સુમુલ ડેરી (સુરત કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ)[૧] ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ વિસ્તારમાં કાર્યરત છે. તેની સ્થાપના ૨૨ ઓગસ્ટ ૧૯૫૧ના રોજ કરવામાં આવી હતી.[૨] સુરત તેમ જ તાપી જિલ્લામાં વ્યાપ ધરાવતી, સહકારી ધોરણે કાર્ય કરતી સુમુલ ડેરીનું મુખ્ય કાર્યાલય તેમ જ પ્લાન્ટ સુરત શહેરમાં આવેલ છે. સુમુલ ડેરી સુરત તેમ જ તાપી જિલ્લામાં આવેલાં ગામોમાંથી દુધ મેળવી, પ્રોસેસ કરી, વિતરણ કરવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત સુમુલ ડેરીના ઉપક્રમે પશુપાલકોને પશુઓ માટેનો ખોરાક (દાણ), ડેરીનાં ઉત્પાદનો જેમ કે ઘી, છાસ વગેરેનું વેચાણ, પશુઓની સારવાર માટે નિષ્ણાત પશુ ચિકિત્સકો ની નિમણુંક કરે છે અને પશુપાલકો ને મદદરૂપ થાય છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "PM Narendra Modi inaugurates fully automatic cattle feed plant in Gujarat; here's all you need to know". The Financial Express (અંગ્રેજીમાં). ૧૭ એપ્રલિ ૨૦૧૭. મેળવેલ ૨૨ એપ્રિલ ૨૦૧૭. no-break space character in |title= at position 98 (મદદ); Check date values in: |date= (મદદ)
  2. "History". sumul.com. મેળવેલ ૨૨ એપ્રિલ ૨૦૧૭.

બાહ્ય કડીઓ ફેરફાર કરો