સુભા વરિયર એક ભારતીય અવકાશ ઇજનેર છે. તેઓ ભારતીય ઉપગ્રહ પ્રક્ષેપણમાં ઉપયોગમાં લેવાતી વિડીયો સિસ્ટમના વિશેષજ્ઞ છે. ૨૦૧૭ માં એક પ્રક્ષેપણમાં ૧૦૪ ઉપગ્રહો અવકાશમાં તરતા મુકવાના રેકોર્ડની વિડિયોગ્રાફી બાદ તેમને ભારતમાં મહિલાઓ માટેનો સર્વોચ્ચ એવો નારી શક્તિ પુરસ્કાર મળ્યો.

સુભા વરિયર
સુભા વરિયર, વૈજ્ઞાનિક, એન્જીનિયર
રાષ્ટ્રીયતાભારત
શિક્ષણકૉલેજ ઑફ એન્જીનીયરિંગ, ત્રિવેન્દ્રમ
વ્યવસાયસ્પેસ એન્જીનિયર (અવકાશ ઈજનેર)
નોકરી આપનારઇસરો
પ્રખ્યાત કાર્ય૧૦૪ ઉપગ્રહ છોડવાની વિડિયોગ્રાફી
જીવનસાથીરઘુ
સંતાનો

જીવન ફેરફાર કરો

તેમનો ઉછેર એલાપુળા (એલેપ્પી) ખાતે થયો હતો.[૧] તેઓ ત્રિવેન્દ્રમ કૉલેજ ઑફ એન્જિનિયરિંગમાંથી ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં સ્નાતક થયા.[૨]

૧૯૯૧માં તેઓ ભારતીય અવકાશ સંશોધન સંગઠનમાં જોડાયા.[૨] તેઓ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના એવિઓનિક્સ વિભાગમાં ફરજ બજાવતા હતા.[૨]

 
૨૦૧૭માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પાસેથી નારી શક્તિ પુરસ્કાર મેળવતા સુભા વરિયર.

પી.એસ.એલ.વી. સી. ૩૭ (PSLV C37) અવકાશ મિશન[૩] ૧૫ ફેબ્રુઆરી, ૨૦૧૭ના દિવસે ૧૦૪ ઉપગ્રહોને સૂર્ય-સમન્વીત ભ્રમણકક્ષામાં તરતા મુકવાનો ઉદ્દેશ ધરાવતું હતું.[૪] આ ઉપગ્રહો છ જુદા જુદા રાષ્ટ્રોના હતા અને એ મહત્વનું હતું કે દરેક ઉપગ્રહ બીજાને સ્પર્શ કર્યા વગર જ પ્રક્ષેપિત થાય અને એવું બન્યું હોવાના પુરાવા પણ મેળવવા જરૂરી હતા. આ પ્રક્ષેપણનો વિડીયો ખાત્રી પમાડે એવો હોવો જરૂરી હતો અને વેરિયરને આ કાર્ય આપવામાં આવ્યું.[૨] યાનનું પ્રક્ષેપણ સફળ રહ્યું અને તેને આઠ અલગ અલગ કેમેરા દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યું. પરિણામી વિડીયો પર પ્રક્રિયા કરી, તેનું સંકુચન કરી અને તેને પૃથ્વી પર પાછા મોકલવામાં આવ્યા. આ વિડીયોને ડીકોડ કરી અને સેટેલાઈટ અવકાશમાં મુક્ત થતી વખતે રીયલ ટાઇમમાં બતાવવામાં આવ્યો હતો. બાદમાં આ વિડીયો જોઈ ફાઇલોને VSSC વેબ રીપોઝીટરીમાં મોકલવામાં આવી.[૨]

માર્ચ ૨૦૧૭માં, ભારતીય રાષ્ટ્રપતિ તરફથી એવોર્ડ મેળવવા માટે પસંદ કરાયેલા ત્રણ મહિલા વૈજ્ઞાનિકો, અનાટ્ટા સોન્ની, બી. કોડનાયકી અને વેરિયર પૈકી તેઓ એક હતા.[૩] ૨૦૧૭માં આંતરરાષ્ટ્રીય મહિલા દિન પર, નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા તેમને નારી શક્તિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.[૫] દરેક વિજેતાને સન્માનપત્ર અને ૧,૦૦,૦૦૦ રૂપિયા આપવામાં આવ્યા હતા.[૨]

અંગત જીવન ફેરફાર કરો

વરિયર અને તેમના પતિ રઘુને બે બાળકો છે. તેમના પતિ પણ VSSC માં કામ કરે છે અને તેઓ કોવડીયાર નજીક અંબાલામુક્કુ ખાતે રહે છે.[૧]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "VSSC Engineer Subha Varier conferred with Nari Shakti Puraskar". pib.gov.in. મેળવેલ 2020-04-21.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ "Cruising through constraints, this Malayali brings home laurels - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-04-21.
  3. ૩.૦ ૩.૧ Rai, Arpan (March 8, 2017). "International Women's Day: 33 unsung sheroes to be awarded Nari Shakti Puraskaar". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 2020-04-06.
  4. "PSLV-C37 / Cartosat -2 Series Satellite - ISRO". www.isro.gov.in. મૂળ માંથી 2019-12-11 પર સંગ્રહિત. મેળવેલ 2020-04-06.
  5. "Nari Shakti Awardees – Ms. Subha Varier. G, Kerela | Ministry of Women & Child Development | GoI". wcd.nic.in. મેળવેલ 2020-04-21.