સાલ્ઝબર્ગ
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
સાલ્ઝબર્ગ (Salzburg (મદદ·માહિતી) શાબ્દિક અર્થ અનુસાર: "મીઠાનું શહેર") ઓસ્ટ્રિયામાં ચોથા ક્રમનું સૌથી મોટું શહેર છે અને ફેડરલ સ્ટેટ ઓફ સાલ્ઝબર્ગનું શહેર છે. સાલ્ઝબર્ગના જુના શહેર (અલ્ટસ્ટાન્ડ્ટ )માં શૈલીગત સ્થાપત્ય છે અને આલ્પ્સના ઉત્તરે શહેરનું સૌથી રક્ષિત શહેર કેન્દ્રો આવેલા છે. તેને 1997માં યુનેસ્કો વિશ્વ સ્થાપત્ય સ્થળની યાદીમાં સ્થાન મળ્યું છે. આ શહેર તેના આલ્પાઈન સ્થાપત્ય માટે નોંધનીય છે.
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ |
---|
સાલ્ઝબર્ગ 18મી સદીના મહાન સંગીતકાર વોલ્ફગેંગ અમેડિયસ મોઝાર્ટનું જન્મસ્થળ છે. 20મી સદીના મધ્યભાગમાં અમેરિકન મ્યુઝિકલ અને ફિલ્મ ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક ના ભાગો માટે આ શહેર એક રચના હતી. જેમાં ઓસ્ટ્રેલિયાના પ્રચલિત સિમાચિહ્નો દર્શાવવામાં આવ્યા હતા. ધ મ્યુઝિકલ રિચાર્ડ રોઝર્સ અને ઓસ્કાર હેમર્સ્ટીન 2ની ભાગીદારીમાં હતું. સાલ્ઝબર્ગ રાજ્યનું પાટનગર શહેર (લેન્ડ સાલ્ઝબર્ગ ) છે. આ શહેરમાં ત્રણ વિશ્વવિદ્યાલયો છે. આ શહેરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે જે આ વિસ્તારને જીવંત અને ઉર્જામય બનાવે છે. તેમ જ વિશ્વવિદ્યાલયો સમુદાયને સંસ્કૃતિ પુરી પાડે છે.
ભૂગોળ
ફેરફાર કરોસાલ્ઝબર્ગ શહેર આલ્પ્સની ઉત્તરી સરહદ ખાતે સાલ્ઝાચ નદીના કિનારે આવેલું છે. સાલ્ઝબર્ગના દક્ષિણ ભાગમાં આવેલા પર્વતો ઉત્તરના નીચાણવાળા ભાગથી જુદા પડે છે. ઉંચી પર્વતની ટોચ- 1972 મીટર અન્ટરબર્ગ શહેરથી થોડા કિ.મીના અંતરે આવેલી છે. અલ્ટસ્ટાન્ડ્ટ અથવા "જુનું શહેર" શૈલીગત ઈમારતો અને ચર્ચો તેમજ મોટા ફેસ્ટંગ હોહેન્સાલ્ઝબર્ગ થી છવાયેલી છે. આ વિસ્તાર બે નાના પર્વતોથી ઘેરાયેલો છે. મોન્શબર્ગ અને કાપુઝિનરબર્ગ . જે શહેરના લીલા ફેફસાનું કાર્ય કરે છે. સાલ્સબર્ગ મ્યુનિકથી પૂર્વમાં લગભગ 150 કિ.મી, લ્જુબ્લ્જાનાથી 281 કિ.મી અને વિએનાના પશ્ચિમે 300 કિ.મીના અંતરે આવેલું છે.
આબોહવા
ફેરફાર કરોસાલ્ઝબર્ગનું હવામાન ઠંડુ અને ભેજવાળું (Köppen Cfb ) છે.
હવામાન માહિતી Salzburg-Flughafen (LOWS) | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
મહિનો | જાન | ફેબ | માર્ચ | એપ્રિલ | મે | જૂન | જુલાઇ | ઓગ | સપ્ટે | ઓક્ટ | નવે | ડિસે | વર્ષ |
મહત્તમ નોંધાયેલ °C (°F) | 16.3 (61.3) |
21.7 (71.1) |
24.9 (76.8) |
27.9 (82.2) |
32.2 (90.0) |
35.6 (96.1) |
37.7 (99.9) |
35.6 (96.1) |
32.1 (89.8) |
28.2 (82.8) |
23.5 (74.3) |
18.6 (65.5) |
37.7 (99.9) |
સરેરાશ મહત્તમ °C (°F) | 3.2 (37.8) |
5.6 (42.1) |
10.4 (50.7) |
14.3 (57.7) |
19.9 (67.8) |
22.2 (72.0) |
24.4 (75.9) |
24.2 (75.6) |
20.1 (68.2) |
14.8 (58.6) |
7.8 (46.0) |
4.0 (39.2) |
14.2 (57.6) |
દૈનિક સરેરાશ °C (°F) | −0.8 (30.6) |
0.7 (33.3) |
4.8 (40.6) |
8.5 (47.3) |
13.8 (56.8) |
16.5 (61.7) |
18.6 (65.5) |
18.3 (64.9) |
14.3 (57.7) |
9.3 (48.7) |
3.6 (38.5) |
0.4 (32.7) |
9.0 (48.2) |
સરેરાશ ન્યૂનતમ °C (°F) | −4.0 (24.8) |
−2.9 (26.8) |
0.7 (33.3) |
3.8 (38.8) |
8.4 (47.1) |
11.5 (52.7) |
13.5 (56.3) |
13.5 (56.3) |
10.1 (50.2) |
5.5 (41.9) |
0.6 (33.1) |
−2.5 (27.5) |
4.9 (40.8) |
નોંધાયેલ ન્યૂનતમ °C (°F) | −25.4 (−13.7) |
−21.8 (−7.2) |
−21.6 (−6.9) |
−3.9 (25.0) |
−2.1 (28.2) |
2.0 (35.6) |
3.7 (38.7) |
4.3 (39.7) |
−1.6 (29.1) |
−8.0 (17.6) |
−17.8 (0.0) |
−26.8 (−16.2) |
−26.8 (−16.2) |
સરેરાશ precipitation મીમી (ઈંચ) | 59.9 (2.36) |
54.7 (2.15) |
78.7 (3.10) |
83.1 (3.27) |
114.5 (4.51) |
154.8 (6.09) |
157.5 (6.20) |
151.3 (5.96) |
101.3 (3.99) |
72.6 (2.86) |
83.0 (3.27) |
72.8 (2.87) |
