સૈયદ મુસ્તાક અલી
સૈયદ મુસ્તાક અલી (Mushtaq Ali.ogg (મદદ·માહિતી)) (ડિસેમ્બર ૧૭, ૧૯૧૪ – જૂન ૧૮, ૨૦૦૫) ભુતપૂર્વ ભારતીય ક્રિકેટર હતા, અને આક્રમક ટેસ્ટ બેટ્સમેન હતા. અલી ભારત બહાર પ્રથમ ટેસ્ટ સદી કરવાનું ગૌરવ ધરાવતા હતા, જે તેમણે ૧૯૩૬ માં 'માન્ચેસ્ટર' ઇંગ્લેન્ડમાં બનાવેલ. તેમનો જન્મ ડિસેમ્બર ૧૭, ૧૯૧૪ નાં રોજ ઇન્દોર, મધ્ય પ્રદેશમાં થયેલ.
સૈયદ મુસ્તાક અલી, ૧૯૩૬ | ||||||||||||||||||||||||||||||||||||||||
અંગત માહિતી | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
પુરું નામ | સૈયદ મુસ્તાક અલી | |||||||||||||||||||||||||||||||||||||||
જન્મ | ઈંદોર | 17 December 1914|||||||||||||||||||||||||||||||||||||||
મૃત્યુ | 18 June 2005 ઈંદોર, મધ્ય પ્રદેશ, ભારત | (ઉંમર 90)|||||||||||||||||||||||||||||||||||||||
બેટિંગ શૈલી | જમણેરી | |||||||||||||||||||||||||||||||||||||||
બોલીંગ શૈલી | ધીમા ડાબેરી ઓર્થોડોક્સ | |||||||||||||||||||||||||||||||||||||||
ભાગ | ઓલ-રાઉન્ડર | |||||||||||||||||||||||||||||||||||||||
આંતરરાષ્ટ્રીય માહિતી | ||||||||||||||||||||||||||||||||||||||||
રાષ્ટ્રીય ટીમ |
| |||||||||||||||||||||||||||||||||||||||
ટેસ્ટ પ્રવેશ (cap ૧૯) | 5 જાન્યુઆરી ૧૯૩૪ v England | |||||||||||||||||||||||||||||||||||||||
છેલ્લી ટેસ્ટ | ૬ ફેબ્રુઆરી ૧૯૫૨ v England | |||||||||||||||||||||||||||||||||||||||
સ્થાનિક ટીમ માહિતી | ||||||||||||||||||||||||||||||||||||||||
વર્ષ | ટીમ | |||||||||||||||||||||||||||||||||||||||
૧૯૩૪–૧૯૪૪ | મુસ્લિમ ક્રિકેટ ટીમ | |||||||||||||||||||||||||||||||||||||||
૧૯૩૪–૧૯૪૦ | સેન્ટ્રલ ઇન્ડિયા | |||||||||||||||||||||||||||||||||||||||
૧૯૩૭ | રાજપુતાના | |||||||||||||||||||||||||||||||||||||||
૧૯૩૯ | સેન્ટ્રલ પ્રોવિન્સ એન્ડ બેરાર | |||||||||||||||||||||||||||||||||||||||
૧૯૪૧ | ગુજરાત | |||||||||||||||||||||||||||||||||||||||
૧૯૪૧ | મહારાષ્ટ્ર | |||||||||||||||||||||||||||||||||||||||
૧૯૪૧–૧૯૫૫ | હોલકર ક્રિકેટ ટીમ | |||||||||||||||||||||||||||||||||||||||
૧૯૪૧ | ઉત્તર પ્રદેશ ક્રિકેટ ટીમ | |||||||||||||||||||||||||||||||||||||||
૧૯૫૫ | મધ્ય પ્રદેશ ક્રિકેટ ટીમ | |||||||||||||||||||||||||||||||||||||||
૧૯૫૬–૧૯૫૭ | ઉત્તર પ્રદેશ ક્રિકેટ ટીમ | |||||||||||||||||||||||||||||||||||||||
૧૯૫૭–૧૯૫૮ | મધ્ય પ્રદેશ ક્રિકેટ ટીમ | |||||||||||||||||||||||||||||||||||||||
કારકિર્દી આંકડાઓ | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
Source: ESPNcricinfo, ૨૪ મે ૨૦૨૦ |
'વિઝ્ડન' ખાસ ખિતાબ વિજેતા, તેમણે ૧૯૩૬ નાં પ્રવાસ દરમિયાન ચાર પ્રથમકક્ષાની સદીઓ ફટકારેલ. તે ઓપનિંગ કે મધ્ય ક્રમનાં જમણેરી બેટ્સમેન અને ધીમાં ડાબોડી બોલર હતા.
જ્યારે ક્રિકેટની રમત ભારતમાં હજુ શરૂઆતી તબક્કામાં હતી ત્યારે અલી મોટાપાયે ક્ષેત્રીય ટીમ અને ખાનગી ક્રિકેટ કલબો માટે રમતા. તેઓ ફક્ત રમતમાંજ કિંવદંતિરૂપ નહીં પણ તેમના સમયનાં મહાનાયક પણ હતા, અને ભારતીય યુવાપેઢીનાં પ્રેરણામુર્તિ સમા હતા. અન્ય એક મહાન ખેલાડી વિજય મર્ચંટ સાથે જોડાઇને, અલીની આક્રમક અને તાકતવર ફટકાબાજીએ ટીમને વર્ષો સુધી એક જોશપૂર્ણ અને દંતકથારૂપ ઓપનિંગ ભાગીદારી આપેલ.
તેમને ૧૯૬૪ માં પદ્મશ્રી પુરસ્કાર અપાયો અને તેઓનાં રમત પ્રત્યેનાં યોગદાન બદલ 'મેર્લબોન ક્રિકેટ કલબ'નાં આજીવન સભ્ય બનાવાયેલ. તેઓનું અવસાન, જૂન ૧૮, ૨૦૦૫ ના રોજ, ૯૦ વર્ષની ઉંમરે, ઇન્દોરમાં થયેલ. તેઓ પોતાની પાછળ બે પૂત્ર અને બે પૂત્રીનો પરિવાર છોડી ગયા.