સિકંદર શાહનો મકબરો

હાલોલ, ગુજરાતમાં આવેલ મધ્યયુગીન મકબરો

સિકંદર શાહનો મકબરો ગુજરાતના સુલતાન બહાદુર શાહ દ્વારા તેના ભાઇ અને પુરોગામી શાસક સિકંદર શાહના માનમાં ઇ.સ. ૧૫૨૬માં ગુજરાતના હાલોલ ખાતે બાંધવામાં આવેલો હતો.

સિકંદર શાહનો મકબરો
મકબરાનો અંદરનો ભાગ
ધર્મ
જોડાણઇસ્લામ
સ્થાન
સ્થાનહાલોલ
રાજ્યગુજરાત
સિકંદર શાહનો મકબરો is located in ગુજરાત
સિકંદર શાહનો મકબરો
ગુજરાત,ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ22°30′20″N 73°28′26″E / 22.505575°N 73.473754°E / 22.505575; 73.473754
સ્થાપત્ય
સ્થાપત્ય પ્રકારકબર
સ્થાપત્ય શૈલીઇસ્લામિક
સ્થાપકબહાદુર શાહ
પૂર્ણ તારીખ૧૫૨૬
લાક્ષણિકતાઓ
ગુંબજો
બાંધકામ સામ્ગ્રીરેતીયા પથ્થરો
NHL તરીકે સમાવેશરાષ્ટ્રીય મહત્વનું સ્મારક;ASI સ્મારક ક્રમાંક N-GJ-78

સિકંદર શાહ જ્યારે ગુજરાતનો સુલ્તાન હતો ત્યારે તેણે તેના ભાઇ લતીફ ખાને કરેલો બળવો દબાવીને તેને હરાવ્યો હતો. ત્યારબાદ ૩૦ મે ૧૫૨૬ના દિવસે સિકંદર ખાનની હત્યા તેના જ દરબારી ઇમાદ-ઉલ-મુલ્ક ખુશ દ્વારા શાસનના થોડા સમય પછી કરવામાં આવી હતી. ઇમાદ-ઉલ-મુલ્કે સિકંદર ખાનના નાના ભાઇ નાસિર ખાનને મહમુદ શાહ દ્વિતિય નામકરણ કરીને ગાદી પર બેસાડ્યો. રાજકુમાર બહાદુર ખાનની તરફેણમાં અન્ય દરબારીઓ ઇમાદ-ઉલ-મુલ્કની વિરોધમાં ગયા અને બહાદુર ખાને ચાંપાનેર પર હુમલો કરીને ઇમાદ-ઉલ-ખાનની હત્યા કરી અને નાસિર ખાનની ઝેર આપી મારી નંખાવ્યો. ઇ.સ. ૧૫૨૭માં તે સત્તા પર આવ્યો અને બહાદુર શાહ નામ ધારણ કર્યું. બહાદુર શાહે તેના ભાઇ, સિકંદર શાહ અને અન્યોની યાદમાં મકબરો બંધાવ્યો.[][][][]

જેમ્સ ફોર્બ્સે ઇ.સ. ૧૭૮૫માં આ મકબરાની મુલાકાત લીધી હતી અને કોતરણી ધરાવતી આરસની કબરોની નોંધ કરી હતી. આ કબરો હાલમાં અસ્તિત્વ ધરાવતી નથી.[]

સ્થાપત્ય

ફેરફાર કરો

એક માળના આ મકબરામાં બે મધ્યમાં અને પાંચ નાના ગુંબજો છે. આ મકબરો ઉંચા પાયા પર અમદાવાદ શૈલીમાં બાંધવામાં આવ્યો છે. તેમાં બે ઓરડાઓ છે. અંદરનો ભાગ ખાસ કરીને પરસાળ અને થાંભલાઓ પર ફૂલોની ભાત અને ભૌમિતિક ભાત ધરાવે છે. મધ્ય ગુંબજ પડી ગયા છે, પરંતુ નાનાં ગુંબજો હજુ હયાત છે.[][]

ઓરડાની એક તરફ એક કબર આવેલી છે. બીજા ઓરડામાં કોઇ કબર નથી. આ ઓરડામાં પહેલાં બહાદુર શાહના ભાઇઓ, નાસીર ખાન અને લતીફ ખાનની કબર હતી, જેઓ ૧૫૨૬માં મૃત્યુ પામ્યા હતા.[][][]

  1. James Macnabb Campbell, સંપાદક (૧૮૯૬). "II. ÁHMEDÁBÁD KINGS. (A. D. 1403–1573.)". History of Gujarát. Gazetteer of the Bombay Presidency. Volume I. Part II. The Government Central Press. પૃષ્ઠ ૨૫૩–૨૫૪. |volume= has extra text (મદદ)
  2. "Sikander Shah's Tomb, Halol, Champaner - Pavagadh, Vadodara, Tourism Hubs, Gujarat, India". www.gujarattourism.com. મૂળ માંથી 2019-04-19 પર સંગ્રહિત. મેળવેલ 2019-04-19.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ Gazetteer of the Bombay Presidency: Kaira and Panch Maháls. Printed at the Government Central Press. ૧૮૭૯. પૃષ્ઠ ૩૦૭, ૩૧૬.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ Commissariat, M. S. (1938). "XXV. Sultans Sikandar and Mahmud II, 1526". A History of Gujarat including a Survey of its Chief Architectural Monuments and Inscriptions. I. Longman, Greens & Co. પૃષ્ઠ 310–312, 318–319.
  5. ૫.૦ ૫.૧ James Burgess (૧૮૮૫). Lists of the Antiquarian Remains in the Bombay Presidency: With an Appendix of Inscriptions from Gujarat. Government Central Press. પૃષ્ઠ ૧૩૮.