૧,૧૮૪.૨ (46.62) |
સરેરાશ બરફ સેમી (ઈંચ) | 24.0 (9.4) |
23.9 (9.4) |
21.7 (8.5) |
2.9 (1.1) |
0.1 (0.0) |
0 (0) |
0 (0) |
0 (0) |
0 (0) |
0 (0) |
12.1 (4.8) |
27.8 (10.9) |
112.5 (44.3) |
Average precipitation days | 10.1 | 9.5 | 11.9 | 11.8 | 12.1 | 15.0 | 14.4 | 13.2 | 10.8 | 9.3 | 10.8 | 11.8 | 140.7 |
Average snowy days | 15.4 | 11.7 | 6.1 | 1.4 | 0 | 0 | 0 | 0 | 0 | 0.1 | 5.1 | 13.1 | 52.9 |
મહિનાના સરેરાશ તડકાના કલાકો | 67.0 | 91.9 | 130.0 | 152.6 | 196.4 | 193.9 | 221.1 | 202.8 | 167.7 | 129.7 | 81.2 | 62.8 | ૧,૬૯૭.૧ |
સ્ત્રોત: Central Institute for Meteorology and Geodynamics[૧] |
વસ્તી વિકાસ
ફેરફાર કરો1935માં સાલ્ઝબર્ગે સંલગ્ન નગરપાલિકાઓની વ્યવસ્થા શરૂ કરી ત્યારે વસ્તીમાં નોંધપાત્ર રીતે વધારો નોંધાયો હતો. બીજા વિશ્વયુદ્ધ બાદ સંખ્યાબંધ રીફ્યુજીઓ એ આ શહેરને પોતાનું નવું ઘર બનાવ્યું હતું. યુદ્ધ પછીના કબજાના અમેરિકન સૈનિકો માટે નવી આવાસી જગ્યા બનાવવામાં આવી હતી અને જ્યારે સૈનિકોએ ત્યાંથી પ્રસ્થાન કર્યું ત્યારે રેફ્યુજીઓ ત્યાં રહી શક્યા હતા. 1950ની આસપાસ સાલ્ઝબર્ગની વસ્તી 1,00,000ના આંકને પાર કરી ગઈ હતી અને અને 2006માં શહેરની વસ્તી 1,50,000 પર પહોંચી છે. સંયુક્ત રીતે આશરે ત્યાં 2,10,000 લોકો રહે છે.[સંદર્ભ આપો]
વર્ષ | વસ્તી | ±% |
---|---|---|
1869 | ૨૭,૮૫૮ | — |
1880 | ૩૩,૨૪૧ | +19.3% |
1890 | ૩૮,૦૮૧ | +14.6% |
1900 | ૪૮,૯૪૫ | +28.5% |
1910 | ૫૬,૪૨૩ | +15.3% |
1923 | ૬૦,૦૨૬ | +6.4% |
1934 | ૬૯,૪૪૭ | +15.7% |
1939 | ૭૭,૧૭૦ | +11.1% |
1951 | ૧,૦૨,૯૨૭ | +33.4% |
1961 | ૧,૦૮,૧૧૪ | +5.0% |
1971 | ૧,૨૯,૯૧૯ | +20.2% |
1981 | ૧,૩૯,૪૨૬ | +7.3% |
1991 | ૧,૪૩,૯૭૮ | +3.3% |
2001 | ૧,૪૨,૬૬૨ | −0.9% |
2008 | ૧,૪૯,૨૦૧ | +4.6% |
Source: Statistik Austria |
ઇતિહાસ
ફેરફાર કરોશરૂઆતના આધુનિક યુગની રીતરિવાજો
ફેરફાર કરોનૂતન પાષાણ યુગથી આ વિસ્તારમાં માનવ વસાહત હોવાના ચિહ્નો મળી આવ્યા છે. પ્રાચિન યુરોપિયન ઇતિહાસથી સાલ્ઝબર્ગમાં પ્રથમ માનવ વસાહત શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે.આશરે ઈસવીસન પૂર્વે 15મી સદીમાં રોમન સામ્રાજ્યમાંથી એક શહેરમાં એક અલગ વસાવત જોડાઈ હતી. આ સમયે આ શહેર જુવાવુમ તરીકે ઓળખાતું અને ઈસવી સન 45માં આ શહેરને રામન સ્વાયત્ત નગર નો દરજ્જો આપવામાં આવ્યો હતો. જુવાવુમને નોરિકનના રોમન ક્ષેત્રના એક મહત્વના નગર તરીકે વિકસાવવામાં આવ્યું હતું. નોરિકન સીમાના ભંગાણ બાદ જુવાવુમનું પતન એટલું તીવ્રતા સાથે શરૂ થયું કે સાતમી સદીના પાછળના ભાગમાં આ નગર "વિનાશને આરે" હતું.
8મી સદીના સેંટ રુપર્ટના જીવનને શહેરના પુન જનમ માટે શ્રેય આપવામાં આવે છે. જ્યારે થીઓડો ઓફ બાવારિયાએ રુપર્ટને બિશપ બનવા માટે કહ્યું ત્યારે રુપર્ટે તેના વિશાળ ચર્ચની જગ્યા માટે નિરિક્ષણ કર્યું હતું. રુપર્ટે જુવાવુમ પર પસંદગી ઉતારી હતી અને તેમાં મજબૂત ઘર પિડિંગ જોડ્યું હતું. રુપર્ટે આ શહેરનું નામ "સાલ્ઝબર્ગ" રાખ્યું હતું. તેમણે અધર્મીઓમાં ખ્રિસ્તી ધર્મના ઉપદેશો નો પ્રચાર કર્યો હતો. સાલ્ઝબર્ગના નામનો અર્થ "મીઠાનો કિલ્લો" થાય છે. સાલ્ઝાશ નદીમાં મીઠાનું વહન કરતી નૌકા પરથી આ શહેરનું નામ પાડવામાં આવ્યું હતું. 8મી સદીમાં તેની ઉપર કરવેરો લાદવામાં આવતો હતો. યુરોપની ઘણી નદીઓના તટે આવેલા શહેરો અને સમુદાયો માટે આ પ્રથા હતી.લશ્કરી કિલ્લાઓના શહેર ફેસ્ટન્ગ હોહેનસાલ્ઝબર્ગને બાંધવામાં આવ્યું હતું અને ત્યાર પછીની સદીઓમાં તેનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું.
સાલ્ઝબર્ગની સ્વાતંત્રતા
ફેરફાર કરો14મી સદીના પાછળના ભાગમાં બાવરિયામાંથી સાલ્ઝબર્ગને મુક્તિ મળી હતી. સાલ્ઝબર્ગ હોલી રોમન એમ્પાયરના પ્રિન્સ-બિશપરિક, આર્ચ્બિશપ્રિક ઓફ સાલ્ઝબર્ગની બેઠક હતી.
