સિકંદરશાહનો મકબરો, પ્રાંતિજ

પ્રાંતિજ, ગુજરાત ખાતે સ્થિત સિકંદરશાહનો મકબરો

સિકંદરશાહનો મકબરો એ ગુજરાતના સુલતાન મહમદ બેગડાએ તેમના સૈનિક સિકંદર શાહના માનમાં આશરે ૧૪૮૦માં ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે બંધાવ્યો હતો.

સિકંદરશાહનો મકબરો
સિકંદરશાહનો મકબરો, પ્રાંતિજ
નકશો
Coordinates23°26′08″N 72°51′28″E / 23.4356°N 72.8578°E / 23.4356; 72.8578
Locationપ્રાંતિજ, ગુજરાત, ભારત
Typeમકબરો
Materialરેતીયા પત્થર
Completion date૧૪૮૦
Dedicated toસિકંદરશાહ
Designationગુજરાતનું રાષ્ટ્રીય મહત્વનું સ્મારક (N-GJ-175)

ઇતિહાસ ફેરફાર કરો

કબર પર કોતરાવેલા લેખ પર લખ્યું છે કે સૂમરા વંશના વડા દુદાના પુત્ર મુહમ્મદ, તેમના પુત્ર ઉમર, તેમના પુત્ર ગિયાથ, તેમના પુત્ર આઝમ-એ-રાય-મુઆઝમ-ખાન સિકંદર ખાન તારીખ ૨૧ મી સફર હિજરી વર્ષ ૮૮૫ (૨ મે ૧૪૮૦)ના રોજ મહેમુદ શાહ પ્રથમ (મહમૂદ બેગડા)ના શાસન દરમિયાન થાણા (ચોકી) સિંહેર અથવા સેંભાર ખાતે ૩૨ વર્ષની ઉંમરે શહીદ થયા હતા.[૧][૨]

એક દંતકથા અનુસાર, મિયાં સિકંદર અહમદ શાહ પહેલાની સેનામાં એક સૈનિક હતા. ધ્રાંગધ્રા રાજ્યના રાજા સાથે હળવદ ખાતે થયેલી લડાઈમાં તેમનું અવસાન થયું હતું. તેઓ પ્રાંતિજનો વતની હોવાથી તેમને અહીં જ દફનાવવામાં આવ્યા હતા. પાછળથી તેમના નામમાં મિયાંની જગ્યાએ શાહ ઉમેરી તેમનું પવિત્ર સન્માન કરવામાં આવ્યું હતું.[૩]

આ મકબરો રાષ્ટ્રીય મહત્વનું સ્મારક (N-GJ-175) છે.[૪]

વાસ્તુકલા ફેરફાર કરો

આ મકબરો એક લંબચોરસ ઇમારત છે જેનો ગુંબજ તૂટી પડ્યો છે.[૩] મકબરાના જીર્ણોદ્ધાર દરમિયાન ફાઇબર-રિઇન્ફોર્સ્ડ પ્લાસ્ટિકનો નવો ગુંબજ બનાવવામાં આવ્યો છે.[૫]

સંદર્ભ ફેરફાર કરો

  1. Thapar, B. K., સંપાદક (1979). "II. Epigraphy" (PDF). Indian Archaeology 1973-74 - A Review. New Delhi: Archaeological Survey of India: 42.
  2. Desai, Z. A., સંપાદક (1981). Epigraphia Indica: Arabic and Persian supplement 1974 (અંગ્રેજીમાં). New Delhi: Manager of Publications, Archaeological Survey of India. પૃષ્ઠ 26–27.
  3. ૩.૦ ૩.૧ Dikshit, K. N., સંપાદક (1940). "I. Conservation". Annual Report of the Archaeological Survey of India, 1936-37. New Delhi: Archaeological Survey of India: 20. મેળવેલ 2022-05-31 – Indian Culture વડે.
  4. "પુરાતત્વ ખાતાના રાજ્ય રક્ષિત સ્મારકોની યાદી" [List of State Protected Monuments of Archaeology Department] (PDF). Sports, Youth and Cultural Activities Department, Government of Gujarat. મૂળ (PDF) માંથી 2017-04-27 પર સંગ્રહિત. મેળવેલ 2017-04-27.
  5. "Tender for Sr to Tomb of Sikandar Shah, Prantij., Vadodara, Gujarat Tender". TendersOnTime (અંગ્રેજીમાં). મેળવેલ 2022-06-01.