સાબરમતી તાપ વિદ્યુત મથક

સાબરમતી તાપ વિદ્યુત મથક અથવા ટોરેન્ટ સાબરમતી તાપ વિદ્યુત મથક એ કોલસાથી વિદ્યુત પેદા કરતું તાપ વિદ્યુત કેન્દ્ર છે. તે અમદાવાદ, ગુજરાત ખાતે આવેલું છે. આ કેન્દ્રની માલિકી ટોરેન્ટ પાવરની છે.

ક્ષમતા ફેરફાર કરો

આ સ્થળ પર પ્રથમ વિદ્યુત એકમ ૧૯૩૪માં ૩૭.૫ મેગાવોટ (૨x૩.૭૫ મેગા વોટ અને ૪x૭.૫ મેગાવોટ)ની ક્ષમતા સાથે શરૂ થયું હતું.[૧] મૂળ એકમની જગ્યાએ નવું એકમ ૪૨૨ મેગોવોટ (૧x૬૦ મેગાવોટ, ૧x૧૨૦ મેગાવોટ અને ૨x૧૨૧ મેગાવોટ)ની ક્ષમતા સાથે સ્થાપવામાં આવેલ છે.

એકમ ક્રમ સ્થાપિત ક્ષમતા (મેગાવોટ) શરૂઆત તારીખ સ્થિતિ
C ૬૦ ૧૯૯૭ કાર્યરત
D ૧૨૦ ૧૯૭૮ કાર્યરત
E ૧૨૧ ૧૯૮૪ કાર્યરત
F ૧૨૧ ૧૯૮૮ કાર્યરત

સંદર્ભ ફેરફાર કરો

  1. "422 MW Coal based AMGEN". મૂળ માંથી 2016-12-04 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ જાન્યુઆરી ૨૦૧૭.