આધુનિક યુગ
ફેરફાર કરોધાર્મિક સંઘર્ષ
ફેરફાર કરો31 ઓક્ટોબર, 1731ના રોજ વિટ્ટનબર્ગ શાળાના દરવાજે ખીંટીએ માર્ટિન લ્યુથરે લકટાવેલા 95 મહાનિબંધોની 214મી તીથિના દિવસે, રોમન કેથલિક આર્ક બિશપ (પાદરી) કાઉન્ટ લિયોપોલ્ડ એન્ટોન વોન ફીર્મીઆને હકાલપટ્ટીના ઈમિગ્રેશન્સપેટન્ટ ફતવા પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં કટ્ટરપંથીઓને બિન-કેથિલક માન્યતાઓથી પોતાની જાતને દૂર રાખવા અથવા શહેર છોડી દેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. (યુરોપના વિવિધ શહેરોમાં યહુદી ઓની વિરૂદ્ધમાં જારી કરવામાં આવેલા હકાલપટ્ટીના આદેશો સાથેની તેની સમાનતાથી તેને વ્યાકુળ ન કરવું)
જમીનના માલિકોને તેમની જમીનો વેચી શહેર છોડવા માટે બે દિવસનો સમય આપવામાં આવ્યો હતો. ઢોર, ઘેટા, ફર્નિચર અને જમીન વગેરેને બજારમાં વેચવામાં આવતા હતા અને સાલ્ઝબર્ગના રહેવાસીઓ વોન ફિર્મિયાનના કેથોલિક સંઘરાજ્યો પાસેથી સામાન્ય નાણાં મેળવતા હતા. વોન ફિર્મિયાને પોતાના પરિવાર માટે મોટા ભાગની જમીન જપ્ત કરી દીધી હતી અને તમામ પ્રોટેસ્ટન્ટ પુસ્તકો અને બાઈબલોને સળગાવવાનો આદેશ આપ્યો હતો. 12 વર્ષ કે તેથી નીચેની ઉંમરના બાળકોની રોમન કેથલિક તરીકે ઉછેરવા માટે અટકાયત કરવામાં આવી હતી. પરંતુ જેમની માલિકીની જમીન હતી તેમને એક મહત્વનો ફાયદો થયો હતો. ખરાબ શિયાળા પછી તેમને ત્રણ મહિનાની મોહલત મુલતવી રાખવામાં આવી હતી.
ભાડુતી ખેડૂતો, વ્યવસાયીકો, મજૂરો અને ખાણીયાઓને તેમની પાસેની અસ્કયામતો વેચવા અને છોડવા માટે આઠ દિવસનો સમય આપવામાં આવ્યો હતો. રેફ્યુજીની પ્રથમ કૂચ ઉત્તરમાં અત્યંત ઠંડા તાપમાન અને બરફીલા તૂફાનમાં થઈ હતી. તેમણે પ્રોટેસ્ટન્ટ રાજાઓ દ્વારા નિયંત્રિત જર્મનીના કેટલાક શહેરોમાં વસવાટની માગણી કરી હતી. તેમના બાળકો ચાલતા હતા અથવા સામાનથી ભરેલા લાકડાના ગાડાઓમાં સવારી કરતા હતા. જેમ તેઓ મૂસાફરી કરતા હતા તેમ તેમ દેશવટો પામેલા આ લોકોની બચતો ઝડપથી નીચે પડી પાછળ રહી જતી હતી. તેમની ઉપર રાહદારી લૂંટારાઓ લૂંટ ચલાવતા તેમજ કરવેરા, જકાત અને સૈનિકો દ્વારા અપાતી સલામતી માટે રાખેલા વળતરને પણ જપ્ત કરી લેતા હતા.
તેમની ટુકડી જેમ ઉત્તર તરફ કૂચ કરતી હતી તેમ ઝડપથી તેમની દુર્દશાની વાતો ફેલાતી હતી. ગેટેએ "હર્માન્ન એન્ડ ડોરથી" નામની કવિતા લખી હતી જેમાં ફ્રેંચ ક્રાંતિ પછીના વિધ્વંસનું કઠોર નિરૂપણ કર્યું છે. સાલ્ઝબર્ગથી દેશવટો પામેલા લોકોની કૂચની કથાથી પ્રેરાઈને ફ્રેંચ ક્રાંતિ થઈ હતી. પ્રોટેસ્ટન્ટ અને કેટલાક કેથલિકે શિયાળામાં કરવામાં આવેલા દેશવટાની ક્રુરતા અને પોતાની શ્રદ્ધાનો ત્યાગ ન કરીને દેશવટો પામનાર લોકોએ દાખવેલા સાહસથી ભયભીત થઈ ઉઠ્યા હતા. શરૂઆતમાં રેફ્યુજીઓ નગરોમાં પ્રવેશ્યા હતા ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મદદ આપવામાં આવી હતી. પરંતુ રેફ્યુજી સ્થાયી થઈ શકે તેવું કોઈ સ્થળ ન હતું.
આખરે 1732માં રાજા ફ્રેડ્રિક વિલિયમ 1 ઓફ પ્રુસિયા 12,000 સાલ્ઝબર્ગના પ્રોટેસ્ટન્ટ સ્વદેશ છોડનારાઓને સ્વિકાર્યા હતા. તેઓ પૂર્વ પ્રુસિયાના વિસ્તારમાં સ્થાયી થયા હતા જે સ્થળ 20 વર્ષ પહેલા પ્લેગ ને કારણે વેરાન બન્યું હતું.[૨] અન્ય નાના જૂથોએ કિંગડમ ઓફ હંગેરીના ડેબ્રિકન અને બનાટ પ્રદેશો તરફ પ્રસ્થાન કર્યું હતું. જે હાલમાં સ્લોવેકિયા અને સર્બિયા તરીકે ઓળખાય છે. કિંગડમ ઓફ હંગેરીએ પ્લેગની મહામારી અને તુર્કી સામ્રાજ્યના આક્રમણને લીધે વેરાન થઈ ગયેલા ડાન્યુબ નદી સાથે આવેલા વિસ્તારમાં ફરીથી વસાહત ઉભી કરવા જર્મનોની ભરતી કરી હતી. સાલ્ઝબર્ગના લોકોએ બર્લિન નજીકના પ્રોટેસ્ટન્ટ વિસ્તારો અને જર્મનીમાં હેનોવર ખાતે તેમજ નેધરલેન્ડ્સમાં પણ હિજરત કરી હતી.
