સિંધવ
સિંધવ સામાન્ય મીઠાનું પથ્થર સ્વરૂપે મળી આવતું ખનિજ છે. આને અંગેજીમાં રૉક સૉલ્ટ (ખડક મીઠું), હિન્દીમાં સેંધા નમક (सेंधा नमक) અથવા લાહોરી નમક (लाहौरी नमक) કહે છે. ખનિજ શાસ્ત્રમાં આ ખનિજને હેલાઈટ (Halite) કહે છે. રાસાયણ શાસ્ત્રમાં આને સોડિયમ ક્લોરાઈડ (NaCl) કહે છે.
પથ્થર સ્વરૂપે મળી આવતું આ ખનીજ મોટે ભાગે સફેદ કે પીળાશ પડતા રંગનું હોય છે. ક્યારેક અમુક અશુદ્ધિ મિશ્ર થતાં તેનો રંગ હળવો ભૂરો, જાંબુડી, ગુલાબી કે નારંગી પણ હોઈ શકે છે. ભારતીય ભોજનમાં વપરાતું સંચળ પણ એક પ્રકારનું સિંધવ જ હોય છે.
નામની વ્યૂત્પતિ
ફેરફાર કરોઐતિહાસિક રૂપે આ ખનિજ ભારતમાં સિંધ, પશ્ચિમ પંજાબ જેવા સિંધુ નદીના ક્ષેત્રોમાંથી આવતું હોવાથી આનું નામ સિંધવ પડ્યું છે.[૧][૨]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ The Commercial Products of India: Being an Abridgement of 'The Dictionary of the Economic Products of India', Sir George Watt, J. Murray, 1908, ... Saindhava, the rock-salt of Sind and Kohat ...
- ↑ A Dictionary of Urdu, Classical Hindi and English સંગ્રહિત ૨૦૧૪-૦૯-૨૧ ના રોજ વેબેક મશિન, John T. Platts, Kessinger Publishing, 2004, ISBN 978-0-7661-9231-7, ... سیندھا सेंधा sendha ... White rock-salt (found in the country near the Indus) ... (syn. lahauri namak) ...