સાગ
સાગ (અંગ્રેજી:Teak) એ એક દ્વિબીજપત્રી વનસ્પતિ છે. આ વૃક્ષ બારમાસી એટલે કે આખું વર્ષ લીલુંછમ રહેતું હોય છે. સાગનું વૃક્ષ પ્રાયઃ ૮૦ થી ૧૦૦ ફુટ જેટલી લંબાઇ ધરાવતું હોય છે. સાગના વૃક્ષનું લાકડું ઇમારતી હોય છે. સાગનું લાકડું વજનમાં હલકું, મજબૂત અને લાંબા સમય સુધી ચાલે તેવું ટકાઉ હોય છે. સાગનાં પાંદડાં કદમાં ઘણાં મોટાં હોય છે અને તેનાં ફળ ઉભયલિંગી અને સંપુર્ણ હોય છે.
સાગ | |
---|---|
Teak foliage and seeds | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | Angiosperms |
(unranked): | Eudicots |
(unranked): | Asterids |
Order: | Lamiales |
Family: | Lamiaceae |
Genus: | ''Tectona'' |
Species | |
Tectona grandis |
ગુજરાત રાજ્યના દક્ષિણપૂર્વ ભાગમાં આવેલા જંગલોમાં તેમ જ ગીરના જંગલમાં આ ઝાડ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ પૈકી ડાંગ વાંસદાના જંગલોમાં થતા સાગનું લાકડું વલસાડી સાગ તરીકે ઓળખાય છે. આ લાકડું ખુબ જ ઉત્તમ કક્ષાનું ગણાય છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિસ્રોતમાં સાગ સંબંધિત સાહિત્ય ઉપલબ્ધ છે.