સુજ્ઞા ભટ્ટ

ભારતીય ન્યાયાધીશ

સુજ્ઞા કમલાશંકર ભટ્ટ (૨૫ માર્ચ ૧૯૪૧ – ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૨) ગુજરાત હાઈકોર્ટના ભારતીય ન્યાયાધીશ હતા.[]

સુજ્ઞા ભટ્ટ
જન્મ૨૫ માર્ચ ૧૯૪૧ Edit this on Wikidata
મૃત્યુ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૨ Edit this on Wikidata
અમદાવાદ Edit this on Wikidata

જીવનચરિત્ર

ફેરફાર કરો

બ્રિટિશ રાજમાં જન્મેલા, તેઓ ૧૭ ઓક્ટોબર ૧૯૯૪ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં એડિશનલ જજના પદ પર બઢતી મેળવનાર પ્રથમ મહિલા હતા.[][] તેમની કેરળ હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી હતી, પરંતુ ૪ નવેમ્બર ૧૯૯૪ની મહેતલ દરમિયાન તેઓ પોતાની બદલીના સ્થળે ફરજ પર હાજર ન થતાં ૨ જાન્યુઆરી ૧૯૯૫ના રોજ તેમને ન્યાયાધીશના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા.[] તેમણે ૨૦૧૩ના ગુજરાત જાસૂસી કેસમાં તપાસ માટેના એક કમિશનનું નેતૃત્વ કર્યું હતું. આ કમિશન એક પિટિશનને પગલે તેનું કામ પૂરું કરે તે પહેલાં ઓક્ટોબર ૨૦૧૪માં બંધ થયું હતું.[][][]

તેમણે ગુજરાતના પછાત વર્ગ આયોગનું પણ નેતૃત્વ કર્યું હતું.[]

૮૦ વર્ષની વયે ભટ્ટનું અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં મલ્ટીપલ ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમથી અવસાન થયું, જ્યાં તેઓ ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૨થી કોવિડ-૧૯ માટે સારવાર લઈ રહ્યા હતા.[]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "High Court of Gujarat". gujarathighcourt.nic.in (અંગ્રેજીમાં). મેળવેલ 2018-09-17.
  2. "Gujarat HC has had only 6 women judges in 50 years". dna (અંગ્રેજીમાં). 2012-03-09. મેળવેલ 2018-09-04.
  3. "Snoopgate: Gujarat HC sets aside notification appointing Justice Sugnya Bhatt Commission to conduct probe". The Economic Times. 2014-10-10. મેળવેલ 2018-09-04.
  4. "Gujarat government spent Rs 50 lakh on 'snoopgate' probe commission". The Economic Times. 2015-08-19. મેળવેલ 2018-09-04.
  5. "Snoopgate investigation cancelled by Gujarat high court". Live Mint. PTI. 2014-10-10. મેળવેલ 2018-09-04.
  6. "Patidar body seeks permanent backward class panel". The Times of India. મેળવેલ 2018-09-04.
  7. "Gujarat OBC commission chairperson Sugnya Bhatt dies of Covid". The Indian Express (અંગ્રેજીમાં). 2022-02-10. મેળવેલ 2022-02-10.