12 માર્ચ, 1734ના રોજ સાલ્ઝબર્ગથી દેશવટો પામેલા 60 લોકોના નાના જૂથે પ્રથમ લંડનનો પ્રવાસ ખેડ્યો હતો અને ધાર્મિક સ્વતંત્રતાની માગણી સાથે જ્યોર્જિયાની બ્રિટિન નોર્થ અમેરિકન કોલોનીમાં આગમન કર્યું હતું. આ વર્ષના પાછળના ભાગમાં તેઓ બીજા જૂથ સાથે જોડાયા હતા અને 1741માં સાલ્ઝબર્ગમાંથી દેશવટો પામેલા આશરે 150 લોકોએ સાવાન્નાહ નદી નજીક ઈબ્નીઝર નગરની સ્થાપના કરી હતી. (જુઓ જ્હોન એ. ટ્રીયુટ્લેન) પ્રુસિયા લિથુઆનિયામાં પ્રોટસ્ટન્ટ સાલ્ઝબર્ગર્સે સદીઓથી ચર્ચો અને શાળાઓમાં પોતાના ભાષા રાખીને વિશિષ્ટ માનવ સમુદાયની જર્મન ઓળખ આપી છે. તેમના વંશજોને બીજા વિશ્વયુદ્ધ બાદ દેશવટો આપવામાં આવ્યો હતો. નૃવંશ જર્મન રેફ્યુજીઓ પશ્ચિમ યુરોપ, યુનાઈટેડ સ્ટેટ્સ અને અન્ય પશ્ચિમી દેશોમાં ગયા હતા. પશ્ચિમ જર્મનીમાં સ્થાયી થયેલા લોકોએ સાલ્ઝબર્ગર તરીકે પોતાની ઓળખ જાળવી રાખવા માટે સમૂદાયીય સંસ્થાની સ્થાપના કરી છે.[૩]
ઈલુમિનિઝમ
ફેરફાર કરો1772-1803માં આર્ચ્બિશર હિએરોનીમસ ગ્રાફ વોન કોલ્લોરેડોની છત્રછાયા હેઠળ સાલ્ઝબર્ગ પાછળના ઈલુમિનિઝમનું કેન્દ્ર બન્યું હતું.
ઈલેક્ટરેટ ઓફ સાલ્ઝબર્ગ
ફેરફાર કરો1803માં આર્ચ્બિશર્પિકને સમ્રાટ નેપોલિયન દ્વારા ધર્મનિરપેક્ષ બનાવવામાં આવ્યું હતું અને તેને ઈલેક્ટરેટ ઓફ સાલ્ઝબર્ગ તરીકે ભુતપૂર્વ ગ્રાન્ડ ડ્યુક ઓફ તુસ્કાની ફર્ડિનાન્ડ 3 ઓફ તુસ્કાનીને સોંપવામાં આવ્યું હતું.
સાલ્ઝબર્ગનું ઓસ્ટ્રિયન જોડાણ
ફેરફાર કરો1805માં સાલ્ઝબર્ગ બેર્શટેસ્ગેડન સાથે ઓસ્ટ્રિયન સામ્રાજ્ય સાથે જોડાયું હતું.
બાવરિયન શાસન હેઠળ સાલ્ઝબર્ગ
ફેરફાર કરોવાગ્રામ ખાતે ઓસ્ટ્રિયાની હાર બાદ 1809માં સાલ્ઝબર્ગનો પ્રદેશ કિંગડમ ઓફ બાવરિયામાં સ્થાનાંતરીત કરવામાં આવ્યો હતો.
સાલ્ઝબર્ગનો વિભાગ તેમજ ઓસ્ટ્રિયા અને બાવરિયા દ્વારા જોડાણ
ફેરફાર કરો1815માં કોંગ્રેસ ઓફ વિયેના ખાતે તે અધિકૃતપણે ઓસ્ટ્રિયામાં દાખલ થયું હતું પરંતુ તેમાં રુપર્ટિગો અને બર્શટેસ્ગેડનનો સમાવેશ થયો ન હતો. આ નગરો બવારિયાને સોંપવામાં આવ્યા હતા. સાલ્ઝબર્ગને સાલ્ઝાશ પ્રદેશમાં એકીકૃત કરવામાં આવ્યું હતું અને સાલ્ઝબર્ગરલેન્ડનું નિયમન લિન્ઝથી થતું હતું. [૪] 1850માં સાલ્ઝબર્ગને ફરીથી ડશી ઓફ સાલ્ઝબર્ગના પાટનગર તરીકે પ્રસ્થાપિત કરાયું હતું. ઓસ્ટ્રિયન સામ્રાજ્યનું ક્રાઉનલેન્ડ. 1866માં આ શહેર ઓસ્ટ્રિયન સામ્રાજ્યમાં ક્રાઉનલેન્ડના પાટનગર તરીકે ઓસ્ટ્રિયા-હંગેરીનું ભાગ બન્યું હતું.
20મી સદી
ફેરફાર કરોવિશ્વયુદ્ધ 1
ફેરફાર કરોઓસ્ટ્રો-હંગેરિયન પ્રાંતના પાટનગર તરીકે સાલ્ઝબર્ગની 1918માં હાર થઈ હતી.
જર્મન થર્ડ રાઈકનો (સમગ્ર રાષ્ટ્ર) ભાગ
ફેરફાર કરોઓસ્ટ્રિયાની આઝાદી વિશે લોકમત લેવાના નિર્ધારિત સમય કરતા એક દિવસ પહેલા ઓન્સ્લસ દરમિયાન ઓસ્ટ્રિયા અને સાલ્ઝબર્ગ તેના ભાગ તરીકે 12 માર્ચ 1938ના રોજ જર્મન થર્ડ રાઈક સાથે જોડાયા હતા. જર્મનોની ટુકડી શહેર તરફ ગઈ હતી. રાજનૈતિક વિરોધીઓ, યહુદી નાગરીકો અને અન્ય લઘુમતીઓ ની ત્યારબાદ ધરપકડ કરવામાં આવી હતી અને દેશપાર કર્યા હતા. યહુદીઓના દેવળનો નાશ કરવામાં આવ્યા હતા અને આ વિસ્તારમાં સોવિયેટ યુનિયન અને અન્ય દેશોના કેદીઓ માટે કેટલાક પીઓડબલ્યુ કેમ્પોની રચના કરવામાં આવી હતી.
