ભમાં દટાયેલી ત્રણ દૈવી મૂર્તિઓનું સ્વપ્ન આવ્યું; સ્વપ્ન માં આવેલ સ્થાન ખોદવા પર, સ્વપ્નમાં બતાવ્યા પ્રમાણે, ભગવાન કૃષ્ણની ત્રણ સુંદર મૂર્તિઓ મળી આવી. મળી આવેલ મૂર્તિઓ માંથી એક મૂર્તિને માંડફિયા, એકને ભાદસોડા અને ત્રીજીને બાગુંડ ગામમાં છાપર લઈ જવામાં આવી હતી, જ્યાંથી તે મળી આવી હતી. ત્રણેય સ્થાનો પર મંદિર બની ગયા. આ ત્રણેય મંદિર ૫ કિમીના અંતરે એકબીજાની નજીક આવેલા છે. સાંવલિયા જીના ત્રણ મંદિરો પ્રખ્યાત થયા અને ત્યારથી મોટી સંખ્યામાં ભક્તો તેમના દર્શન કરવા માટે આવે છે. આ ત્રણ મંદિરોમાં, માંડફિયા મંદિરને સાંવલિયા જી ધામ (સાંવલિયાજી નું નિવાસસ્થાન) તરીકે ઓળખવામાં આવે છે.
સાંવરિયા જી | |
---|---|
સાંવરિયા શેઠ | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
જિલ્લો | ચિત્તોડગઢ |
સ્થાન | |
સ્થાન | સાંવરિયા જી-માંડફિયા |
રાજ્ય | રાજસ્થાન |
અક્ષાંશ-રેખાંશ | 24°40′N 74°24′E / 24.66°N 74.40°E |
વેબસાઈટ | |
http://www.srisanwaliyaji.org/sanwaliyaji_history.php |
અહીં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાતમાંથી સૌથી વધારે શ્રદ્ધાળુઓ આવે છે.
ચિત્તોડગઢ રેલ્વે સ્ટેશનથી ૪૧ કિ.મી. અને ડબોક એરપોર્ટથી ૬૫ કિ.મી. માંડફિયા હવે શ્રી સાંવલિયા ધામ (ભગવાન કૃષ્ણનું નિવાસસ્થાન) તરીકે ઓળખાય છે અને વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ માટે શ્રી નાથદ્વારા પછી બીજા સ્થાને આવે છે.
ભકતો દ્વારા અહીં કરોડો રૂપિયાનું દાન કરવામાં આવે છે.[૧]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "રાજસ્થાન: શ્રી સાંવલિયા સેઠ મંદિરને મળ્યું એટલું દાન કે સ્ટાફ નોટો ગણી ગણીને થાક્યો!". News18 Gujarati. 2021-02-11. મેળવેલ 2023-05-27.