સિંધુદુર્ગ જિલ્લો
સિંધુદુર્ગ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યનો મહત્વનો જિલ્લો છે. ઓરસ આ જિલ્લાનું મુખ્ય મથક છે. તેની રચના રત્નાગિરી જિલ્લામાંથી ૧ મે ૧૯૮૧ના રોજ થઇ હતી. જિલ્લાનો કુલ વિસ્તાર ૫,૨૦૭ ચોરસ કિમી છે અને ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ જિલ્લાની વસ્તી ૮,૪૯,૬૫૧ છે જેમાંથી ૧૨.૫૯% વસ્તી શહેરી વિસ્તારની છે.[૨]
સિંધુદુર્ગ જિલ્લો | |
---|---|
મહારાષ્ટ્રનો જિલ્લો | |
સિંધુદુર્ગ કિલ્લો | |
મહારાષ્ટ્રમાં સિંધુદુર્ગ જિલ્લાનું સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | મહારાષ્ટ્ર |
વિભાગ | કોંકણ |
મુખ્યમથક | ઓરસ |
તાલુકાઓ | ૧. દોડમાર્ગ, ૨. સાવંતવાડી, ૩. વેંગુર્લા, ૪. કુડાલ, ૫. માલવણ, ૬. કંકાવલી, ૭. દેવગડ, ૮. વૈભવવાડી |
સરકાર | |
• લોક સભા બેઠકો | ૧. રત્નાગિરી-સિંધુદુર્ગ (લોક સભા મતવિસ્તાર) (રત્નાગિરી જિલ્લા સાથે)[૧] |
• વિધાન સભા બેઠકો | ૩ |
વિસ્તાર | |
• કુલ | ૫,૨૦૭ km2 (૨૦૧૦ sq mi) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૮,૪૯,૬૫૧ |
• ગીચતા | ૧૬૦/km2 (૪૨૦/sq mi) |
• શહેરી વિસ્તાર | ૧૨.૫૯% |
વસ્તી | |
• સાક્ષરતા | 85.56% |
• લિંગ પ્રમાણ | 1,036 |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
મુખ્ય ધોરીમાર્ગો | NH-66 |
સરેરાશ વાર્ષિક વરસાદ | ૩,૨૮૭ મીમી |
વેબસાઇટ | sindhudurg |
૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ આ જિલ્લો મહારાષ્ટ્રના ૩૯ જિલ્લાઓમાંથી સૌથી ઓછી વસ્તી ધરાવતા જિલ્લો છે.[૩]
નામ
ફેરફાર કરોજિલ્લાનું નામ સિંધુદુર્ગ કિલ્લા પરથી પડ્યું છે, જેનો અર્થ "દરિયામાંનો કિલ્લો" છે, જે માલવણના કિનારે આવેલો છે. સિંધુદુર્ગ કિલ્લો ૧૬મી સદીમાં શિવાજી દ્વારા બાંધવામાં આવ્યો છે અને શિવાજીનું મંદિર અને હથેળીની છાપ ધરાવતો એકમાત્ર કિલ્લો છે. સિંધુદુર્ગ જિલ્લામાં ૩૭ કિલ્લાઓ આવેલા છે, જે મહારાષ્ટ્રમાં સૌથી વધુ છે. આ જિલ્લામાં ત્રણેય પ્રકાર - જલદુર્ગ, ભુઇકોટ અને ગિરી - કિલ્લાઓ આવેલા છે.
સ્થાન અને હવામાન
ફેરફાર કરોસિંધુદુર્ગની ઉત્તરે રત્નાગિરી જિલ્લો, દક્ષિણે ગોઆ રાજ્ય, પશ્ચિમે અરબી સમુદ્ર અને પૂર્વમાં પશ્ચિમ ઘાટ, કોલ્હાપૂર જિલ્લો આવેલા છે. સિંધુદુર્ગ કોંકણ પ્રદેશનો ભાગ છે, જે પશ્ચિમ મહારાષ્ટ્રમાં સાંકડો કિનારાનો સપાટ પ્રદેશ છે. કોંકણ વિસ્તાર પશ્ચિમ ઘાટ અને અરબી સમુદ્રની વચ્ચે આવેલો છે.