દ્વિતીય વિશ્વ યુદ્ધ
ફેરફાર કરોબીજા વિશ્વયુદ્ધ દરમિયાન કેઝેડ સાલ્ઝબર્ગ-મેક્સગ્લાન કોન્સેન્ટ્રેશન કેમ્પ અહિંયા હતો. ત્યાં રોમા કેમ્પ હતો અને સ્થાનિક ઉદ્યોગને ગુલામ મજૂરો આપવામાં આવતા હતા. સંયુક્ત બોમ્બિંગથી 7,600 મકાનોનો નાશ કરવામાં આવ્યો હતો અને 550 રહેવાસીઓને મારી નાંખવામાં આવ્યા હતા. નગરના પુલો અને કેથીડ્રલના ડોમનો નાશ કરવામાં આવ્યો હોવા છતાં તેનું બરોક સ્થાપત્ય સાબૂત રહ્યું હતું. તેના પરીણામરૂપે તેની શૈલીના નગરના બચેલા કેટલાક ઉદાહરણો પૈકી આ એક છે. અમેરિકન સૈન્ય દળોએ 5 મે, 1945ના રોજ સાલ્ઝબર્ગમાં પ્રવેશ કર્યો હતો.સાલ્ઝબર્ગ શહેરમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કેટલાક ડીપી કેમ્પો હતા. તેમાં રીઈન્ડન્બર્ગ, કેમ્પ હેર્ઝ્લ (ફ્રાન્ઝ-જોસેફ્સ-કેસર્ને), કેમ્પ મુલ્ન, બેટ બિઆલિક, બેટ ટ્રમ્પેલ્ડર અને ન્યુ પેલેસ્ટાઈનનો સમાવેશ થાય છે. સાલ્ઝબર્ગ ઓસ્ટ્રિયામાં અમેરિકાના કબજા હેઠળનું કેન્દ્ર હતું.
વર્તમાનમાં(Present day)
ફેરફાર કરોબીજા વિશ્વયુદ્ધ બાદ સાલ્ઝબર્ગ સ્ટેટ ઓફ સાલ્ઝબર્ગનું (લેન્ડ સાલ્ઝબર્ગ ) પાટનગર બન્યું હતું. 27 જાન્યુઆરી, 2006ના રોજ વોલ્ફગેન્ગ મોઝાર્ટની 250મી જન્મતિથિ હતી. આ પ્રસંગની ઉજવણી કરવા માટે સાલ્ઝબર્ગની તમામ 35 ચર્ચોએ સાંજના 8 વાગ્યા (સ્થાનિક સમય) બાદ ઘંટ વગાડ્યા હતા. પુરા વર્ષ દરમિયાન મોટી ઉજવણીઓ થઈ હતી.
જિલ્લા
ફેરફાર કરોસાલ્ઝબર્ગમાં 24 શહેરી જિલ્લાઓ અને 3 વિશેષ-શહેરી વસાહતો છે.
શહેરી જિલ્લાઓ (સ્ટેડ્ટેઈલે ):
- એજીન
- અલસ્તાદ
- એલિસાબેથ-વોર્સ્તાદ્ત
- ગ્નેઈસ
- ગ્નેઈસ-સુદ
- ગ્નીગ્લ
- ઇત્ઝ્લીંગ
- ઈત્ઝ્લીંગ-નોર્દ
- કસેર્ન
- લન્ગ્વિએડ
- લેહેન
- લીયોપોલ્ડસ્ક્રોન-મૂસ
- લીએફેરીંગ
- મક્ષ્ગ્લન
- મક્ષ્ગ્લન-વેસ્ટ
- મોર્ઝ્ગ
- મુલિન
- નેઉસ્તાદ્ત
- નોન્ન્તાલ
- પર્સ્ચ
- રીએદેન્બર્ગ
- સાલ્ઝબર્ગ-સુદ
- તક્ષ્હમ
- સ્ચાલ્લ્મૂસ
વિશેષ-શહેરી વસાહતો (લેન્ડ્સ્ચાફ્ટસ્રૌમ )
- ગીસ્બેર્ગ
- હેલ્લ્બૃન્ન
- હેઉબેર્ગ
મુખ્ય સ્થળો
ફેરફાર કરોસાલ્ઝબર્ગ પ્રવાસીઓનું મનપસંદ સ્થળ છે.પ્રવાસની મોસમમાં પ્રવાસીઓની સંખ્યા સ્થાનિક રહેવાસીઓની સરખામણીએ મોટા અંતરે વધી જાય છે. ઉપર જણાવેલ મોઝાર્ટના જન્મસ્થળ ઉપરાંત અન્ય નોંધનિય સ્થળોમાં સમાવેશ થાય છે:
જુનુ નગર
- સાલ્ઝબર્ગના સમસ્ત જુના નગરને 1996માં વર્લ્ડ હેરિટેજ સાઈટે નામાંકીત કરી હતી.
- શૈલીગત સ્થાપત્ય સહિતની ઘણી ચર્ચો વિશ્વ સ્તરે પ્રચલિત છે.
- ધ સાલ્ઝબર્ગ કેથીડ્રલ ( સાલ્ઝબર્ગ ડોમ )
- જુના નગરની ટેકરીએ આવેલો હોહેનસાલ્ઝબર્ગ કીલ્લો (ફેસ્ટન્ગ હોહેનસાલ્ઝબર્ગ ) નગરની ઉપરથી જોતા યુરોપના સૌથી મોટા કિલ્લાઓ પૈકી એક છે.
- ધ ફ્રાન્ઝીસ્કાનેચર્ચ
- સેંટ પીટર્સ સીમેટ્રી (પીટર્સફ્રિડોફ )
- નોનબર્ગ એબી બેનિડિક્ટિન આશ્રમ
- રેસિડન્ઝ પેલેસ (ભુતપૂર્વ પ્રિન્સ-આર્ચ્બિશનનું ભવ્ય રહેઠાણ), જેમાં રેસિડેન્ઝગેલેરીનો સમાવેશ થાય છે.
- મોઝાર્ટનું જન્મસ્થળ
- મોઝાર્ટનું રહેઠાણ
- યુનિવર્સિટી ચર્ચ
- સિગ્મુન્ડસ્ટર (અથવા ન્યુટર)
- ગેસ્ટ્રીડીગાસ્સ
બહારની તરફ અંદરનું જુનું નગર
- ફૂલોથી ભરેલા મોટા બગીચા સાથેનું પેલેસ ઓફ મિરાબેલ
- સેંટ સેબેસ્ટિયનની સમાધી (સેબેસ્ટિયન્સફ્રિડ્હોફ )
- પેલેસ ઓફ લિઓપોલ્ડક્રોન એ જુનવાણી મહેલ છે અને લિઓપોલ્ડસ્ક્રોન-મૂઝમાં આવેલું રાષ્ટ્રીય ઐતિહાસિક સ્થાપત્ય છે. તે સાલ્ઝબર્ગ શહેરના દક્ષિણ જિલ્લામાં આવેલું છે.
- બગીચા અને કીલ્લાઓ સાથેનું હેલબ્રન્ન
- ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક ફિલ્મમાં દર્શાવેલા સ્થળો પર પ્રવાસી કંપનીઓ પ્રવાસ ગોઠવે છે.
મહાન સાલ્ઝબર્ગના વિસ્તારની અંદર
- એનિફ કીલ્લો
- સાલ્ઝબર્ગના ઉત્તરી છેડે જુની શૈલીગત ચર્ચ ધ બેસિલિકા મારિયા પ્લેઈન ઓન ધ કેલ્વરી હિલ છે.
- સાલ્ઝબર્ગર ફ્રીઈલિશ્ટમ્યુઝીયમ ગ્રોબ્ગમેઈન એક ઓપન-એર મ્યુઝિયમ છે. જેમાં જુના ફાર્મહાઉસ/ ફાર્મ ઈમારતો પુરા વિસ્તારની અંદર ઐતિહાસિક પાશ્વભૂમિ પ્રમાણે ગોઠવવામાં આવ્યા છે.
- સ્ક્લોસ ક્લેસહેઈમ મહેલનો (આજે જુગારખાનું) ઉપયોગ અગાઉ અડોલ્ફ હિટલર કરતો હતો.
- બેર્ગોફ હિટલર આ કિલ્લામાં એકાંતવાસ કરતો હતો જેમાં માત્ર ઈગલ્સ નેસ્ટ બચ્યું છે. તે બર્ચટેસ્ગાડેનની નજીક આવેલું છે.
- સાલ્ઝકામ્મેર્ગટ સાલ્ઝબર્ગ રાજ્યનું સરોવર છે. જે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલું છે અને આગળ જતા તે ઉપરી ઓસ્ટ્રિયા અને સ્ટાયરિયા પ્રાંતમાં આવે છે.
- ઉન્ટસબર્ગ પર્વત શહેર પછી આવે છે જે જર્મન અને ઓસ્ટ્રિયાની સરહદને સ્પર્શે છે. દિવસે હવામાન સાફ હોય ત્યારે શહેર અને શિખરનું સુંદર દ્રશ્યફલક થાય છે.
- શિયાળા દરમિયાન સ્કિઈંગનું આકર્ષણ હોય છે. સાલ્ઝબર્ગમાં સ્કિઈંગની સવલતો ઉપલબ્ધ નથી પરંતુ તે દક્ષિણ તરફના સ્કિઈંગના વિસ્તાર માટે માર્ગ માટે ઉપયોગી થાય છે. શિયાળાની મોસમ દરમિયાન શહેરનું એરપોર્ટ ખાતે સમગ્ર યુરોપમાંથી ચાર્ટર ફ્લાઈટ આવે છે.
સાલ્ઝબર્ગનું પ્રાણીસંગ્રહાલય
- સાલ્ઝબર્ગનું પ્રાણીસંગ્રહાલય શહેરના દક્ષિણ ભાગમાં અનિફ નગરપાલિકામાં આવેલું છે.
જાણીતા નાગરીકો
ફેરફાર કરો- સંગીતકાર વોલ્ફગેંગ અમેડ્યુઅલ મોઝાર્ટનો જન્મ અને ઉછેર સાલ્ઝબર્ગમાં થયો હતો અને તેમણે 1769થી 1781 સુધી આર્ચ્બિશપ માટે કામ કર્યું હતું. તેમના જન્મસ્થળ અને રહેઠાણ માટે પ્રવાસીઓને આકર્ષણ છે. તેમના પરિવારને જુના નગરના નાના ચર્ચના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યું હતું અને શહેરમાં "વોલ્ફેર્લ"ના ઘણાં સ્થાપત્યો છે.
- અવાજ ના સિદ્ધાંતના નિષ્ણાત ક્રિશ્ચિયન ડોપ્લરનો જન્મ સાલ્ઝબર્ગમાં થયો હતો. ડોપ્લર અસરના તેમના સંશોધન માટે તેઓ જાણીતા છે.
- જોસેફ મોહ્ર નો જન્મ સાલ્ઝબર્ગમાં થયો હતો. ફ્રાન્ઝ ગ્રબરની સાથે મળીને તેમણે "સાયલન્ટ નાઈટ" માટે ધૂનો લખી અને તૈયાર કરી હતી. ઓબેર્નડોર્ફની પડોશમાં પાદરી તરીકે તેમણે 1818માં પ્રથમ વખત ગીતની રચના કરી હતી.
- રાજા ઓટ્ટો ઓફ ગ્રીસ નો મિરાબેલ મહેલ ખાતે જન્મ આ શહેર બાવરિયનથી ઓસ્ટ્રિયનમાં તબદીલ થયું તેના થોડા દિવસ પહેલા જ થયો હતો.
- 1934 સુધી જાણીતા લેખક સ્ટીફન સ્વેઈ સાલ્ઝબર્ગમાં 15 વર્ષ સુધી રહ્યાં હતા.
- મારિયા વોન ટ્રેપ્પ (પાછળથી મારિયા ટ્રેપ) અને તેનું કુટુંબ નાઝી શાસન લદાયા પછી યુએસએ ગયા ત્યાં સુધી સાલ્ઝબર્ગ શહેરમાં રહ્યાં હતા.
- 19મી સદીના ઓસ્ટ્રિયન પેઈન્ટર-ડોક્ટરેટ અને રાષ્ટ્રીય હસ્તી હેન્સ માકાર્ટનું જન્મસ્થળ સાલ્ઝબર્ગ છે. માકાર્ટપ્લાટ્ઝનું (માકાર્ટ સ્ક્વેર ) નામકરણ તેમના માનમાં કરવામાં આવ્યું છે.
- લેખક થોમસ બર્નહાર્ડ નો ઉછેર સાલ્ઝબર્ગમાં થયો હતો અને જીવનનો અમુક હિસ્સો તેમણે અંહિયા પસાર કર્યો હતો.
- હર્બર્ટ વોન કારાજાન જાણીતા સંગીતકાર અને કન્ડક્ટર હતા. તેમનો જન્મ સાલ્ઝબર્ગમાં થયો હતો અને અનિફની નજીક 1989માં તેમનું મૃત્યુ થયું હતું.
- માનવશાસ્ત્રી ઉડો લુડવિંગનો જન્મ અંહિયા થયો હતો.
- રોલાન્ડ રેટ્ઝનબર્ગર, ફોર્મુલા વન ડ્રાઈવરનો જન્મ સાલ્ઝબર્ગમાં થયો હતો. 1994 સાન મારિનો ગ્રાન્ડ પ્રિક્સના અભ્યાસ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
- ફ્રેંચ હોર્ન સંગીતવાદક જોસેફ લ્યુટ્ગેબ
- ક્લોસ એગર પ્રસિદ્ધ સમકાલિન સંગીતકાર અને મોઝાર્ટીયન પ્રોફેસરનો જન્મ 1946માં સાલ્ઝબર્ગ ખાતે થયો હતો.