સિંધુદુર્ગ જિલ્લો વર્ષના મોટાભાગે ગરમ અને ભેજવાળું હવામાન ધરાવે છે. અહીં ૩ ઋતુઓ સ્પષ્ટ છે: ચોમાસું (જૂન - ઓક્ટોબર), શિયાળો (નવેમ્બર - મધ્ય ફેબ્રુઆરી) અને ઉનાળો (મધ્ય ફેબ્રુઆરી - મે). મહત્તમ તાપમાન ૩૨°સે થાય છે અને ચોમાસામાં અતિભારે વરસાદ પડે છે. આ વિસ્તારનો સરેરાશ વરસાદ ૩૨૪૦.૧૦મીમી છે.
તાલુકાઓ
ફેરફાર કરો૧. દોડમાર્ગ,
૨. સાવંતવાડી,
૩. વેંગુર્લા,
૪. કુડાલ,
૫. માલવણ,
૬. કંકાવલી,
૭. દેવગડ,
૮. વૈભવવાડી.
જિલ્લામાં ત્રણ વિધાનસભા બેઠકો આવેલી છે. કંકાવલી, સાવંતવાડી અને કુડાલ. આ ત્રણેય બેઠકો રત્નાગિરી-સિંધુદુર્ગ લોક સભા વિસ્તાર હેઠળ આવે છે.[૪]
વાહન વ્યવહાર
ફેરફાર કરોસિંધુદુર્ગ જિલ્લો રાજ્યના મુખ્ય મથક મુંબઈ સાથે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧૭ વડે જોડાયેલો છે, જે હવે NH-૬૬ તરીકે ઓળખાય છે.[૫] આ માર્ગ જિલ્લાને પડોશી રાજ્યો ગોઆ અને કર્ણાટક સાથે પણ જોડે છે.
વસ્તી
ફેરફાર કરો૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે સિંધુદુર્ગ જિલ્લાની વસ્તી ૮,૪૯,૬૫૧ હતી,[૩] જે કતાર દેશની વસ્તી[૬] અથવા યુ.એસ.એ.ના રાજ્ય સાઉથ ડાકોટા જેટલી છે.[૭] ભારતમાં વસ્તીની દ્રષ્ટિએ ૬૪૦ જિલ્લાઓમાંથી તેનો ૪૭૪મો ક્રમ છે.[૩] જિલ્લાની વસ્તી ગીચતા ૧૬૩ વ્યક્તિ પ્રતિ ચો.કિમી છે.[૩] ૨૦૦૧-૨૦૧૧ના દાયકા દરમિયાન તેનો વસ્તી વધારાનો દર -૨.૨૧% રહ્યો હતો.[૩]
સિંધુદુર્ગમાં જાતિ પ્રમાણે ૧૦૩૭ છે, જે મહારાષ્ટ્રમાં બીજો ક્રમ ધરાવે છે,[૩] અને સાક્ષરતા દર ૮૫.૫૬% છે.[૩]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ઇલેક્શન કમિશન વેબસાઇટ પરથી સંગ્રહિત ૨૦૦૯-૦૩-૦૬ ના રોજ વેબેક મશિન
- ↑ "Sindhudurg District Population Census 2011, Maharashtra literacy sex ratio and density". www.census2011.co.in. મેળવેલ ૬ એપ્રિલ ૨૦૧૮.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ ૩.૬ "District Census 2011". Census2011.co.in. ૨૦૧૧. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧.
- ↑ "Election Commission, Maharashtra – No. of Voters 1.8.2006". maharashtra.gov.in. મૂળ માંથી 2008-10-10 પર સંગ્રહિત. મેળવેલ ૬ એપ્રિલ ૨૦૧૮.
- ↑ "NH in state renumbered". www.thehindu.com. મૂળ માંથી 2010-11-24 પર સંગ્રહિત. મેળવેલ ૯ ઓક્ટોબર ૨૦૧૨.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". મૂળ માંથી 2011-09-27 પર સંગ્રહિત. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૧.
Qatar 2,374,860 may 2015 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. મૂળ માંથી 2011-08-23 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧.
South Dakota 814,180
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- જિલ્લાની અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૯-૦૯-૦૧ ના રોજ વેબેક મશિન