- "લેજન્ડ"નું સન્માન ધરાવતા ઓસ્ટ્રેલિયન ફૂટબોલર અને એએફએલ હોલ ઓફ ફેમ પ્લેયર એલેક્સ જેસાઉલેન્કોનો જન્મ 2 ઓગષ્ટ 1945માં સાલ્ઝબર્ગ ખાતે થયો હતો.
- જ્યોર્જ ટ્રાક્લ જર્મન સાહિત્યના જાણીતા નામો પૈકીનું નામ છએ અને તેમનો જન્મ પણ સાલ્ઝબર્ગમાં થયો હતો.
- 1884માં કાયદાની પદવી પ્રાપ્ત કરી ત્યાર બાદ થીયોડોર હર્ઝ્લ સાલ્ઝબર્ગ ની અદાલતો માં નોકરી કરતા હતા.[૫]
મહત્ત્વની ઘટનાઓ
ફેરફાર કરો- સાલ્ઝબર્ગ ફેસ્ટિવલ લોકપ્રિય તહેવાર છે જે દર વર્ષે જુલાઈ અને ઓગષ્ટ દરમિયાન પ્રવાસીઓને આકર્ષે છે. દર વર્ષે ઈસ્ટરના સમયે નાનો સાલ્ઝબર્ગ ઈસ્ટર ફેસ્ટિવલ યોજાય છે.
- યુરોપ્રિક્સ મલ્ટિમીડિયા એવોર્ડ સાલ્ઝબર્ગમાં યોજાય છે.
પરિવહન
ફેરફાર કરોશહેરમાં વ્યાપક રેલવે જોડાણથી પરિવહનની સેવા પુરી પડાય છે. જેમાં પૂર્વ-પશ્ચિમની ટ્રેનો વિયેના, મ્યુનિક, ઈન્સબ્રુક અને ઝ્યુરિચમાં સેવા પુરી પાડે છે. જેમાં દૈનિક હાઈ-સ્પિડ આઈસીઈ સર્વિસિસનો પણ સમાવેશ થાય છે. શહેર આલ્પ્સથી ઈટલીની અંદર થઈને દક્ષિણ સીમાની ટ્રેનોનું કેન્દ્ર છે.
સાલ્ઝબર્ગ એરપોર્ટ ફ્રેકફર્ટ, વિયેના, લંડન, રોટ્ટરડેમ, એમ્સ્ટર્ડેમ, બ્રુસેલ્સ, ડુસલડોર્ફ અને ઝ્યુરિચ તેમજ હેમબર્ગ અને ડબ્લિન જેવા યુરોપિયન શહેરો માટે હવાઈ સેવા પુરી પાડે છે. વધુમાં સંખ્યાબંધ ચાર્ટર્ડ ફ્લાઈટ્સ છે.
મુખ્ય શહેરમાં ટ્રોલીબસ છે અને 20થી વધારે લાઈનોની બસ વ્યવસ્થા છે. તેમજ દર 10 મીનીટે બસની સેવા આપવામાં આવે છે. સાલ્ઝબર્ગમાં ફોર લાઈન્સ (એસ1, એસ2, એસ3, એસ11) સાથે એસ-બાહ્મ વ્યવસ્થા છે. ટ્રેનો મુખ્ય સ્ટેશનથી દર 30 મીનીટે નીકળે છે અને તે ઓબીબી નેટમાં હોય છે. સબર્બ લાઈન નંબર એસ1 ઓબર્નડોર્ફ માં પ્રચલિત સાઈલન્ટ નાઈટ ચેપલ ખાતે 25 મીનીટમાં પહોંચાડે છે.
લોકપ્રિય સંસ્કૃતિ
ફેરફાર કરો1960માં ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક ફિલ્મ સાલ્ઝબર્ગ અને સાલ્ઝબર્ગ રાજ્ય ખાતે ફિલ્માવવામાં આવી હતી. આ ફિલ્મ સાલ્ઝબર્ગની સાધ્વી મારિયા વોન ટ્રેપની સત્ય જીવનઘટના પર આધારીત છે. મારિયા ધનાઢ્ય પરિવાર સાથે રહી હતી અને જર્મન એન્સચ્લુસમાં ગઈ હતી. આ ફિલ્મ ખાસ કરીનો ઓસ્ટ્રિયનોમાં લોકપ્રિય થઈ ન હતી પરંતુ જે લોકો ફિલ્માવવામાં આવેલા સ્થળને જોવા ઈચ્છે છે તેમના માટે આ સ્થળ આકર્ષક છે.ઓસ્ટ્રિયન ગુનાહીત ટીવી શ્રેણી સ્ટોકીન્ગરને સાલ્ઝબર્ગ ખાતે ફિલ્માવવામાં આવી હતી. 2010ની નાઈટ એન્ડ ડે ફિલ્મમાં મોટા ભાગે પાશ્વભૂમિ તરીકે સાલ્ઝબર્ગને ફિલ્માવવામાં આવ્યું છે.
ભાષા
ફેરફાર કરોઓસ્ટ્રિયન જર્મનમાં વ્યાપકપણે લખાયું છે. ઓસ્ટ્રો-બાવરિયન એ સાલ્ઝબર્ગની જર્મન બોલી છે અને તે વ્યાપકપણે બોલાય છે.
રમત
ફેરફાર કરોભુતપૂર્વ એસવી ઓસ્ટ્રિયા સાલ્ઝબર્ગ 1994માં યુઈએફએ કપની ફાઈનલમાં પહોંચ્યું હતું ૬ એપ્રિલ, 2006ના રોજ રેડ બુલે આ ક્લબને ખરીદ્યું હતું અને તેનું નામ બદલીને એફસી રેડ બુલ સાલ્ઝબર્ગ રાખ્યું હતું. ક્લબની ભવિષ્યની યોજના યુરોપની 10 ટોચની ફૂટબોલ ટીમમાં પ્રવેશવાની છે. રેડ બુલ સાલ્ઝબર્ગનું સ્થાનિક સ્ટેડિયમ વોલ્સ સિન્ઝેન્હેઈમ સ્ટેડિયમ છે જે સાલ્ઝબર્ગના પરા વિસ્તારમાં આવેલું છે. 2008 યુરોપિયન ફુટબોલ ચેમ્પિયનશિપની રમત ત્યાં પણ યોજાઈ હતી.
- શીયાળું ઓલમ્પિક્સ: સાલ્ઝબર્ગ ૨૦૧૦ ઓલમ્પિક વિન્ટર ગેમ્સ માટે ઉમેદવાર શહેર છે. 2010ની બિડ/0}માં આ શહેર મનપસંદ હતું પરંતુ તે કેનેડાના વાનકુંવર મળી.
24 જાન્યુઆરી, 2005ના રોજ 2014 વિન્ટર ઓલમ્પિક્સ માટે સાલ્ઝબર્ગની ઓસ્ટ્રિયન ઓલમ્પિક કમિટિ દ્વારા ઉમેદવાર શહેર તરીકે પસંદગી કરી હતી. ૨૨ જાન્યુઆરી, 2006ના રોજ આ શહેરને રશિયાના સોચિ અને દક્ષિણ કોરીયાના પ્યોંગચાંગની સાથે આઈઓસી માટે ઉમેદવાર શહેર તરીકે પસંદગી કરવામાં આવી હતી પરંતુ 4 જુલાઈ, 2007ના રોજ ગ્વાટેમાલાના ગ્વાટેમાલા શહેર ખાતે યોજાયેલા મતદાનમાં શહેરની પ્રથમ તબક્કામાંજ બાદબાકી થઈ હતી. 2014 ઓલમ્પિક વિન્ટર ગેમ્સ માટે યજમાન શહેર તરીકે સોચિની પસંદગી કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય સંબંધો
ફેરફાર કરોપડોશના નગરો - આજુબાજુના નગરો
ફેરફાર કરો
|
ગૅલેરી
ફેરફાર કરો-
સાલ્ઝબર્ગની નદીનો કિનારો
-
સાલ્ઝબર્ગ એરપોર્ટ પરથી ઉડાન ભરતા વિમાનો
-
લશ્કરી કીલ્લાઓ (પાશ્વભૂમિ), સાલ્ઝબર્ગ કેથિડ્રલ (મધ્ય), રિવર સાલ્ઝાશ (અગ્રભૂમિ)
-
લશ્કરી કિલ્લાઓ ખાતે પ્રકાશિત દિવસ
-
ફેસ્ટંગ હોહેનસાલ્ઝબર્ગ (પાશ્વભૂમિ), "ફેર્ડેશ્વીમ" સાથે કેપિટલ સ્ક્વેર (અગ્રભૂમિ)
-
ઈન્સબ્રુકમાં સાલ્ઝબર્ગ સાથે ઓબીબી રેલનું જોડાણ
-
ઉન્ટેર્સબર્ગ પર્વત
-
મોઝાર્ટ સ્મારક
-
રેસીડન્ઝપ્લાતત્ઝમાં ફુવારો
-
મિરાબેલનો મહેલ
-
મોઝાર્ટનું જન્મસ્થળ
-
જુના નગર અને કીલ્લાઓનો નજારો. કાપુઝીનેર્બર્ગથી દ્રશ્યમાન થાય છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Klimadaten von Österreich 1971 - 2000 - Salzburg-Flughafen". મેળવેલ 2010-06-14.
- ↑ "Frederick William I, second king of Prussia (d.1740)". Historyofwar.org. મેળવેલ 2009-05-06.
- ↑ ક્રિસ્ટોફર ક્લાર્ક, ધ આયર્ન કિંગડમ , p. 686
- ↑ Times Atlas of European History, 3rd Ed., 2002
- ↑ "Theodor Herzl (1860-1904". Jewish Agency for Israel. મૂળ માંથી 2009-09-30 પર સંગ્રહિત. મેળવેલ 2009-08-08.
He received a doctorate in law in 1884 and worked for a short while in courts in Vienna and Salzburg.
Cite has empty unknown parameters:|month=
and|coauthors=
(મદદ)CS1 maint: discouraged parameter (link) - ↑ "Dresden — Partner Cities". © 2008 Landeshauptstadt Dresden. મૂળ માંથી 2007-10-23 પર સંગ્રહિત. મેળવેલ 2008-12-29.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- માહિતી સંબંધિત
- www.salzburg.eu સંગ્રહિત ૨૦૧૪-૧૨-૦૬ ના રોજ Portuguese Web Archive – સાલ્ઝબર્ગ માટે સત્તાવાર માહિતીનું પ્લેટફોર્મ
- City Bus System - Official Site
- "બિઝનેસ લોકેશન સાલ્ઝબર્ગ- અ પાવરફુલ રીજન" સંગ્રહિત ૨૦૧૦-૦૪-૦૫ ના રોજ વેબેક મશિન, સાલ્ઝબર્ગનું અર્થતંત્ર
- સંસ્કૃતિ સંબંઘિત
- Fine Arts and Culture in Salzburg – સ્થાનિક વિદ્યાર્થીઓ દ્વારા આર્ટિકલ
- Official Website of the Salzburg Festival સાલ્ઝબર્ગ ફેસ્ટેપિલે
- Mozart's Salzburg સંગ્રહિત ૨૦૦૭-૦૯-૨૭ ના રોજ વેબેક મશિન – બ્રાયન રોબિન્સનો આર્ટિકલ
- ડિઝિટાઈઝ્ડ સાલ્ઝબર્ગ ઓબ્જેક્ટ્[હંમેશ માટે મૃત કડી] in યુરોપિયન લાયબ્રેરી
- જ્યોર્જિયન સાલ્ઝબર્ગર સોસાયટી સંગ્રહિત ૨૦૧૧-૦૭-૧૧ ના રોજ વેબેક મશિન- જ્યોર્જિયાના સાલ્ઝબર્ગર સમાજની આ વેબસાઈટ છે. 1731માં સાલ્ઝબર્ગથી દેશનિકાલ પામ્યા બાદ જ્યોર્જિયામાં સ્થિત થયેલા રેફ્યુજીના વંશજો છે.
- ઓલમ્પિક સંબંધિત
- પ્રવાસ સંબંધિત
- સાલ્ઝબર્ગ ટુરિસ્ટ ઓફિસ –સાલ્ઝબર્ગ શહેરના પ્રવાસીના બોર્ડને વેબસાઈટ
- સાલ્ઝબર્ગ રિજન ટુરિસ્ટ ઓફિસ સંગ્રહિત ૨૦૦૭-૧૧-૧૪ ના રોજ વેબેક મશિન- ટુરિસ્ટ બોર્ડ વેબસાઈટ
- સાલ્ઝબર્ગના 1000 કરતા વધુ લેખો અને ફોટા
- સાલ્ઝબર્ગની વિવિધ માહિતી સંગ્રહિત ૨૦૧૦-૦૯-૧૧ ના રોજ વેબેક મશિન વર્ગીકૃત કરવામાં આવી છે. ૫ ભાષાઓમાંથી પસંદ કરો.
- સાલ્ઝબર્ગ ફોટો ગેલેરી સંગ્રહિત ૨૦૧૦-૦૭-૧૯ ના રોજ વેબેક મશિન